‘ભારતીય પ્રશંસકો સાથે સમસ્યા છે’…રવીન્દ્ર જાડેજા મુદ્દે ફેન્સ પર ગુસ્સે થઈ ગયા સુનીલ ગાવસ્કર

|

Jun 25, 2024 | 7:56 PM

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની વિજયયાત્રા ચાલુ છે. ભારતીય ટીમે સુપર 8ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જો કે, ભારતની જીત વચ્ચે સુનીલ ગાવસ્કરે ભારતીય ચાહકો પર સવાલ ઉભા કર્યા અને આ બધું રવીન્દ્ર જાડેજાને લઈને થયું.

ભારતીય પ્રશંસકો સાથે સમસ્યા છે...રવીન્દ્ર જાડેજા મુદ્દે ફેન્સ પર ગુસ્સે થઈ ગયા સુનીલ ગાવસ્કર
Sunil Gavaskar & Ravindra Jadeja

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ ગર્વ સાથે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશી છે. ટીમ ઈન્ડિયાએ સોમવારે ઓસ્ટ્રેલિયા સામે જોરદાર જીત મેળવીને સેમીફાઈનલની ટિકિટ મેળવી લીધી છે અને હવે રોહિત એન્ડ કંપનીની ઈંગ્લેન્ડ સામે 27મી જૂને નોકઆઉટ મેચ થશે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, તેમણે દરેક મેચ જીતી છે, પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભારતીય ફેન્સ પર સવાલો ઉભા કર્યા છે. સુનીલ ગાવસ્કરે રવીન્દ્ર જાડેજા અંગે પૂછવામાં આવેલ સવાલ પર ભારતીય ચાહકોને આડે હાથ લીધા હતા.

ગાવસ્કર ભારતીય ચાહકો પર ગુસ્સે થયા

ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની જીત બાદ જાડેજાના પ્રદર્શન અંગે સુનીલ ગાવસ્કરને સવાલ કરવામાં આવ્યો. જેના પર ગાવસ્કરે કહ્યું, ‘રવીન્દ્ર જાડેજાના પ્રદર્શનથી હું બિલકુલ ચિંતિત નથી, કારણ કે તે ખૂબ જ અનુભવી ખેલાડી છે. આપણે જાડેજા પર સવાલ ઉઠાવવા અંગે વિચારવું પણ ન જોઈએ. સમસ્યા ભારત અને ભારતીય ચાહકોની છે. બે ખરાબ મેચ પછી ચાલુ પડી જાય છે.’

જાડેજાના પ્રદર્શન પર સવાલો ઉભા થયા

રવીન્દ્ર જાડેજા માટે T20 વર્લ્ડ કપ 2024 ઘણો ખરાબ સાબિત થયો છે. આ ખેલાડી 3 ઈનિંગ્સમાં માત્ર 16 રન જ બનાવી શક્યો છે અને બોલિંગમાં 6 મેચમાં તેના નામે માત્ર એક જ વિકેટ છે. જાડેજા ઓસ્ટ્રેલિયા સામે ફિલ્ડિંગમાં પણ નબળો દેખાતો હતો અને તેણે એક સરળ કેચ છોડ્યો હતો. જાડેજાના આ પ્રદર્શન બાદ તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રોહિત શર્માને જાડેજા પર વિશ્વાસ છે

જોકે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને તેના પર વિશ્વાસ છે અને તેથી જ તે દરેક મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં રહે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જાડેજા સેમીફાઈનલમાં સારૂ પ્રદર્શન કરશે અને ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં લઈ જશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 27 જૂને ગયાનામાં સેમીફાઈનલ રમાશે. આ બંને ટીમો 2022માં T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પણ સામસામે આવી હતી.

આ પણ વાંચો: AFG vs BAN : નકલી ઈજાના આરોપનો અફઘાન ખેલાડી ગુલબદિન નાયબે આપ્યો અદ્ભુત જવાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article