
ICC T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોમાંચક મુકાબલો રમાઈ રહ્યો છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 253 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. સંજુ સેમસને શાનદાર 42 બોલમાં 89 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ટીમ ઇન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.
આ મોટા ટાર્ગેટનો પીછો કરતી ઇંગ્લેન્ડની શરૂઆત ખાસ સારી રહી નહોતી. ભારતીય બોલરોએ શરૂઆતથી જ દબાણ બનાવ્યું અને ઇંગ્લેન્ડના ઓપનર ફિલ સોલ્ટને ઝડપી આઉટ કરી ટીમને પહેલી સફળતા અપાવી. હાર્દિક પંડ્યાની બોલિંગમાં અક્ષર પટેલે ફિલ સોલ્ટનો સુંદર કેચ પકડી લીધો અને ઇંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો.
વિકેટ બાદ મેદાનમાં એક રસપ્રદ ક્ષણ પણ જોવા મળી. અક્ષર પટેલે કેચ પકડતા જ હાર્દિક પંડ્યા ખુશીમાં તેના તરફ દોડી આવ્યો અને ઉજવણી દરમિયાન તેના ગાલ પર કિસ કરી. આ અચાનક થયેલી ઉજવણીથી અક્ષર પટેલ થોડો શરમાઈ ગયો. બંને ખેલાડીઓ વચ્ચેનો આ મસ્તીભર્યો પળ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
AXAR PATEL COVERED 24M TO TAKE THAT STUNNER. pic.twitter.com/SSlPN0TuFS
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2026
મેચની હાલની સ્થિતિની વાત કરીએ તો ઇંગ્લેન્ડ માટે જીતનો રસ્તો સરળ નથી. ભારતે બનાવેલા 254 રનના મોટા લક્ષ્ય સામે ઇંગ્લેન્ડને હજુ ઘણાં રનની જરૂર છે અને ભારતીય બોલરો દબાણ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ સેમિફાઇનલ મેચનો વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે, જ્યાં તેનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. ક્રિકેટ પ્રેમીઓ માટે આ મુકાબલો ખૂબ જ રોમાંચક બની રહ્યો છે.
Ind vs Eng વચ્ચેની સેમીફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટનની એક ભૂલ અને Sanju Samson એ મચાવી દીધી તબાહી, જુઓ
Published On - 9:58 pm, Thu, 5 March 26