IPL 2025 : ધોની આઉટ થતા જ વાયરલ થયેલી છોકરી બ્રાન્ડ્સની ફેવરિટ બની, સ્વિગી-યસ મેડમે કરી જાહેરાતની ઓફર

IPL મેચ દરમિયાન કેમેરાએ એક એવી ક્ષણ કેદ કરી જેણે એક સામાન્ય છોકરીને રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બનાવી દીધી. ઈમોશનલ એક્સપ્રેશન અને ધોનીના નામથી ગુવાહાટીની આ છોકરી રાતોરાત ફેમસ થઈ ગઈ. અને હવે તે મોટી-મોટી બ્રાન્ડ્સની પણ ફેવરિટ બની ગઈ છે.

IPL 2025 : ધોની આઉટ થતા જ વાયરલ થયેલી છોકરી બ્રાન્ડ્સની ફેવરિટ બની, સ્વિગી-યસ મેડમે કરી જાહેરાતની ઓફર
Aaryapriya Bhuyan
Image Credit source: X
| Updated on: Apr 07, 2025 | 7:57 PM

IPL 2025ની એક મેચ, એક ઈમોશનલ એક્સપ્રેશન અને કેમેરાની એક ઝલક… અને અહીંથી ગુવાહાટીના 19 વર્ષીય આર્યપ્રિયા ભુઈયાનની વાર્તા શરૂ થાય છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં જ્યારે એમએસ ધોની ફક્ત 16 રન બનાવીને આઉટ થયો, ત્યારે કેમેરાએ આર્યપ્રિયાના ચહેરા પરના નિરાશાજનક ઈમોશનલ એક્સપ્રેશનને કેદ કરી લીધા. પરંતુ આ ભાવનાત્મક ક્ષણ થોડા કલાકોમાં વાયરલ થઈ ગઈ અને આર્યપ્રિયા સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ.

ફોલોઅર્સ 800 થી વધીને 3 લાખ થયા

આ વીડિયો વાયરલ થતા જ આર્યપ્રિયાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વધુને વધુ લોકપ્રિય બન્યું. જ્યાં પહેલા તેના ફક્ત 800 ફોલોઅર્સ હતા, હવે તે સંખ્યા 3 લાખને વટાવી ગઈ છે. ધોનીની વિકેટે લાખો ચાહકોને નિરાશ કર્યા, પણ આર્યપ્રિયા ઈન્ટરનેટ સ્ટાર બની ગઈ.

 

સ્વિગી અને યસ મેડમ સાથે ડીલ કરી

વાયરલ થયા પછી આર્યપ્રિયાને બ્રાન્ડ્સ તરફથી પણ જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. તેણીએ તાજેતરમાં સ્વિગી ઈન્સ્ટામાર્ટ સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં કેપ્શનમાં લખ્યું છે, “Collab for a reason.” જ્યારે, ‘યસ મેડમ’ નામના બ્યુટી બ્રાન્ડ સાથેના બીજા એક વીડિયોમાં તેણી કહેતી જોવા મળી હતી કે, “ધોની આઉટ થયો ત્યારે મને દુઃખ થયું હતું પણ પછી યસ મેડમે મને મફત કોરિયન ક્લીનઅપ ઓફર કરી.”

 

યુઝર્સની મજેદાર કોમેન્ટ્સ

આ વીડિયોને લાખો લાઈક્સ અને કરોડો વ્યૂઝ મળ્યા છે. યુઝર્સની કોમેન્ટ્સમાં પણ જબરદસ્ત મજાકની સાથે પ્રશંસા પણ જોવા મળી હતી. એક યુઝરે લખ્યું, “આ છોકરી તો 19 વર્ષની ઉંમરે જ ઈન્ફ્લુએન્સર બની ગઈ.” જ્યારે બીજા એક યુઝરે લખ્યું, “ધોનીએ તો આઉટ થયા પછી પણ આ છોકરીનું કરિયર બનાવી દીધું.”

આ પણ વાંચો: કાવ્યા મારનના 39.25 કરોડ રૂપિયા ડૂબી ગયા ! IPL 2025માં ખોટનો સોદો કર્યો ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 7:57 pm, Mon, 7 April 25