સૌરવ ગાંગુલી અને જય શાહના ‘કિસ્મત’ ની સુનાવણી એક સપ્તાહ માટે ટળી, સુપ્રિમ કોર્ટે આપી નવી તારીખ

|

Jul 21, 2022 | 8:40 PM

સુપ્રીમ કોર્ટ (Supreme Court) ગુરુવારે BCCI ની અરજી પર સુનાવણી કરવાની હતી, પરંતુ આ સુનાવણી એક સપ્તાહ માટે ટાળી દેવામાં આવી છે.

સૌરવ ગાંગુલી અને જય શાહના કિસ્મત ની સુનાવણી એક સપ્તાહ માટે ટળી, સુપ્રિમ કોર્ટે આપી નવી તારીખ
BCCI સંબંઘિત મામલાને સપ્તાહ માટે ટાળી દીધો છે.

Follow us on

સુપ્રીમ કોર્ટ ગુરુવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના બંધારણમાં સુધારા સાથે સંબંધિત અરજી પર સુનાવણી કરવાની હતી, પરંતુ હવે આ સુનાવણી એક સપ્તાહ માટે ટાળી દેવામાં આવી છે. આ મામલે હવે આગામી સુનાવણી 28 જુલાઈએ થશે. આ સુનાવણી BCCI ના પદાધિકારીઓના કાર્યકાળના સંબંધમાં થવાની છે. સુપ્રીમ કોર્ટે આ મામલે વરિષ્ઠ વકીલ મનિન્દર સિંઘને એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા છે. ચીફ જસ્ટિસ એનવી રમણ અને જસ્ટિસ કૃષ્ણા મુરારી અને હિમા કોહલીની બેન્ચે એ હકીકતની નોંધ લીધી હતી કે અગાઉના એમિકસ ક્યૂરીને હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના જજ બનાવવામાં આવ્યા છે.

BCCIની અરજીની સુનાવણીની તારીખ 28 જુલાઈએ નક્કી કરતી વખતે, બેન્ચે કહ્યું, અમે પી.એસ. નરસિમ્હા (હવે જજ પીએસ નરસિમ્હા) ના સ્થાને વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહને એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કરીશું.

આ માટે કરવામાં આવી પિટિશન

વર્તમાન BCCI બંધારણ મુજબ, અધિકારીઓ સતત છ વર્ષ સુધી સેવા આપ્યા પછી પદ પર રહી શકતા નથી. આ પછી, તેઓએ ત્રણ વર્ષના કુલિંગ ઑફ પીરિયડ પર જવું પડશે. આ પછી જ તે ફરીથી કોઈપણ રાજ્ય એસોસિએશન અથવા બીસીસીઆઈમાં કોઈપણ પદ પર રહી શકશે. છ વર્ષની મુદતમાં રાજ્ય એસોસિએશન અને બીસીસીઆઈ બંનેના વર્ષોનો સમાવેશ થાય છે. BCCI આનો અંત લાવવા માંગે છે અને તેથી તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. બીસીસીઆઈએ તેના પ્રસ્તાવિત સુધારામાં, પદાધિકારીઓ માટે ફરજિયાત વિરામ સમયને દૂર કરવા માટે મંજૂરી માંગી છે, જે ગાંગુલી અને શાહને સંબંધિત રાજ્ય ક્રિકેટ એસોસિએશનોમાં છ વર્ષ પૂરા કર્યા પછી પણ તેમના હોદ્દા પર ચાલુ રાખવા સક્ષમ બનાવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગાંગુલી અને શાહને પદ પર જાળવી રાખવાનો પ્રયાસ

અગાઉ, જસ્ટિસ આરએમ લોઢાની આગેવાની હેઠળની સમિતિએ BCCI માં સુધારાત્મક પગલાંની ભલામણ કરી હતી, જેને સર્વોચ્ચ અદાલતે સ્વીકારી હતી. ભલામણો મુજબ, રાજ્ય ક્રિકેટ એસોસિએશન અથવા BCCI સ્તરના પદાધિકારીઓએ છ વર્ષના કાર્યકાળ પછી ત્રણ વર્ષના વિરામમાંથી પસાર થવું પડશે. BCCI એ તેના પ્રસ્તાવિત સુધારામાં તેના પદાધિકારીઓ માટે વિરામનો સમય દૂર કરવાની મંજૂરી માંગી છે જેથી બીસીસીઆઈ પ્રમુખ ગાંગુલી અને સચિવ શાહ સંબંધિત રાજ્ય ક્રિકેટ એસોસિએશનમાં છ વર્ષ પૂર્ણ કર્યા પછી પણ તેમના પદ પર ચાલુ રાખી શકશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા BCCIના બંધારણ મુજબ, જો કોઈ પદાધિકારી રાજ્ય ક્રિકેટ એસોસિએશન અથવા BCCIમાં સતત ત્રણ વર્ષની બે ટર્મ પૂર્ણ કરે છે, તો તેણે ત્રણ વર્ષનો ફરજિયાત બ્રેક લેવો પડશે. ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળમાં પદાધિકારી હતા, જ્યારે શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં પદાધિકારી હતા.

Published On - 8:36 pm, Thu, 21 July 22

Next Article