શું હવે IPL 2025માં ચીયરલીડર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે ? ડીજે પણ નહીં વાગે !

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે BCCI ને IPL 2025 ફરી શરૂ થાય ત્યારે ચીયરલીડર્સ, ડીજે અને મ્યુઝિક પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપી છે. ગાવસ્કરે આ માંગ કેમ કરી છે, જાણો સંપૂર્ણ સમાચાર.

શું હવે IPL 2025માં ચીયરલીડર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે ? ડીજે પણ નહીં વાગે !
Cheerleaders
Image Credit source: PTI
| Updated on: May 13, 2025 | 10:30 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ફરી એકવાર 17 મેથી શરૂ થઈ રહી છે. ભારત-પાકિસ્તાન તણાવને કારણે આ ટુર્નામેન્ટ અધવચ્ચે જ બંધ કરવી પડી. જોકે, હવે આ લીગ ફરી શરૂ થાય તે પહેલા, સુનીલ ગાવસ્કરે BCCI પાસે એક મોટી માંગણીઓ કરી છે. સુનીલ ગાવસ્કરે BCCIને IPLમાં બાકીની મેચોમાં ચીયરલીડર્સ અને DJ નો ઉપયોગ બંધ કરવાની પણ માંગ કરી છે. સુનીલ ગાવસ્કર માને છે કે BCCIએ દેશની લાગણીઓને ધ્યાનમાં રાખીને આવા ફેરફારો કરવા જોઈએ.

હવે IPL 2025માં ફક્ત ક્રિકેટ હોવું જોઈએ

સુનીલ ગાવસ્કરે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા અને પાકિસ્તાન હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. BCCIએ ડીજે અને ડાન્સ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ગાવસ્કરે કહ્યું, ‘બસ મેચ રમવા દો, શક્ય તેટલા દર્શકો આવવા જોઈએ પણ કોઈ સંગીત ન હોવું જોઈએ, ઓવરો વચ્ચે કોઈ ડીજે બૂમો પાડતા ન હોવા જોઈએ. ફક્ત ક્રિકેટ હોવું જોઈએ, ચીયરલીડર્સ નહીં. તે ફક્ત એક રમત હોવી જોઈએ. આ એ પરિવારોની લાગણીઓનો આદર કરવાનો એક સારો માર્ગ હશે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.’

 

ચીયરલીડર્સ ડરી ગઈ હતી

તમને જણાવી દઈએ કે દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચ અચાનક બંધ થઈ ગઈ હતી. 11મી ઓવરમાં, એક ટાવરની લાઈટ બંધ થઈ ગઈ અને કહેવામાં આવ્યું કે ટેકનિકલ ખામીને કારણે મેચ ચાલુ રાખી શકાતી નથી. પરંતુ આ પાછળનું સાચું કારણ પાકિસ્તાનનો ભારત પર ડ્રોન હુમલો હતો. સાવચેતીના પગલા તરીકે મેચ રદ્દ કરવામાં આવી હતી અને બીજા દિવસે IPL મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ યુદ્ધવિરામ પછી, IPL ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે, જે 17 મેથી શરૂ થશે. હવે જોવાનું એ રહે છે કે BCCI સુનીલ ગાવસ્કર દ્વારા આપવામાં આવેલા સૂચનને સ્વીકારે છે કે નહીં.

આ પણ વાંચો: IPL 2025 : RCBને મોટો ફટકો, હેઝલવુડ બાદ હવે ફિલ સોલ્ટ પણ IPL રમવા નહીં આવે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો