PAK vs SL: પાકિસ્તાન પર આક્રમકતાથી તૂટી પડી શ્રીલંકન ખેલાડી, બોલરોને ધોઈને જમાવી દીધી સદી

|

Jun 05, 2022 | 4:55 PM

શ્રીલંકાની ટીમે (Sri Lanka Cricket Team) પ્રથમ બેટીંગ કરતા કુલ 260 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને આ રન બનાવ્યા હતા. જેમાં અટાપટ્ટુ (Chamari Athapaththu) ના રનનો સ્કોર હતો.

PAK vs SL: પાકિસ્તાન પર આક્રમકતાથી તૂટી પડી શ્રીલંકન ખેલાડી, બોલરોને ધોઈને જમાવી દીધી સદી
Chamari Athapaththu એ સદી ફટકારી

Follow us on

પાકિસ્તાન (Pakistan) ટીમ સામેની ત્રીજી ODIમાં શ્રીલંકાના કેપ્ટન ચમીરા અટાપટ્ટુ (Chamari Athapaththu) એ શાનદાર સદી ફટકારી છે. તેની સદીની મદદથી શ્રીલંકાની ટીમે પ્રથમ રમતમાં કુલ 260 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને આ રન બનાવ્યા હતા. જેમાં અટાપટ્ટુના રનની સંખ્યા 101 હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન સિવાય હર્ષિતા મડાવીએ પણ 75 રન બનાવ્યા હતા. પ્રથમ બે વનડે હાર્યા બાદ ત્રીજી વનડેમાં શ્રીલંકાના કેપ્ટને જે રીતે વરસાદ વરસાવ્યો હતો તેણે બધાના દિલ જીતી લીધા હતા. તો વળી તેની રમતે પાકિસ્તાન પર હારનુ સંકટ તોળી દીધુ હતુ. કારણ કે રનનો પીછો કરતા 167 રનમાં જ પાકિસ્તાનની ટીમ સમેટાઈ ગઈ હતી.

આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરી હતી. શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી. તેની 2 વિકેટ માત્ર 4 રનમાં પડી ગઈ હતી. પરંતુ તે પછી સુકાની ચમીરા અટાપટ્ટુએ પોતાની ટીમને તે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી ન માત્ર બહાર કાઢી પરંતુ સ્કોર બોર્ડની ગતિ જાળવી રાખતા મજબૂત સદી પણ ફટકારી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શ્રીલંકાના કેપ્ટનની સદી અને 152 રનની ભાગીદારી

શ્રીલંકાના સુકાની ચમીરા અટાપટ્ટુ અને હર્ષિતાએ ત્રીજી વિકેટ માટે 152 રનની ભાગીદારી નોંધાવી જેનાથી શ્રીલંકાને મજબૂતી મળી. આ ભાગીદારી કેપ્ટન અટાપટ્ટુના આઉટ થવાથી તૂટી હતી, જેણે 85 બોલમાં 101 રન બનાવ્યા હતા, જેમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થતો હતો.

અટ્ટાપટ્ટુએ તેની છઠ્ઠી ODI સદી ફટકારી

ચમીરા અટાપટ્ટુની ODI કારકિર્દીની આ છઠ્ઠી સદી છે. તેણે પોતાની 87મી વનડેમાં આ સદીની સ્ક્રિપ્ટ લખી છે. આ સાથે ODI ક્રિકેટમાં તેના દ્વારા બનાવાયેલા રનની સંખ્યા હવે વધીને 2767 થઈ ગઈ છે. તેણે પોતાની કારકિર્દીમાં 6 સદી ઉપરાંત 14 અડધી સદી પણ ફટકારી છે.

ચમીરા અટાપટ્ટુએ અગાઉ દુબઈમાં આયોજિત ફેરબ્રેક ટી20 ટૂર્નામેન્ટમાં પણ સદી ફટકારી છે. ત્યાં તેણે ફાલ્કન્સ માટે 178 રનના લક્ષ્યનો પીછો કરતા વોરિયર્સ સામેની મેચમાં 55 બોલમાં 107 રન બનાવ્યા, જેમાં 13 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. અગાઉ, તે ન્યૂઝીલેન્ડમાં આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપમાં રમતી જોવા મળી ન હતી કારણ કે શ્રીલંકાની ટીમ ક્વોલિફાય થઈ શકી ન હતી.

શ્રેણીની બીજો સૌથી સફળ બેટ્સમેન

પાકિસ્તાન સામેની શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડેમાં સદી ફટકાર્યા બાદ અટાપટ્ટુ હવે શ્રેણીની બીજો ટોપ સ્કોરર બની ગઈ છે. 3 મેચ બાદ હવે તેના 142 રન છે. તેણે આ રન 47.33ની એવરેજથી બનાવ્યા છે.

 

 

Published On - 4:50 pm, Sun, 5 June 22

Next Article