
નવું વર્ષ 2026 ભારતીય રમતગમતના ચાહકો માટે ઉત્સાહ અને આશાથી ભરપુર રહેનારું છે. અનેક મોટી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓ મેડલ અને ખિતાબ માટે રેસમાં હશે. સાથે લોસ એન્જિલિસ ઓલિમ્પિક 2028 માટે ક્વોલિફિકેશનની સફર પણ શરુ થશે. ક્રિકેટથી લઈ ચેસ, બેડમિન્ટન અને એથલેટિક્સ સુધી દરેક ફીલ્ડમાં પડકાર રહેશે, જેની શરુઆત વર્ષના પહેલા મહિનાથી શરુ થશે.
વર્ષની શરુઆત ક્રિકેટથી થશે. ઝિમ્બાબ્વે અને નામીબિયા 15 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી અંડર-19 વર્લ્ડકપ રમાશે. જેમાં વૈભવ સૂર્યવંશી અને આયુષ જેવા યુવા સ્ટાર ચમકશે. ત્યારબાદ ભારત-શ્રીલંકામાં 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી પુરુષ ટી20 વર્લ્ડકપ રમાશે. જેમાં ભારતીય ટીમ ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે બીજી બાજુ ટેનિસમાં ઓસ્ટ્રેલિયન ઓપન જાન્યુઆરીમાં રમાશે. જ્યારે માર્ચમાં ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પીવી સિંધુ જેવા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. તો ફુટબોલ ચાહકો માટે માર્ચમાં ઓસ્ટ્રેલિયામાં એએફસી મહિલા એશિયા કપમાં ભારતની ટીમ લાંબા સમય બાદ ભાગ લેશે,
એપ્રિલ મહિનામાં સરપ્રાઈઝમાં ચેસ ટૂર્નામેન્ટથી વર્લ્ડ ચેમ્પિયનશીપ ચેલેન્જર નક્કી થશે. જેમાં ચેમ્પિયન ડી ગુકેશની નજર રહેશે. ભારતીય ખેલાડીઓ જેવા કે, પ્રેગ્નાનંદા, વૈશાલી, હમ્પી અને દિવ્યા ભાગ લેશે. તેમજ મંગોલિયામાં એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપ પણ રમાશે. બીજી બાજુ અમદાવાદામાં એશિયાઈ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ, થોમ્સ-ઉબેર કપમાં હરમનપ્રીત કૌરની ટીમ મજબુત દાવેદારી કરશે. એથલ્ટેકિસમાં ડાયમંડ લીગ શરુ થશે. નીરજ ચોપરાના જેવલિન પર બધાની નજર હશે. આ સિવાય ટેનિસ ગ્રાન્ડ સ્લેમમાં ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડન પણહશે. જૂન મહિનામાં ફીફા વર્લ્ડકપનું આયોજન અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં થશે.
જુલાી-ઓગસ્ટ મહિનામાં ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સ રમાશે. જેમાં ભારત એથ્લેટ્કિસ, બોક્સિંગ અને વેટલિફ્ટિંગમાં ભાગ લેશે. પરંતુ નિશાનેબાજી, કુસ્તી અને હોકી જેવી રમત બહાર છે. દિલ્હીમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ, નેધરલેન્ડ-બ્લેજિયમમાં હોકી વર્લ્ડકપ અને ભુવનેશ્વરમાં એથલેટિક્સ ટુર જોવાની તક મળશે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં જાપાનમાં એશિયાઈ રમતમાં હોકી ગોલ્ડ વિજેતાને ઓલિમ્પિકની ટિકિટ મળશે. ડાયમંડ લીગ ફાઈનલ અને ચેસ ઓલિમ્પિયાડ પણ આ સમયે રમાશે.
વર્ષના છેલ્લા મહિને બહરીનમાં વર્લ્ડ કુશ્તી ચેમ્પિયનશીપ, વેટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપ, દોહામાં આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ડિસેમ્બર મહિનામાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ રમાશે. ત્યારે 2026માં ભારતીય રમત માટે યાદગાર વર્ષ સાબિત થઈ શકે છે. જેમાં અનેક સ્ટાર બહાર આવશે. દેશનું નામ રોશન કરશે.