
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ડર્બનમાં કિંગ્સમીડ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 214 રનની કારમી હાર બાદ દક્ષિણ આફ્રિકાને પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર નુકસાન થયું છે. આ હાર પહેલા 75 ટકા પોઈન્ટ સાથે બીજા સ્થાને રહેલ પ્રોટીઝ હવે ત્રીજા સ્થાને સરકી ગયું છે.
કિંગ્સમીડ ખાતે રમાયેલી મેચમાં, ઓસ્ટ્રેલિયન ટીમે સમગ્ર મેચ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 390 રનનો મજબૂત સ્કોર બનાવ્યો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 284 રનમાં ઓલઆઉટ થઈ ગયું. પ્રથમ ઇનિંગમાં 106 રનની લીડ મેળવ્યા બાદ, કાંગારૂઓએ 6 વિકેટે 314 રન પર પોતાનો બીજો ઇનિંગ ડિકલેર કર્યો, જેનાથી યજમાન ટીમને જીત માટે 421 રનનો લક્ષ્યાંક મળ્યો. જોકે, સમગ્ર દક્ષિણ આફ્રિકાની ટીમ ફક્ત 206 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ, જેના કારણે ઓસ્ટ્રેલિયાને 214 રનના મોટા માર્જિનથી આસાન વિજય મળ્યો.
Take a look at the updated WTC 2025–27 points table after Australia’s comprehensive victory over South Africa in Durban. https://t.co/gavMynQHPx
— CricTracker (@Cricketracker) October 13, 2026
આ મેચના પરિણામથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના સ્ટેન્ડિંગમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. પાંચ મેચમાંથી ત્રણ જીત અને બે હાર સાથે, દક્ષિણ આફ્રિકાના પોઈન્ટ ટકાવારી 60.00 પર પહોંચી ગઈ છે, જ્યારે તેમના કુલ પોઈન્ટ હવે 36 છે. દરમિયાન, છ મેચમાંથી ચાર જીત એક હાર અને એક ડ્રો સાથે ન્યુઝીલેન્ડ 72.22 પોઈન્ટ ટકાવારી સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા 11 મેચમાંથી નવ જીત અને માત્ર બે હાર સાથે 81.8 પોઈન્ટ ટકાવારી સાથે ટોચ પર છે.
Australia are off to a winning start in the #WTC27 series against South Africa
More on the current State of Play ➡️: https://t.co/Ag5irO9kgu https://t.co/0CRHM8tqcL
— ICC (@ICC) October 13, 2026
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 રેન્કિંગમાં બાંગ્લાદેશ 55.56 પોઈન્ટ ટકાવારી સાથે ચોથા ક્રમે છે. ભારત 51.52 પોઈન્ટ ટકાવારી સાથે પાંચમા ક્રમે છે. ઈંગ્લેન્ડ છઠ્ઠા ક્રમે, શ્રીલંકા સાતમા ક્રમે, વેસ્ટ ઈન્ડિઝ આઠમા ક્રમે અને પાકિસ્તાન નવમા ક્રમે તળિયે છે.