AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત બહાર પણ રામ મંદિરની ધૂમ, આ વિદેશી ક્રિકેટરે સ્પેશ્યિલ વીડિયો બનાવી આપી શુભેચ્છા

22 જાન્યુઆરી 2024એ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. જેને લઈને તમામ દેશવાસીઓમાં ઉત્સાહનો મહોલ છે. સાઉથ આફ્રીકાના હિંદુ ક્રિકેટરે રામ મંદિરના આ કાર્યક્રમને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી છે અને શુભેચ્છાઓ પાઠવી છે.

ભારત બહાર પણ રામ મંદિરની ધૂમ, આ વિદેશી ક્રિકેટરે સ્પેશ્યિલ વીડિયો બનાવી આપી શુભેચ્છા
Keshav Maharaj
| Updated on: Jan 21, 2024 | 6:13 PM
Share

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ભારતમાં જશ્નનો માહોલ છે. આખો દેશ રામમય થયો છે. ભારતીય અભિનેતાઓથી લઈને ક્રિકેટર સુધી દરેક વ્યક્તિએ રામ મંદિર અંગે ખુશી વ્યક્ત કરી છે. રામ મંદિરની ગૂંજ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં છે. એક વિદેશી રામ ભક્ત ક્રિકેટરે આ અવસર પર પોતાની ખુશી વ્યક્ત કરી છે.

સાઉથ આફ્રીકાના સ્પિનર કેશવ મહારાજ રામ ભક્ત અને હનુમાન ભક્ત છે. તેમણે ઈન્સ્ટાગ્રામ બાયોમાં પણ આ વાત લખી હતી. હાલમાં તે ભારત અને સાઉથ આફ્રીકાની એક મેચમાં બેટિંગ કરવા આવ્યા ત્યારે રામ સિયા રામ સોન્ગ વાગ્યુ હતુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

રામ અને હનુમાનના ભક્ત કેશવ મહારાજનો ખાસ મેસેજ

કેશવ મહારાજે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેયર કર્યો છે જેમાં તેમણે સાઉથ આફ્રીકામાં હાજર ભારતીય સમુદાયને રામ મંદિર માટે શુભેચ્છા પાઠવી છે. આ અવસર પર તમામ જગ્યાએ શાંતિ, સદ્ભાવના અને અધ્યાત્મિક જાગરુકતા બની રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી. તેણે આ વીડિયોને અંત જય શ્રી રામ બોલીને કર્યો હતો.

રમત જગતના સચિન તેંડુલકર ઉપરાંત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ, લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર સાથે મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, વીરેન્દ્ર સેહવાગ અને ભારતીય ક્રિકેટ કોચ રાહુલ દ્રવિડ પણ આમાં સામેલ છે. યાદી. વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમના રવીન્દ્ર જાડેજા અને રોહિત શર્માને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ક્રિકેટ ખેલાડીઓ ઉપરાંત વેઈટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી, ફૂટબોલર કલ્યાણ ચૌબે, દોડવીર કવિતા રાઉત અને પેરાલિમ્પિક જેવલિન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝરિયાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. મહિલા ક્રિકેટની કેપ્ટન મિતાલી રાજ, બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ અને પીવી સિંધુ અને તેમના ટ્રેનર પુલેલા ગોપીચંદને પણ આમંત્રણ મળ્યું છે. જો કે, તેમાંથી કોણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે તે હજુ સ્પષ્ટ નથી.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે હરાવવા ઈંગ્લેન્ડની રણનીતિ તૈયાર, ભારતની તાકાતને જ બનાવશે જીતનો હથિયાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">