Rohit Sharma-Virat Kohli ના ફોર્મને લઈને નથી ચિંતિત સૌરવ ગાંગુલી, કહ્યું T20 વર્લ્ડ કપ દૂર છે

|

May 16, 2022 | 3:44 PM

IPL 2022: ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) અને પુર્વ સુકાની વિરાટ કોહલીનું (Virat Kohli) બેટ શાંત છે. કોહલીએ IPL 2022 માં 13 મેચમાં એક જ અડધી સદી ફટકારી છે. તે જ સમયે રોહિતના બેટમાંથી એક પણ અડધી સદી નીકળી નથી. ભારતે આ વર્ષે T20 વર્લ્ડ કપ રમવાનો છે. આવી સ્થિતિમાં બંને દિગ્ગજોનું ફોર્મ ચિંતામાં વધારો કરશે.

Rohit Sharma-Virat Kohli ના ફોર્મને લઈને નથી ચિંતિત સૌરવ ગાંગુલી, કહ્યું T20 વર્લ્ડ કપ દૂર છે
Rohit Sharma and Virat Kohli (File Photo)

Follow us on

IPL 2022 માં એક તરફ બેટ્સમેનો રન બનાવી રહ્યા છે. તો બીજી તરફ ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ એક-એક રન માટે તરસતા જોવા મળ્યા છે. આ વખતે તેનું બેટ શાંત છે. બંને ટીમોએ આનો માર સહન કરવો પડ્યો હતો. જ્યાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તે જ સમયે બેંગ્લોર માટે આગળનો રસ્તો પણ મુશ્કેલ છે. IPL પછી તરત જ ભારતે 5 T20  મેચની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની યજમાની કરવાની છે. ત્યાર બાદ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડનો પ્રવાસ અને ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) રમાશે. આવી સ્થિતિમાં ટીમના 2 મોટા બેટ્સમેનોનું ફોર્મ ચિંતા વધારી શકે છે. પરંતુ, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) વિરાટ-રોહિતના (Virat Kohli-Rohit Sharma) ફોર્મથી ચિંતિત નથી.

વિરાટ કોહલી અને રોહિત શર્માના ફોર્મ વિશે સૌરવ ગાંગુલીએ ઘણું બધું કહ્યું છે. તેને કહેતા પહેલા અમે તમને જણાવીએ કે IPL 2022 માં આ બંને દિગ્ગજોની બેટિંગ કેવી રહી હતી. વિરાટ કોહલીએ લીગની 13 મેચમાં 20 થી ઓછી એવરેજથી 236 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 113 રહ્યો છે. તેણે સિઝનમાં એક અડધી સદી ફટકારી છે. જ્યારે 3 વખત ગોલ્ડન ડકનો ભોગ બન્યો હતો. IPL ના 14 વર્ષમાં કોહલીનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. કોહલીએ IPL ની પ્રથમ સિઝન એટલે કે 2008 માં આના કરતા ઓછા રન બનાવ્યા હતા. હવે એક લીગ મેચ બાકી છે. આવી સ્થિતિમાં કોહલીના આ રેકોર્ડમાં વધુ સુધારાની કોઈ જગ્યા નથી.

રોહિત શર્માનું બેટ પણ શાંત રહ્યું

બીજી તરફ ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માની હાલત વિરાટ કરતા પણ ખરાબ છે. તેણે અત્યાર સુધી રમાયેલી 12 મેચોમાં 18ની એવરેજ અને 125 ની સ્ટ્રાઈક રેટથી 218 રન બનાવ્યા છે. આ સિઝનમાં તે 5 વખત ડબલ ફિગર પણ પાર કરી શક્યો નથી. તે પણ એકવાર શૂન્ય પર આઉટ થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝનમાં તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. મુંબઈ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. તેની બે મેચ બાકી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રોહિત શર્મા-વિરાટ કોહલી જલ્દી ફોર્મ મેળવી લેશેઃ ગાંગુલી

મીડિયા સાથેની વાતચીતમાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘હું વિરાટ-રોહિતના ફોર્મને લઈને બિલકુલ ચિંતિત નથી. તેઓ ખૂબ સારા છે. મોટા ખેલાડીઓ છે. T20 વર્લ્ડ કપ હજુ દૂર છે અને મને ખાતરી છે કે તેઓ ટુર્નામેન્ટના ઘણા સમય પહેલા તેમનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવી લેશે. આ બંને તેમની ખોવાયેલી લય ક્યારે પાછી મેળવશે તે તો સમય જ કહેશે. પરંતુ હાલમાં આ બંનેનું બેટ શાંત છે અને આ ટીમ ઈન્ડિયા માટે સારા સંકેત નથી.

Next Article