વિરાટ કોહલીની સદી થી ટીકા કરનારાઓના મોં સિવાઈ ગયા, સૌરવ ગાંગુલીએ કહી દીધી મોટી વાત

|

Sep 10, 2022 | 4:17 PM

વિરાટ કોહલી (Virat Kohli) એ લગભગ ત્રણ વર્ષ રાહ જોયા બાદ પોતાના કરિયરનુ 71મુ શતક નોંધાવ્યુ છે. અફઘાનિસ્તાન સામે એશિયાકપ ની સુપર-4 ની મેચ દરમિયાન આ કમાલની ઈનીંગ રમી હતી.

વિરાટ કોહલીની સદી થી ટીકા કરનારાઓના મોં સિવાઈ ગયા, સૌરવ ગાંગુલીએ કહી દીધી મોટી વાત
Sourav Ganguly એ વિરાટ કોહલીને પોતાનાથી સારો ગણાવ્યો

Follow us on

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ની સદીથી ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘણા સમયથી દરેક વ્યક્તિ તેના ફોર્મમાં પરત ફરવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. સાથે જ આ સદીએ ઘણા વિવેચકોની બોલતી પણ બંધ કરી દીધી છે. કોહલીની સદી પહેલા ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પણ ઘણો ખુશ છે. છેલ્લા ઘણા સમયથી ગાંગુલી અને કોહલી વચ્ચે અણબનાવના અહેવાલો આવી રહ્યા છે. જ્યારે ગાંગુલીને કોહલી વિશે પૂછવામાં આવ્યું તો તેણે આ સ્ટાર બેટ્સમેનને પોતાના કરતા સારો ખેલાડી ગણાવ્યો.

ગાંગુલીએ કોહલીને પોતાના કરતા સારો કહ્યું

સૌરવ ગાંગુલીને કોહલીના આક્રમક વર્તન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું, જો સરખામણી કરવી હોય તો તે રમવાની પ્રતિભા પર હોવી જોઈએ. મને લાગે છે કે તે મારા કરતા વધુ સારો છે. અમે જુદા જુદા સમયે રમ્યા છીએ. મેં મારા સમયમાં ઘણી મેચ રમી છે અને તે અત્યારે પણ રમી રહ્યો છે અને આગળ પણ રમશે. અત્યારે તે મારા કરતા ઓછી મેચ રમ્યો છે પરંતુ મને ખબર છે કે તે મારાથી આગળ નીકળી જશે. તે એક ઉત્તમ ખેલાડી છે.

મીડિયા પર ધ્યાન નથી આપતો-ગાંગુલી

કોહલીએ જ્યારથી ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારથી ગાંગુલીને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે બીસીસીઆઈ પ્રમુખ તેના પર ધ્યાન આપતા નથી. ટીકાઓ પર વાત કરતા તેણે કહ્યું, દરેકને મીડિયાની ટીકાનો ભોગ બનવું પડે છે. બસ નામ બદલતા રહે છે. મને અડધી વસ્તુઓ વિશે પણ ખબર નથી કારણ કે હું તે બધુ વાંચતો નથી. જ્યારે હું હોટેલમાં જાઉં છું, ત્યારે હું પહેલેથી જ કહું છું કે મને અખબારો નથી જોઈતા. જો કે, હવે તે માત્ર અખબાર નથી, સોશિયલ મીડિયા પણ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેણે આગળ કહ્યું, ‘હું ટ્રોમામાં નહોતો ગયો. કેટલાક દિવસો મારા માટે સારા છે, કેટલાક દિવસો ખરાબ છે. ક્યારેક મારા પર વધારે દબાણ હોય છે તો ક્યારેક ઓછું. હું હવે તે કરી શકું છું કારણ કે મને અનુભવ મળ્યો છે. યુવા ખેલાડીઓએ તેને તક તરીકે જોવી જોઈએ અને શીખવું જોઈએ અને આગળ વધવું જોઈએ.

 

ગાંગુલી કોર્ટના મામલામાં ફસાયો છે

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી આ દિવસોમાં કોર્ટમાં ફસાયેલા છે. સચિવ જય શાહનો કાર્યકાળ લંબાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે મોકૂફ રાખવામાં આવી હતી. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ હવે 12 સપ્ટેમ્બરે આ અંગે સુનાવણી કરશે. બીસીસીઆઈએ એક અરજી દાખલ કરીને માંગણી કરી છે કે તેના નવા બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી તેના સંચાલકો માટે ત્રણ વર્ષના કુલિંગ-ઓફ સમયગાળાની જોગવાઈ દૂર કરવામાં આવે.

 

Published On - 4:16 pm, Sat, 10 September 22

Next Article