IPLમાં 20 લાખમાં વેચાયો, ફ્રેન્ચાઈઝીએ મેચમાં તક ન આપી, હવે 21 છગ્ગા ફટકારી મચાવ્યો કહેર

રણજી ટ્રોફી મેચમાં એક ઈતિહાસ રચાયો છે, જ્યાં 28 વર્ષના ખેલાડીએ સૌથી ઝડપી બેવડી અને ત્રેવડી સદી ફટકારી છે. તન્મય અગ્રવાલે પોતાની ઈનિંગમાં 21 સિક્સર ફટકારી છે અને તે હજુ પણ અણનમ છે. ખાસ વાત એ છે કે તન્મયને IPLમાં હૈદરાબાદની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ ક્યારેય પ્લેઈંગ 11માં તક ન આપી. હવે તેણે ત્રેવડી સદી ફટકારી બધાને તેની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે.

IPLમાં 20 લાખમાં વેચાયો, ફ્રેન્ચાઈઝીએ મેચમાં તક ન આપી, હવે 21 છગ્ગા ફટકારી મચાવ્યો કહેર
Tanmay Agarwal
| Updated on: Jan 27, 2024 | 9:30 AM

જ્યારે હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી, તે જ સમયે હૈદરાબાદમાં વધુ એક ઈતિહાસ રચાઈ રહ્યો હતો. 28 વર્ષના ભારતીય ક્રિકેટરે અહીં એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો ઈતિહાસ બની ગયો છે. અહીં અમે તન્મય અગ્રવાલની વાત કરી રહ્યા છીએ, જેણે અરુણાચલ પ્રદેશ સામેની રણજી ટ્રોફી મેચમાં માત્ર 160 બોલમાં 323 રન બનાવ્યા હતા, આશ્ચર્યજનક વાત એ છે કે તન્મય હજુ પણ અણનમ છે.

તન્મય અગ્રવાલે રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો

તન્મય અગ્રવાલે હૈદરાબાદ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે ચાલી રહેલી મેચમાં આ કારનામું કર્યું હતું. તન્મયે માત્ર 160 બોલમાં 323 રન બનાવ્યા છે. જેમાં તેની ઈનિંગમાં તેણે 33 ફોર અને 21 સિક્સર ફટકારી છે. તન્મય અગ્રવાલે આ ઈનિંગ સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો. તન્મયે આ મામલે રવિ શાસ્ત્રીને પાછળ છોડી દીધા છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં તન્મયનો દમદાર રેકોર્ડ

28 વર્ષના તન્મય અગ્રવાલનો ડોમેસ્ટિક ક્રિકેટમાં રેકોર્ડ મજબૂત છે. તેણે 55 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3533 રન બનાવ્યા છે, જેમાં તેણે 39ની એવરેજથી રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં તન્મયે 11 સદી ફટકારી છે, જ્યારે 11 અડધી સદી તેના નામે છે. તન્મયે પણ લિસ્ટ-A ક્રિકેટમાં 53 મેચોમાં 49ની એવરેજથી 2323 રન બનાવ્યા છે. તન્મયના નામે લિસ્ટ-A ક્રિકેટમાં 7 સદી છે.

IPLમાં હૈદરાબાદે ખરીદ્યો, મેચ રમવાની તક ન મળી

તન્મયે સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું, 2017માં તેને સનરાઈઝર્સ હૈદરાબાદે પણ માત્ર 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે જાન્યુઆરી 2018માં તેની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા થઈ ગઈ હતી, જોકે તન્મય અગ્રવાલને ક્યારેય આઈપીએલ મેચ રમવાની તક મળી નથી. અરુણાચલ પ્રદેશ પહેલા તન્મયે સિક્કિમ સામેની મેચમાં પણ સદી ફટકારી હતી અને 137 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : પત્નીનું અફેર, હોટલમાં વિદ્યાર્થી સાથે વિતાવી રાત, ભારત પ્રવાસમાં તૂટયા લગ્ન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો