ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનરોએ શુક્રવારે 28 જૂને એક મોટી સિદ્ધિ મેળવી છે. ચેન્નાઈમાં દક્ષિણ આફ્રિકા સામેની એક મેચની ટેસ્ટ શ્રેણી દરમિયાન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ 292 રનની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી કરી હતી. આ ઈનિંગમાં મંધાનાએ 149 રન બનાવ્યા હતા જ્યારે શેફાલીએ 143 રન બનાવ્યા હતા.
આ સાથે બંનેએ પાકિસ્તાનનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનની ઓપનર સાજીદા શાહ અને કિરણ બલોચના નામે હતો. વર્ષ 2004માં બંનેએ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વિકેટ માટે 241 રનની ભાગીદારી કરી હતી.
ચેન્નાઈમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની બંને ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કરીને સદી ફટકારી હતી. મંધાનાએ કારકિર્દીની ચોથી સદી અને ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી હતી. જ્યારે શેફાલીએ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.
Milestone Alert
2⃣9⃣2⃣
This is now the highest opening partnership ever in women’s Tests
Smriti Mandhana & Shafali Verma
Follow the match ▶️ https://t.co/4EU1Kp7wJe#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @mandhana_smriti | @TheShafaliVerma pic.twitter.com/XmXbU9V3M6
— BCCI Women (@BCCIWomen) June 28, 2024
ધીમી શરૂઆત પછી, બંનેએ ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું અને બીજા સત્રમાં બોર્ડ પર 292 રનની ભાગીદારી કરી. આ સાથે તેણે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ભારતની પૂનમ રાઉત અને ટી કામિનીનો 10 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો. હવે શેફાલી અને મંધાના કોઈપણ વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારી કરનાર વિશ્વની બીજી જોડી બની ગઈ છે. બંને ઓસ્ટ્રેલિયાનો 309 રનનો રેકોર્ડ તોડી શક્યા ન હતા અને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું ચૂકી ગયા હતા.
મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની આ જોડી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી સફળ જોડી છે. આ બંનેના નામે ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરતી વખતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. ઓપનિંગ કરતી વખતે, મંધાના અને શેફાલીએ મળીને ટેસ્ટની માત્ર 9 ઈનિંગ્સમાં ભારત માટે કુલ 810 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: શેફાલી વર્માએ ચેન્નાઈ ટેસ્ટમાં ધૂમ મચાવી, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ