IND W vs WI W: સ્મૃતિ મંધાના વેસ્ટ ઇન્ડિઝ પર ભારે! અંતિમ 3 ઇનીંગમાં ફટકાર્યુ બીજુ શતક

ભારતની મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ને વેસ્ટ ઈન્ડિઝ પસંદ છે. આ ટીમ સામે મોટો સ્કોર કરવો તેની આદત છે. સંજોગો ગમે તે હોય, સ્મૃતિ કેરેબિયન ટીમ સામે મક્કમતાથી રમે છે.

IND W vs WI W: સ્મૃતિ મંધાના વેસ્ટ ઇન્ડિઝ પર ભારે! અંતિમ 3 ઇનીંગમાં ફટકાર્યુ બીજુ શતક
Smriti Mandhana એ જરુરિયાતના સમયે શાનદાર ઇનીંગ રમી
| Edited By: | Updated on: Mar 12, 2022 | 9:43 AM

ભારતીય ક્રિકેટ ચાહકોને ટીમ ઈન્ડિયા (Team India) ની જીત ગમે છે. એ જ રીતે ભારતની મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ને વેસ્ટ ઈન્ડિઝ ગમે છે. આ ટીમ સામે મોટો સ્કોર કરવો તેની આદત છે. જેમ કે તેને કેરેબિયન બોલરોનો દોર ખોલવામાં આનંદ આવે છે. સંજોગો ગમે તે હોય, સ્મૃતિ કેરેબિયન ટીમ સામે મક્કમતાથી રમે છે. ફરી એકવાર તેણે આ વાત સાબિત કરી છે. વર્લ્ડ કપ ના મંચ પર જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી. સ્મૃતિ વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ઢાલ બનીને ઉભી રહી અને શાનદાર સદીની સ્ક્રિપ્ટ લખી.

સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 108 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે ચોગ્ગા વડે પોતાની સદીની વાર્તા લખી. વન ડે ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે આ તેની બીજી સદી છે. આ બે સદીની સ્ક્રિપ્ટ મંધાનાએ કેરેબિયન ટીમ સામે રમાયેલી છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં લખી છે. આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 106 રન બનાવ્યા હતા.

 

 

 

5મી ODI સદી ફટકારીને મિતાલીને પાછળ છોડી દીધી

સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામે તેની બીજી સદી ફટકારીને તેની ODI કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. તેણે ઘરની બહાર વિદેશી મેદાનો પર આ પાંચ સદી ફટકારી છે અને આવું કરનાર તે ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે. આ મામલામાં તેણે મિતાલી રાજના ઘરની બહાર સૌથી વધુ 4 સદીનો ભારતીય રેકોર્ડ તોડી નાખ્યો છે.

 

આ પણ વાંચોઃ Cricket: 34 વર્ષીય ભારતીય ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી, ગયા અઠવાડિયે સદી ફટકારી, વિરાટ-રોહિત સાથે ખૂબ રમ્યો હતો

આ પણ વાંચોઃ IPL 2022: T20 વિશ્વકપ જીતનારા ખેલાડીને KKR એ પોતાની સાથે જોડ્યો, ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સનુ લેશે સ્થાન

Published On - 9:32 am, Sat, 12 March 22