SL vs AUS: દાસુન શનાકાની તોફાની રમતે શ્રીલંકાની રાખી લાજ, 3 ઓવરમાં 59 રન જરુરી હતા ત્યારે જ છગ્ગા વરસાવી અપાવી જીત

|

Jun 12, 2022 | 7:53 AM

શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા (Dasun Shanaka) એ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ T20Iમાં બેટિંગ ગિયર બદલ્યો, પહેલા 12 બોલમાં ધીમી ગતિ કરી અને પછીના 13 બોલમાં આતશી રમત રમી જીત અપાવી હતી.

SL vs AUS: દાસુન શનાકાની તોફાની રમતે શ્રીલંકાની રાખી લાજ, 3 ઓવરમાં 59 રન જરુરી હતા ત્યારે જ છગ્ગા વરસાવી અપાવી જીત
Dasun Shanaka તોફાની અડદી સદી નોંધાવી હતી

Follow us on

ઓસ્ટ્રેલીયાની ટીમ શ્રીલંકાના પ્રવાસે છે. જ્યાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા (Sri Lanka vs Australia) વચ્ચે પલ્લેકેલેમાં ટી20 સિરીઝની અંતિમ અને ત્રીજી મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના અરમાન શ્રીલંકા ને ક્લીન સ્વીપ કરવા માટે ત્યાં હતો. પરંતુ, તેની ઈચ્છા અને શ્રીલંકન ટીમ વચ્ચે ઉભા રહીને કેપ્ટન દાસુન શનાકા (Dasun Shanaka) એ એવી ઈનિંગ્સ રમી કે જીતની ઈચ્છા ધરાવતું ઓસ્ટ્રેલિયાએ અંતિમ મેચમાં હાર સહન કરવી પડી. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ T20Iમાં બેટિંગ ગિયર બદલ્યો હતો, પહેલા 12 બોલમાં ધીમી ગતિ કરી અને પછીના 13 બોલમાં આતશી ઈનીંગ રમી હતીય શનાકાએ માત્ર 25 બોલમાં જ મેચમાં એવું તોફાન મચાવ્યું કે ઓસ્ટ્રેલિયાની જીતની આશા ક્યારે હવામાં ઉડી ગઈ તે ખબર પણ ન પડી. પરિણામ એ આવ્યું કે ટી-20 શ્રેણી જે ઓસ્ટ્રેલિયાના પક્ષમાં 3-0 થી આગળ વધતી જણાતી હતી, તેની અંતિમ સ્ક્રિપ્ટ 2-1 તરીકે લખવામાં આવી હતી.

શ્રેણીની ત્રીજી અને છેલ્લી T20માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 19.5 ઓવરમાં દાસુન શનાકાના બેટ વડે નિકળેલા છગ્ગાની મદદથી આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શ્રીલંકાએ આ મેચ 1 બોલ બાકી રહેતા 4 વિકેટે જીતી લીધી હતી.

ઓસ્ટ્રેલિયા સામે શનાકાની આવી હતી ઈનિંગ્સ

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20માં દાસુન શંકાએ 38 મિનિટ સુધી બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે અણનમ રહીને 25 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા. 216ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી આ ઇનિંગમાં 5 ફોર અને 4 સિક્સ સામેલ હતી. પ્રથમ દૃષ્ટિએ, તેની આ ઇનિંગ તમને વિનાશક ન લાગે. પરંતુ જે ઇનિંગ્સે ઓસ્ટ્રેલિયા જેવી ટીમને હારના મુખમાં ધકેલી દીધી છે, તે કેવી રીતે વિનાશકારી ન હોઈ શકે. આ ઇનિંગના એ રૂપને સમજવા માટે તમારે શનાકાની આ ઇનિંગનું પોસ્ટમોર્ટમ કરવુ પડશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

12 બોલમાં માત્ર 6 રન, પછી 13 બોલમાં 48 રન

શ્રીલંકાને જીતવા માટે છેલ્લી 3 ઓવરમાં એટલે કે 18 બોલમાં 59 રનની જરૂર હતી. શનાકા આ સમયે 12 બોલમાં માત્ર 6 રન બનાવીને રમી રહ્યો હતો. પરંતુ, પછી અચાનક તેણે પોતાનું બેટિંગ ગિયર બદલી નાખ્યું. તે જમીન પર હતો, અને હવે તેણે હવામાં વાત કરવાનું શરૂ કર્યું. અને તે પછીના 13 બોલમાં કર્યું, જેની કોઈને અપેક્ષા નહોતી. આ 13 બોલમાં તેના મોટાભાગના ચોગ્ગા અને છગ્ગા નોંધાવતા તેણે 48 રન બનાવ્યા હતા. અને આ રીતે શનાકાએ પોતાના 54 રન કર્યા હતા.

શનાકાએ ડેથ ઓવરોમાં અડધી સદી ફટકારી હતી

ડેથ ઓવર્સમાં બેટિંગ કરતાં શનાકાએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 17મી ઓવરમાં 2 રન બનાવ્યા હતા. 18મી ઓવરમાં 21 રન, 19મી ઓવરમાં 12 રન અને 20મી ઓવરમાં 15 રન. શનાકા ટી20 ઈન્ટરનેશનલમાં રન ચેઝ કરતી વખતે અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

Published On - 7:47 am, Sun, 12 June 22

Next Article