ધોનીનું સ્પેશ્યિલ બેટ અને 13 બોલમાં ફિફ્ટી મારનાર CSK નો ઉર્વિલ પટેલ એક દિવસમાં 200 છગ્ગા મારવાની કરે છે પ્રેકટિસ

CSK ની ટીમના ઉર્વિલ પટેલે લખનઉની સામે માત્ 13 બોલમાં IPL ઈતિહાસની સૌથી વધુ ઝડપી અર્ધ સદી ફટકારી છે. ઉર્વિલ રોજ 600 છગ્ગા મારવાની પ્રેકટિસ અને ધોની દ્વારા મળેલા ખાસ બેટના જોરે પોતાની ઈનિંગની શરૂઆતમાં 8 8 બોલમાં 6 છગ્ગા ફટકારી વિશ્વ રેકોર્ડ રચી દીધો છે.

ધોનીનું સ્પેશ્યિલ બેટ અને 13 બોલમાં ફિફ્ટી મારનાર CSK નો ઉર્વિલ પટેલ એક દિવસમાં 200 છગ્ગા મારવાની કરે છે પ્રેકટિસ
| Updated on: May 11, 2026 | 6:23 PM

રવિવારની સાંજે ચેન્નાઈનુ ચેપોક સ્ટેડિયમ અને સામે 204 રનોનો વિશાળ સ્કોર, જ્યારે સંજુ સેમસન ચોછી ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યો. ત્યારે કોઈએ વિચાર્યુ પણ ન હતુ કે આવનારી મિનિટોમાં IPL નો ઈતિહાસ જ બદલાઈ જશે. 26 વર્ષનો ઉર્વિલ પટેલ ક્રિઝ પર આવ્યો અને પહેલા જ બોલ પર સિંગલ લીધા બાદ તેમણે જે તોફાન મચાવ્યુ, તેનાથી લખનઉ સુપર જાયન્ટ્સના બોલરોના છક્કા છુટી ગયા. 8 બોલમાં 6 છગ્ગા ફટકારી કૂલ 41 રન, ચેપોકના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય કોઈ બેટ્સમેનને તેની ઈનિંગની શરૂઆતમાં આ પ્રકારે તોફાન મચાવતો નથી જોયો.

લખનઉ સામેની મેચમાં ઉર્વિલ પટેલે એવી બેટીંગ કરી કે જેને પાગલપન કહેવુ પણ ઓછુ હશે. તેમણે આવેશ ખાનની ઓવરમાં સતત ત્રણ છગ્ગા જડ્યા અને દિગ્વિજય રાઠીથી લઈને અનુભવી મોહમ્મદ શમી સુધી કોઈને ન છોડ્યા. જોતજોતામાં જ ઉર્વિલે માત્ર 13 બોલમાં તેની ફિફ્ટી પુરી કરી લીધી, જે IPL ના ઈતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી ફિફ્ટી છે. આ આતિશબાજી દરમિયાન તેમણે એક અનોખો રેકોર્ડ પોતાને નામ કર્યો. જે IPL ઈતિહાસનો પ્રથમ એવો બેટ્સમેન બની ગયો જેમણે ઈનિંગના શરૂઆતના 8 બોલમાં જ 6 છગ્ગા ફટકાર્યા. આઠ બોલ બાદ તેનો સ્કોર હતો 41 રન. જેમણે પાછલા 33 રનના રેકોર્ડને ઘણો પાછળ છોડી દીધો.

ગુરુને આપ્યુ વચન અને પિતાને સમર્પિત કરી ઈનિંગ

આ દમદાર ઈનિંગ એ કોઈ જોગાનુંજોગ નથી પરંતુ એક અતૂટ આત્મવિશ્વાસ હતો. તેમના કોચ પ્રકાશ પટણી જણાવે છે કે મેચના ત્રણ દિવસ પહેલા ઉર્વિલે તેમને જણાવ્યુ હતુ, “સર, હું ધમાકો કરીશ” મેદાન પર જ્યારે તેમણે આ કીર્તિમાન રચ્યો તો તેમના હાથમાં એક કાગળ હતો જેના પર લખ્યુ હતુ, ‘આ તમારા માટે પપ્પા.’ઉર્વિલે 23 બોલમાં 65 રનની ઈનિંગ રમી, જેમા 8 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા. આ દમદાર પ્રદર્શન સાથે તેમણે CSK ની જીત કન્ફર્મ કરી દીધી. આયુષ મહાત્રેની ઈજાને કારણે ટીમમાં સ્થાન મેળવેલા ઉર્વિલ પટેલે આ તકને બંને હાથોથી ઝડપી લીધી અને સાબિત કરી દીધુ કે તે આધુનિક T-20 ક્રિકેટના અસલી બાઉન્ડ્રી હંટર છે.

દરરોજ 200 છગ્ગાની પ્રેકટિસ અને ધોનીએ ગિફ્ટ આપેલુ ખાસ બેટ

ઉર્વિલ પટેલની આ સફળતાનું રાઝ તેની સખત પ્રેકટિસમાં રહેલુ છે. IPl 2026ની તૈયારી કરવા માટે તેમણે ગુજરાતના પાલનપુરમાં અભ્યાસ કર્યો. તે રોજ સવારે 5 વાગ્યે ઉઠીને મેદાન પર પ્રેકટિસ કરવા માટ જતા અને બપોરે 1 વાગ્યા સુધી સતત બેટીંગની પ્રેકટીસ કરતા. કોચ પ્રકાશ પટણીના જણાવ્યા અનુસાર ઉર્વિલે એક મહિના સુધી એક પણ દિવસ પાડયા વિના રોજ 200 છગ્ગા મારવાની પ્રેકટિસ કરી. આ તૈયારીમાં દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોનીનો પણ મોટો ફાળો છે. ધોનીએ ઉર્વિલને ભારે બોટમવાળુ એક બેટ ગિફ્ટ કર્યુ હતુ અને સાલ આપી હતી કે ભારે બેટ તેને લાંબા છગ્ગા ફટકારવામાં મદદ કરશે. લખનઉ સામેની મેચમાં ઉર્વિલ આ જ ભારે બોટમ માળા કસ્ટમાઈઝ્ડ બેટથી રમ્યો હતો.

આંકડાની દુનિયામાં સિક્સર કિંગ ઉર્વિલ

જ્યારે પ્રતિ છ બોલનો સરેરાશ સામનો કરવાની વાત આવે છે, ત્યારે ઉર્વિલ પટેલ હવે વિશ્વના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં સ્થાન ધરાવે છે. T20 ક્રિકેટમાં તેનો રેકોર્ડ દર્શાવે છે કે તે દર 9.34 બોલ પર એક છગ્ગો ફટકારે છે. આ આંકડા તેને આન્દ્રે રસેલ (6.6), નિકોલસ પૂરન (7.1) અને ક્રિસ ગેલ (9.2) જેવા દિગ્ગજોની નજીક મૂકે છે. ઉર્વિલની છગ્ગા મારવાની ફ્રિક્વન્સી રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હેનરિક ક્લાસેન જેવા ખેલાડીઓ કરતા પણ વધુ સારી છે. ઘરેલુ ક્રિકેટમાં તેનો રેકોર્ડ એટલો જ શાનદાર રહ્યો છે; તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન માત્ર 28 બોલમાં સદી ફટકારીને સનસનાટી મચાવી હતી.

ભારતમાં સૌપ્રથમ શરૂ થયેલા પેટ્રોલ પંપ પર કેવી રીતે ભરાતુ હતુ પેટ્રોલ, કેવી રીતે થતુ સપ્લાય? 1 લીટર પેટ્રોલની શું હતી કિંમત?

Follow Us