Shubman Gill message to MS Dhoni: 8 છગ્ગા વાળી સદી નોંધાવ્યા બાદ શુભમન ગિલે ચેન્નાઈ સુપર કિંગ્સને લલકાર્યુ! કહી મોટી વાત

GT vs CSK, Qualifier 1, IPL 2023: રવિવારે શુભમન ગિલે RCB ને બહારનો રસ્તો દેખાડતી શાનદાર સદી ફટકારી હતી. હવે ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મંગળવારે ગુજરાત ટાઈટન્સ મેદાને ઉતરશે. આ પહેલા જ ગિલના બોલ ધોની સેના માટે લલકાર સમાન છે.

Shubman Gill message to MS Dhoni: 8 છગ્ગા વાળી સદી નોંધાવ્યા બાદ શુભમન ગિલે ચેન્નાઈ સુપર કિંગ્સને લલકાર્યુ! કહી મોટી વાત
Shubman Gill message to MS Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 10:55 AM

IPL 2023 થી RCB બહાર થઈ ચુક્યુ છે. વિરાટ કોહલીની સદી બાદ બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચવાની આશાઓ બાંધીને બેઠુ હતુ, પરંતુ રવિવારની રાત્રીએ શુભમન ગિલે શાનદાર સદી વડે સપનાઓ પર પાણી ફેરવી દીધુ. ગુજરાત માટે ઔપચારીકતા સમાન મેચ હતી, પરંતુ બેંગ્લોર માટે જાણે મેચમાં જીવ ફસાયેલો હતો. મેચ 6 વિકેટથી બેંગ્લોર હાર્યુ અને સિઝનથી ઘર આંગણે જ વિદાય લેવી પડી હતી. બેગ્લોર માટે વિલન અને ગુજરાત માટે હિરોની ભૂમિકા નિભાવનારા શુભમન ગિલે મેચ બાદ જે કહ્યુ એ ચેન્નાઈ અને ધોની માટે લલકારથી કમ નથી.

ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં પહોંચનારી સિઝનની પ્રથમ ટીમ હતી. 14માંથી 10 મેચ જીતીને ટીમ 20 પોઈન્ટ્સ લીગ તબક્કાના અંતે ધરાવે છે. બેંગ્લોર સામેની હાર જીતથી ગુજરાતને માટે કોઈ જ ફરક પડવાનો નહોતો, પરંતુ જીત ટીમના આત્મવિશ્વાસને વધારે મજબૂત કરી શકે છે. આજ કામ ગુજરાતે બેંગ્લોર સામે રવિવારે કર્યુ હતુ. ઔપચારિકતા નહીં પરંતુ એક મેચના રુપમાં જીત એ જ લક્ષ્ય સાથે રમત દર્શાવીને બેંગ્લોરની આશાઓને ધોઈ નાંખી હતી. યુવા ઓપનર ગિલે શાનદાર 104 રન 52 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. જેમાં તેમે 8 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.

ગિલે જીત બાદ ધોનીને લલકાર્યો!

સિઝનમાં શુભમન ગિલ બીજા હાફમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે પોતાની બેટિંગ વડે સૌને પ્રભાવિત કરી દીધા છે. બેંગ્લોર સામેની તેની સદી સૂઝબૂઝ અને ટીમને રન અને વિકેટની જરુરીયાતની સમજણ સાથેની રમત બતાવી હતી. ગિલે મેચ બાદ કહ્યુ હતુ કે, “હવે હું મારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં સક્ષમ છું, જે હું IPL ના પહેલા હાફમાં કરી શક્યો ન હતો. મેં પહેલા હાફમાં 40-50 રન બનાવ્યા પરંતુ તેને મોટા સ્કોરમાં ફેરવી શક્યો નહીં. સદભાગ્યે, IPL 2023 ના બીજા હાફમાં, હું હવે આમ કરી રહ્યો છું.”

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

ચેન્નાઈ સામેની મેચ પહેલા ગિલે મોટી વાત કરી દીધી છે. ગિલે બતાવ્યુ હતુ કે, તેઓ ચેન્નાઈને હરાવીને ફાઈનલમાં સીધી એન્ટ્રી મેળવશે. ગિલે કહ્યુ હતુ કે “ચેન્નાઈ સામે ચેન્નાઈમાં રમવું રસપ્રદ રહેશે. અમે તેને જીતવા અને બીજી વખત ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું.”

આ પણ વાંચોઃ Naveen-Ul-Haq vs Virat Kohli: મુંબઈ કરતા નવીન ઉલ હક વધારે ખુશ? IPL 2023 થી RCB બહાર થતા કર્યુ આ કામ! Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">