અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલ એ ફરી સેન્ચુરી મારી છે. શાનદાર સેન્ચુરીની મદદથી તેણે કવોલિફાયર મેચમાં મુંબઈના હાલ બેહાલ કર્યા હતા. તે ગુજરાત માટે સૌથી વધારે સેન્ચુરી મારનાર ખેલાડી બન્યો છે. 23 વર્ષની ઉંમરમાં આ કમાલ કરીને તેણે લોકોને પોતાના ફેન બનાવી દીધા છે. ઓરેન્જ કેપની રેસમાં હાલમાં તે 700થી વધુ રન સાથે પહેલા ક્રમે છે. આઈપીએલ 2023માં સતત 2 સેન્ચુરી ફટકાર્યા બાદ આજે તેણે આ સિઝનની ત્રીજી સેન્ચુરી ફટકારી હતી.
શુભમન ગિલ એ 49 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 8 સિક્સર ફટકારી હતી. શુભમન ગિલની સેન્ચુરીની સાથે જ આઈપીએલ 2023માં 12મી સેન્ચુરી નોંધાઈ છે. 16મી સિઝનમાં સૌથી વધારે સેન્ચુરી મારનાર તે એક માત્ર ખેલાડી બન્યો છે. જો ગુજરાત ટાઈટન્સની ટીમ ફાઈનલમાં પહોંચે અને શુભમન ગિલ ત્યાં પણ સેન્ચુરી ફટકારે તો તે વિરાટ કોહલીનો વર્ષ 2016નો 4 સેન્ચુરીના રેકોર્ડની બરાબરી કરશે.
આકાશ મધવાલની ઓવરમાં તે 129 રનના સ્કોર પર કેચ આઉટ થયો હતો. ટિમ ડેવિડ એ કેચ પકડીને મુંબઈ ઈન્ડિયન્સને 17મી ઓવરમાં સફળતા અપાવી હતી. શુભમન ગિલ એ આજે 60 બોલમાં 129 રન બનાવ્યા હતા. આજે તેણે કુલ 7 ચોગ્ગા અને 10 સિક્સર ફટકારી હતી. તેણે આજે 215 ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
!
Stand and applaud the Shubman Gill SHOW #TATAIPL | #Qualifier2 | #GTvMI | @ShubmanGill pic.twitter.com/ADHi0e6Ur1
— IndianPremierLeague (@IPL) May 26, 2023
Shubman Gill continues his tremendous form with the bat!
Fifth Fifty of the season for him
Follow the match ▶️ https://t.co/f0Ge2x8XbA#TATAIPL | #Qualifier2 | #GTvMI | @ShubmanGill pic.twitter.com/MLw9p9RROG
— IndianPremierLeague (@IPL) May 26, 2023
Extraordinary!
Shubman Gill is putting on a show once again with his supreme batting #TATAIPL | #Qualifier2 | #GTvMI | @ShubmanGill pic.twitter.com/aE8nEZxI19
— IndianPremierLeague (@IPL) May 26, 2023
Spirit of Cricket
Rohit Sharma Shubman Gill #TATAIPL | #Qualifier2 | #GTvMI pic.twitter.com/x6pRcthNOb
— IndianPremierLeague (@IPL) May 26, 2023
IPL 2023માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલ
Toss Update @mipaltan win the toss and elect to field first against @gujarat_titans in Ahmedabad.
Follow the match ▶️ https://t.co/f0Ge2x8XbA#TATAIPL | #Qualifier2 | #GTvMI pic.twitter.com/BdK4DQl7Qr
— IndianPremierLeague (@IPL) May 26, 2023
ગુજરાત ટાઇટન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ
Published On - 9:15 pm, Fri, 26 May 23