
ભારતે પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું. ભારતની જીતમાં શુભમન ગિલે શાનદાર ઈનિંગ રમી અને 80 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો. ગિલ ભલે પોતાની સદી પૂરી ન કરી શક્યો પરંતુ પોતાની ઈનિંગથી તેણે ભારતીય ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
ગિલે 75 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ગિલની ઈનિંગના દમ પર ભારતે 45.2 ઓવરમાં 4 વિકેટે 262 રનનો સ્કોર કરીને મેચ 6 વિકેટે જીતી લીધી.
SHUBMAN GILL AVERAGES 60 NOW IN ODI CRICKET WITH OVER 100 STRIKE RATE. pic.twitter.com/LKjktr7EXb
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2026
પોતાની 80 રનની ઈનિંગ દરમિયાન શુભમન ગિલે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ગિલ વન-ડે ક્રિકેટમાં 100 થી વધુનો સ્ટ્રાઈક રેટ અને 60 ની એવરેજ (સરેરાશ) ધરાવતો દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ આંકડો 50 થી વધુ ઈનિંગ્સ રમી ચૂકેલા બેટ્સમેનોનો છે.
જો કે, દુનિયામાં 100 થી વધુની સ્ટ્રાઈક રેટથી વન-ડે ક્રિકેટમાં બેટિંગ કરનારા કેટલાક બેટ્સમેનો રહ્યા છે, જેમાં એબી ડી વિલિયર્સનું નામ પણ છે પરંતુ તેની સરેરાશ 60 ની નહોતી. હવે ગિલ વન-ડે ક્રિકેટમાં 60 ની સરેરાશ અને 100 થી વધુનો સ્ટ્રાઈક રેટ ધરાવતો દુનિયાનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે.
Shubman Gill has again achieved 60+ Average in ODI
Shubman Gill is the only batter in the world with
– 50+ Average
– 100+ SR pic.twitter.com/Hr1vg6wdQZ— Raja (@_raja_kumar) July 14, 2026
જીતવા માટે 259 રનનો પીછો કરતા ભારતે 45.2 ઓવરમાં ચાર વિકેટે 262 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી. એક સમયે ટીમનો સ્કોર 160 રન પર ચાર વિકેટ હતો. જો કે, ત્યારબાદ પ્લેયર ઓફ ધ મેચ અક્ષર અને વોશિંગ્ટને પાંચમી વિકેટ માટે અણનમ 102 રનની ભાગીદારી કરીને ભારતને આસાન જીત અપાવી દીધી.
ગિલ શાનદાર ફોર્મમાં દેખાયો અને 75 બોલની પોતાની ઈનિંગમાં 11 ચોગ્ગા તથા એક છગ્ગો ફટકાર્યો. સદીની નજીક પહોંચતા પહેલા જ સ્નાયુઓમાં ખેંચાણના કારણે તે રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો.
આ જીત સાથે ભારતે બ્રિટન પ્રવાસ પર જીતનું ખાતું ખોલ્યું. આ પહેલા ટીમને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની ટી20 ઇન્ટરનેશનલ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગિલે, રોહિત શર્મા (11) અને વિરાટ કોહલી (5) સસ્તામાં આઉટ થયા બાદ ભારતની બાજી સંભાળી. તેણે શ્રેયસ અય્યર (35) સાથે ત્રીજી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.