Shivam Dube, IPL 2022 Auction: શિવમ દુબેના પરિવારમાં ડબલ ખુશી, ચેન્નાઇ સુપર કિંગ્સે 4 કરોડમાં ખરિદ્યો, પત્નિએ પુત્રને જન્મ આપ્યો

Shivam Dube Auction Price: આરસીબી સિવાય શિવમ દુબે રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે.

Shivam Dube, IPL 2022 Auction: શિવમ દુબેના પરિવારમાં ડબલ ખુશી, ચેન્નાઇ સુપર કિંગ્સે 4 કરોડમાં ખરિદ્યો, પત્નિએ પુત્રને જન્મ આપ્યો
Shivam Dube ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાયો હતો
| Edited By: | Updated on: Feb 13, 2022 | 7:11 PM

ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા શિવમ દુબે (Shivam Dube) માટે રવિવાર બેવડી ખુશી લઈને આવ્યો. સ્ટાર ઓલરાઉન્ડર રવિવારે પિતા બન્યો જ્યારે તેની પત્ની અંજુમ ખાને  પુત્રને જન્મ આપ્યો. તે જ સમયે, આઇપીએલ 2022 ની હરાજી (Shivam Dube) માં પણ તેના પર ખૂબ પૈસા વરસાવવામાં આવ્યા હતા. શિવમ દુબે આઈપીએલની 15મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) તરફથી રમતા જોવા મળશે, જેણે તેના પાછળ ચાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. શિવમ દુબે પિતા બન્યા કે તરત જ તે IPL માં ડેડી આર્મી તરીકે ઓળખાતી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાઈ ગયો.

શિવમ દુબેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. નવી લૉન્ચ થયેલી લખનૌ સુપર જાયન્ટ્સે તેના પર બોલી લગાવવાનું શરૂ કર્યું. આ પછી પંજાબ કિંગ્સ પણ રેસમાં જોડાઈ ગયા. પંજાબ 2.2 કરોડ સાથે પરત ફરતાની સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સ રેસમાં સામેલ થઈ ગઈ અને અહીંથી જ બંને વચ્ચે આ ઓલરાઉન્ડરને ખરીદવાની લડાઈ શરૂ થઈ. આખરે ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર કરોડની બોલી સાથે શિવમ દુબેને સામેલ કર્યો હતો.

પિતા બન્યો શિવમ દુબે

આ પહેલા શિવમ દુબેએ પોતાના ઓફિશિયલ સોશીયલ મીડિયા દ્વારા ચાહકોને પિતા બનવાના ખુશખબર આપ્યા હતા. તેણે પોતાની પત્ની અને પુત્રની તસવીર શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. આ તસવીરમાં શિવમની પત્ની અંજુમ ખાન ના ખોળામાં દીકરો દેખાઈ રહ્યો હતો. તસવીર શેર કરતા ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ લખ્યું, ‘અમારા જીવનમાં ખુશીઓ આવી છે, પુત્ર સાથે ઉપરોક્ત વ્યક્તિએ અમને આશીર્વાદ આપ્યા છે.’ ઓલ રાઉન્ડર ખેલાડી શિમવ દુબેએ ગત વર્ષે જુલાઇ માસમાં લગ્ન કર્યા હતા. તેણે પોતાની ગર્લ ફ્રેન્ડ અંજુમ ખાન સાથે લગ્ન કર્યા હતા.

 

 

શિવમ દુબેની આઈપીએલ કારકિર્દી 2019 માં શરૂ થઈ હતી

ભારતીય ખેલાડીઓ વચ્ચે ઓલરાઉન્ડર શિવમ દુબેને છગ્ગા મારવાની ક્ષમતાને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 4 કરોડમાં ઉમેર્યો હતો. IPLમાં શિવમ દુબેની કારકિર્દી વર્ષ 2019માં શરૂ થઈ હતી. તે વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ વિસ્ફોટક ઓલરાઉન્ડરને 4.40 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ દરમિયાન તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. શિવમ દુબેએ તેની IPL કરિયરમાં અત્યાર સુધી 24 મેચ રમી છે, જેમાં તેણે 120ના સ્ટ્રાઈક રેટથી 399 રન બનાવ્યા છે, આ દરમિયાન શિવમના ખાતામાં 4 વિકેટ પણ આવી છે. તેણે અત્યાર સુધી ભારત માટે 13 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 216 રન બનાવવાની સાથે 5 વિકેટ પણ લીધી છે.

 

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ધોની કરતા વધારે સેલરી મળવાને લઇને દીપક ચાહરે કહી મોટી વાત, બોલી રોકાવવા ઇચ્છતો હતો!

આ પણ વાંચોઃ Yash Dayal, IPL 2022 Auction: મુંબઇ એ પરખવામાં થાપ ખાધી અને ગુજરાત ટાઇટન્સે ઝડપી બોલર યશ દયાળને 3.20 કરોડમાં ખરીદી લીધો, જાણો કોણ છે

Published On - 5:57 pm, Sun, 13 February 22