T20 World Cup 2022: શિમરોન હેટમાયર ફ્લાઈટ નહીં પકડી શકતા વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપથી જ પડતો મૂક્યો , ટીમથી બહાર કરાયો

|

Oct 04, 2022 | 8:35 AM

સમયસર એરપોર્ટ પર ન પહોંચવાને કારણે, શિમરોન હેટમાયર (Shimron Hetmyer) ફ્લાઇટ ચૂકી ગયો અને પરિણામે, તેને સજા તરીકે તેની ટીમથી જ છૂટ્ટી કરી દેવાઈ છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેને T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) ની ટીમમાંથી બહાર કરી દીધો છે.

T20 World Cup 2022: શિમરોન હેટમાયર ફ્લાઈટ નહીં પકડી શકતા વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપથી જ પડતો મૂક્યો , ટીમથી બહાર કરાયો
Shimron Hetmyer ને ફ્લાઈટ ચૂકી જવી ભારે પડી ગઈ

Follow us on

સમયને માન આપવુ જરુરી છે, નહીંતરને તેના ફટકા વેઠવા તૈયાર રહેવુ પડી શકે છે. આવુ જ કંઈક શિમરોન હેટમાયર (Shimron Hetmyer) ને સમજાઈ ચૂક્યુ છે. ફ્લાઈટને તે સમયસર પકડી નહીં શકતા તેને જે સજા મળી છે, તે તેના કરીયરમાં ક્યારેય ના ભૂલી શકાય એવી છે. એ તો ઠીક મનમાની કે આળસમાં રહેનારા અન્ય ક્રિકેટરો-ખેલાડીઓ માટે પણ શક રૂપ છે. સમયસર એરપોર્ટ પર ન પહોંચવાને કારણે, હેટમાયર ફ્લાઇટ ચૂકી ગયો અને પરિણામે, તેને સજા તરીકે તેની ટીમમાંથી રજા આપવામાં આવી. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે (West Indies Cricket Team) તેને T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) ની ટીમમાંથી બહાર કરી દીધો છે. તેની જગ્યાએ શેમાર બ્રુક્સને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

જ્યારે 14 સપ્ટેમ્બરે T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં શેમર બ્રુક્સનું નામ નહોતું. પરંતુ સમયનું ચક્ર ફર્યુ અને એવું દ્રશ્ય સર્જાયું કે તેના માટે ઓસ્ટ્રેલિયા જવાનો રસ્તો ખુલી ગયો. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે પોતે હેટમાયરને T20 વર્લ્ડ કપ ટીમમાંથી હટાવીને બ્રુક્સના સમાવેશ અંગે માહિતી આપી છે.

જો ફ્લાઇટ ચૂકી જતા ટીમથી જ બહાર કરી દેવાયો

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે હેટમાયર માટે એક વખત પહેલા પણ ફ્લાઈટ્સ રિશેડ્યુલ કરી હતી. તે પહેલા 1 ઓક્ટોબર એટલે કે શનિવારે ઓસ્ટ્રેલિયા જવાનો હતો, પરંતુ પારિવારિક કારણોને ટાંકીને તેની ફ્લાઈટ 3 ઓક્ટોબર એટલે કે સોમવારે રિશેડ્યૂલ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે તે સમયસર એરપોર્ટ ન પહોંચી શક્યો અને તેની ફ્લાઈટ ચૂકી ગઈ. હેટમાયરે આ ફ્લાઇટ છોડી ન હતી, પરંતુ T20 વર્લ્ડ કપથી દૂર પોતાના ઘરે બેસવાનો જ કાર્યક્રમ બનાવ્યો હતો. અને એવું જ થયું. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે તેને T20 વર્લ્ડ કપમાંથી રજા આપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હેટમાયરને વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે સંકેત આપ્યો હતો

એવું નથી કે શિમરોન હેટમાયરની હકાલપટ્ટીનો નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો હતો. તેના બદલે, આ માહિતી તેને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ દ્વારા પહેલેથી જ આપવામાં આવી હતી. જ્યારે તેની ફ્લાઇટ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી, ત્યારે જ તેને કહેવામાં આવ્યું હતું કે જો વધુ વિલંબ થશે, તો તેણે T20 વર્લ્ડ કપ ટીમમાં તેનું સ્થાન ગુમાવીને તેની કિંમત ચૂકવવી પડશે.

જો કે તેના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા બ્રુક્સ હવે આ સપ્તાહના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. આનો અર્થ એ થયો કે તે T20 વર્લ્ડ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં ભાગ નહીં લે. બ્રુક્સ સીધા મેલબોર્ન જશે, જ્યાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેમના ક્વોલિફાઈંગ રાઉન્ડના અભિયાનની શરૂઆત કરશે.

Published On - 8:14 am, Tue, 4 October 22

Next Article