ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાલ રજાઓ પર છે. હવે ટીમ ઈન્ડિયાએ સપ્ટેમ્બરના અંતમાં બાંગ્લાદેશ સામે આગામી શ્રેણી રમવાની છે, તે પહેલા ખેલાડીઓ કાં તો આરામ લઈ રહ્યા છે અથવા તો તેમના રાજ્યની લીગમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શાર્દુલ ઠાકુરે કહ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2020-21ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ખૂબ હેરાન કર્યા હતા. તેણે ખુલાસો કર્યો કે રવિ શાસ્ત્રી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે રોજ લડતા હતા.
શાર્દુલ ઠાકુરે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાની હોટલમાં ચાર-પાંચ દિવસ સુધી કોઈ હાઉસકીપિંગ સર્વિસ નહોતી. જો તમારે બેડશીટ બદલવી હોય તો તમારે પાંચ માળ ચડવું પડ્યું હતું અને તે પણ જ્યારે તમે થાકી ગયા હતા ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન ટિમ પેન ઈન્ટરવ્યુમાં સતત જૂઠ બોલતા હતા, તે ફક્ત પોતાની ઈમેજ સાચવી રહ્યા હતા.
Shardul Thakur on 2020-21 BGT in Australia:️-
Shame on you Australians and Australian cricket @CricketAus
Forever grateful to Captain @ImRo45 for owning Australia
— ⁴⁵ (@rushiii_12) August 6, 2024
Shardul Thakur highlighted the challenges they faced off the field in Australia during BGT 2020-21.
India had managed to comeback after being down 1-0 and win the series 2-1 Down Under. pic.twitter.com/CiFNEHsrY2
— Cricket.com (@weRcricket) August 10, 2024
શાર્દુલે આગળ કહ્યું, ‘હું સત્ય જાણું છું. વિરાટ કોહલી જ્યારે ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યો ત્યારે કેપ્ટન અજિંક્ય રહાણે અને રવિ શાસ્ત્રી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે સતત પોતાના અધિકારો માટે લડતા હતા, તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના ઘરે 2-1થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી છે.
આ પણ વાંચો: Paris Olympics 2024: ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતીય હોકી ટીમનું અપમાન! સોશિયલ મીડિયા પર ફેન્સ ભડક્યા
Published On - 7:59 pm, Sat, 10 August 24