
સંજુ સેમસનનું નામ છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. અને તેનું કારણ તેનું વિન્ડો ટ્રેડિંગ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CSK રવિન્દ્ર જાડેજા અને સેમ કરનના બદલામાં સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સ સાથે ટ્રેડ કરી શકે છે. જો આ ટ્રેડ ડીલ અપેક્ષા મુજબ સાકાર થાય છે, તો આ પહેલીવાર હશે જ્યારે સંજુ સેમસન IPLમાં પીળી જર્સીમાં રમતો જોવા મળશે. હવે મોટો પ્રશ્ન એ છે કે CSKમાં જોડાતા પહેલા સંજુ સેમસને રાજસ્થાન રોયલ્સ તરફથી કેટલા પૈસા કમાયા છે? આ રકમ 100 કરોડ કે 150 કરોડ નથી, પરંતુ કંઈક બીજું છે.
સંજુ સેમસન અને રાજસ્થાન રોયલ્સ કુલ 11 સિઝનથી જોડાયેલો છે. તે પહેલીવાર 2013, 2014 અને 2015 સિઝન માટે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો. ત્યારબાદ તે 2016 અને 2017 સિઝનમાં દિલ્હી ફ્રેન્ચાઈઝી માટે રમ્યો હતો. 2018 થી IPL 2025 સુધી તે RR સાથે રહ્યો. સંજુ સેમસન 2012 સિઝનમાં KKRમાં હતો પરંતુ તેણે રમવાની તક મળી નહીં.
એ સ્પષ્ટ છે કે સંજુ સેમસન પોતાના 14 વર્ષના IPL કરિયરમાં 11 વર્ષ રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો છે. આ 11 વર્ષમાં તેણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા કરોડોની કમાણી કરી છે. 11 વર્ષમાં તેની કુલ કમાણી ₹93 કરોડ રહી છે. તેની સિંગલ સિઝનની સૌથી વધુ કમાણી ₹18 કરોડ, IPL 2025માં આવી હતી.
2013માં જ્યારે રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસન સાથે કરાર કર્યો, ત્યારે RR એ તેને 1 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ તેને આગામી બે સિઝન માટે 4 કરોડ રૂપિયા મળ્યા. બે વર્ષ બાદ ફરી જ્યારે તે 2018માં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો, ત્યારે તેને 8 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા. આગામી ત્રણ સિઝન માટે તેને આ જ રકમ મળી. 2022માં સંજુ સેમસનની ફી વધારીને 14 કરોડ રૂપિયા કરવામાં આવી. તેને 2024 સુધી રાજસ્થાન રોયલ્સ તરફથી આ રકમ મળી. 2025માં તેને 18 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સ તરફથી કુલ ₹93 કરોડની કમાણી કર્યા પછી, સંજુ સેમસન હવે ચેન્નાઈ સુપર કિંગ્સમાં જવાનો હોવાના અહેવાલ છે. જો આવું થાય તો ચેન્નાઈ સુપર કિંગ્સ તેની ચોથી IPL ટીમ હશે.
આ પણ વાંચો: Womens World Cup 2025: વર્લ્ડ કપ વિજેતા વડોદરાની રાધા યાદવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સન્માન