SA20 League: પ્રથમ મેચમાં જ મચી ગઈ ધમાલ, Dewald Brevis એ વરસાવી દીધા છગ્ગા-Video

|

Jan 11, 2023 | 9:15 AM

SA20 League MI Cape Town vs Paarl Royals: લીગની શરુઆતની પ્રથમ જ મેચમાં શાનદાર ઈનીંગ જોવા મળી હતી. MI Cape Town ના બ્રેવિસે તોફાની રમત રમીને 5 છગ્ગા જમાવ્યા હતા.

SA20 League: પ્રથમ મેચમાં જ મચી ગઈ ધમાલ, Dewald Brevis એ વરસાવી દીધા છગ્ગા-Video
SA20: Dewald Brevis hitting sixes Video

Follow us on

19 વર્ષીય ડેવાલ્ડ બ્રેવિસ એટલે કે બેબી એબીએ કેપટાઉનમાં ધમાલ મચાવી દીધી છે. SA20 લીગની શરુઆતની પ્રથમ મેચમાં બેબી એબીની ધમાલે દર્શકો અને ક્રિકેટ રસિયાઓને મોજ કરાવી દીધી હતી. આ સાથે જ તેણે લીગમાં પોતાની ચમક બનાવી લીધી છે. જબરદસ્ત શોટ લગાવીને બ્રેવિસે દર્શકોને પુરુ મનોરંજન કરાવી દીધુ હતુ. સિઝીનની પ્રથમ મેચમાં જ તેની ટીમ એમઆઈ કેપટાઉને જીત મેળવી હતી. તેના બેટના શોટનૂ ગૂંજ માત્ર દક્ષિણ આફ્રિકામાં જ નહીં પરંતુ દુનિયાભરમાં સંભળાઈ હતી.

વિશ્વભરના ક્રિકેટ ચાહકોએ બ્રેવિસના વિડીયોને ખૂબ પસંદ કર્યા છે. પ્રથમ મેચમાં લગાવેલા શાનદાર વિશાળ શોટના એબી બેબીના વિડીયો સોશિયલ મીડીયા પર ખૂબ વાયરલ થવા લાગ્યા છે. જેને ક્રિકેટ ચાહકો પસંદ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

બ્રેવિસે લગાવ્યા 5 છગ્ગા

પાર્લ રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટના નુક્સાન પર 142 રન નોંધાવ્યા હતા. જેમાં જોસ બટલરે 42 બોલમાં 51 રન નોંધાવ્યા હતા. કેપટાઉન ટાન ટીમને રોયલ્સ તરફથી 143 રનનુ ટાર્ગેટ મળ્યુ હતુ. જે ટાર્ગેટનો પિછો કરતા યુવા સ્ટારે શાનદાર ઈનીંગ રમી હતી. તેણે જોત જોતામાં જ મેદાનનો માહોલ બદલી દીધો હતો. આ પહેલા જે માહોલ સરેરાશ લાગી રહ્યો હતો, એ માહોલ એકા એક જ ઉત્સાહિત અને ઉત્સવની જેમ ખુશીઓ ભર્યો બદલાઈ ગયો હતો.

પાર્લ રોયલ્સ સામે ન્યુલેન્ડમાં રમાયેલી પ્રથમ મેચમાં બ્રેવિસે એક બાદ એક 5 છગ્ગા જમાવી દીધી હતા. તેણે મેદાનની ચારે તરફ શોટ લગાવ્યા હતા. જેમાં કેટલાક વિશાળ શોટમાં બોલ સ્ટેડિયમના છાપરા પર જઈને પડ્યા હતા.

સોશિયલ મીડિયા પર બ્રેવિસના વિડીયો ખૂબ વાયરલ થવા લાગ્યા છે. હજુ એક સિક્સરનો વિડીયો જુઓ.

અડધી સદી નોંધાવી

મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉન ટીમ વતી ડેવાલ્ડ બ્રેવિસે ઓપનીંગમાં આવીને તોફાની અડધી સદી નોંધાવી હતી. તેણે 41 બોલમાં 70 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેણે 170 થી વધારેની સ્ટ્રાઈક રેટથી રમત રમી હતી. ઈનીગમાં તેણે 5 છગ્ગા અને 4 ચોગ્ગા જમાવ્યા હતા. તેની તોફાની રમતના પગલે કેપટાઉને 16મી ઓવરમાં જ લક્ષ્ય પાર કરી લીધુ હતુ. તેની સાથે આવેલ ઓપનર રિયાને 33 બોલમાં 42 રન નોંધાવ્યા હતા. જ્યારે સેમ કરને અંતમાં 2 છગ્ગા સાથે 20 રનની અણનમ ઈનીંગ રમી હતી.

 

Published On - 8:53 am, Wed, 11 January 23

Next Article