541 દિવસ બાદ જોફ્રા આર્ચરની ધમાકેદાર વાપસી, ત્રીજી જ બોલ પર લીધી વિકેટ

|

Jan 10, 2023 | 11:56 PM

MI cape town vs paarl royals : સાઉથ આફ્રીકામાં ટી-20 લીગની આજથી ધમાકેદાર શરુઆત થઈ છે. પહેલી જ મેચમાં ઝડપી બોલર જોફ્રા આર્ચરે ધમાકેદાર વાપસી કરી હતી.

541 દિવસ બાદ જોફ્રા આર્ચરની ધમાકેદાર વાપસી, ત્રીજી જ બોલ પર લીધી વિકેટ
Jofra archer brilliant come back
Image Credit source: Twitter

Follow us on

ઈંગ્લેન્ડના યુવા ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે 541 દિવસ પછી એટલે કે લગભગ 2 વર્ષ બાદ ક્રિકેટના મેદાન પર ધમાકેદાર વાપસી કરી છે. આખી દુનિયામાં ક્રિકેટ ફેન્સ ઈંગ્લેન્ડના યુવા ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની રાહ જોઈ રહી હતી. આજથી શરુ થયેલી દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં તેની ઓવરની ત્રીજી જ બોલ પર વિકેટ લઈને તેણે ક્રિકેટ જગતમાં ધમાલ મચાવી હતી. દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં ઉતર્યો છે અને ઉતરતાની સાથે જ આ બોલરે પોતાનો જાદુ બતાવી દીધો છે. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2021માં ભારત સામે રમી હતી. આ પછી, તે ઇજાઓ સાથે સંઘર્ષ કરવાનું ચાલુ રાખ્યું અને મેદાનની બહાર રહ્યો.

દક્ષિણ આફ્રિકા T20 લીગમાં આર્ચર મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી ટીમ MI કેપટાઉન તરફથી રમી રહ્યો છે. ગયા વર્ષે યોજાયેલી IPL-2022ની હરાજીમાં મુંબઈએ આર્ચરને ખરીદ્યો હતો. પરંતુ તે ઈજાને કારણે રમી શક્યો ન હોતો. મુંબઈની ટીમ આઈપીએલની આ વર્ષની સિઝનમાં તેની હાજરી ઈચ્છશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

4 ઓવરમાં 3 વિકેટ

 

આજે પ્રથમ મેચમાં MI કેપ ટાઉનનો સામનો પાર્લ રોયલ્સ સામે થયો હતો. મેચની ત્રીજી ઓવર આર્ચરને આપવામાં આવી હતી અને આ ઓવરના ત્રીજા બોલ પર આર્ચરે તેની ટીમને એક વિકેટ મેળવી હતી, જે આ લીગની પ્રથમ વિકેટ હતી. એટલે કે આર્ચર દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં પ્રથમ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે પાર્લ રોયલ્સના વિહાન લુબ્બેને પોતાનો શિકાર બનાવ્યો. આખી મેચમાં તેણે 4 ઓવર નાંખી હતી. જેમાંથી 1 ઓવર તેણે મેડન નાંખી હતી. 4 ઓવરમાં 27 રન આપી 3 વિકેટ લઈ જોફ્રા આર્ચરે ધમાકેદાર વાપસી કરી હતી.

ઈજાને કારણે ક્રિકેટથી હતો દૂર

 

સાઉથ આફ્રિકામાં 10 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચે સાઉથ આફ્રીકાના નવી ટી-20 ક્રિકેટ લીગ SA20ની ધમાકેદાર રીતે રમાશે. 4 અઠવાડિયા સુધી રમાનાર આ લીગમાં 6 ટીમો વચ્ચે 33 મેચ રમાશે.આ લીગમાં 102 દેશી અને વિદેશી ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. તમામ 6 ટીમો રાઉન્ડ-રોબિન સ્ટેજમાં 2 વાર એકબીજા સામે ટકરાશે. આ રાઉન્ડના અંતે 2 સેમીફાઈનલ મેચ રમાશે અને 11 ફેબ્રુઆરીના રોજ ફાઈનલ મેચ રમાશે.

SA20 ક્રિકેટ લીગનું શેડયુલ

એમઆઈ કેપ ટાઉન, પાર્લ રૉયલ્સ ટીમ, ડરબન સુપરજાંયટ્સ, જૉબબર્ગ સુપર કિંગ્સ, પ્રિટોરિયા કેપિટલ, સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ જેવી 6 ટીમો વચ્ચે આ લીગ રમાશે. આ તમામ 6 ટીમોની ફ્રેન્ચાઈઝી એજ ફ્રેન્ચાઈઝી છે જે આઈપીએલમાં પણ ક્રિકેટ ટીમો ધરાવે છે. તમામ 6 ટીમોનો કેપ્ટન હાલમાં ટ્રોફી સાથેના ફોટોશૂટ માટે ભેગા થયા હતા. તેના ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા.

આ લીગમાં આઈપીએલના દિગ્ગજ ખેલાડીઓ પણ જોવા મળશે. આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી સેમ કરન, ઈંગ્લેન્ડને ટી-20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન જોસ બટલર, અફઘાનિસ્તાનના યુવા બોલર રાશિદ ખાન અને લાંબા સમયથી મેદાની બહાર રહેનાર જોફ્રા આર્ચર પણ આ લીગમાં ભાગ લઈ રહ્યા છે. આઈપીએલની જેમ આ લીગમાં પણ 4 વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા પડશે.

ક્યા જોવા મળશે આ મિની આઈપીએલ ?

ભારતમાં SA20 લીગની તમામ મેચનું પ્રસારણ Sports18 ચેનલ પર જોવા મળશે. તેની સાથે સાથે આ લીગ જિયો સિનેમાના એપ અને વેબસાઈટ પર લાઈવ જોવા મળશે.

Published On - 11:51 pm, Tue, 10 January 23

Next Article