RR vs RCB Predicted Playing XI: બેંગ્લોર અને રાજસ્થાન બંને માટે પ્લેઈંગ 11 પસંદ કરવી સરળ નહીં હોય, જાણો કોને મળશે તક

|

May 27, 2022 | 7:08 PM

Rajasthan Royals Vs Royal Challengers Bangalore Qualifier 2 Playing XI: બંને ટીમોની નજર ફાઇનલ પર છે અને તેથી આ બંને ટીમો તેમની શ્રેષ્ઠ પ્લેઇંગ-11 ઉતારવાનો પ્રયાસ કરશે.

RR vs RCB Predicted Playing XI: બેંગ્લોર અને રાજસ્થાન બંને માટે પ્લેઈંગ 11 પસંદ કરવી સરળ નહીં હોય, જાણો કોને મળશે તક
RR vs RCB: આજે ફાઈનલમા પહોંચવા માટેની ટક્કર

Follow us on

IPL 2022 ની પ્રથમ ફાઇનલિસ્ટ ટીમ ગુજરાત ટાઇટન્સ છે અને બીજી ટીમ કોણ હશે તે શુક્રવારે નક્કી કરવામાં આવશે. બીજી ક્વોલિફાયર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે જેમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RR vs RCB) ની ટીમ આમને સામને થશે. આ મેચ જીતનારી ટીમ રવિવારે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે ટકરાશે. ગુજરાતે પ્રથમ ક્વોલિફાયરમાં રાજસ્થાનને હરાવીને ફાઈનલની ટિકિટ બુક કરી હતી. ગુજરાત અને રાજસ્થાન ટોચ પર રહીને લીગ સ્ટેજ પૂરા કર્યા. તેથી આ બંને ટીમો પ્રથમ ક્વોલિફાયર રમી હતી. પ્રથમ ક્વોલિફાયરમાં હારનાર ટીમને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળે છે. બીજી તરફ, એલિમિનેટરમાં રમી રહેલી ટીમને ક્વોલિફાયર 2ની અડચણ પાર કરવી પડશે. આ મેચ બંને માટે ફાઈનલની ચાવી છે અને તેથી બંને ટીમો તેમના શ્રેષ્ઠ પ્લેઈંગ-11 (RR vs RCB Playing-11) ને ઉતારવા ઈચ્છે છે.

રાજસ્થાનની ટીમ 2008થી ફાઇનલમાં રમી નથી જ્યારે બેંગ્લોર 2016થી ફાઇનલમાં પહોંચી નથી. આવી સ્થિતિમાં, આ મેચમાં બંને ટીમો પોતાની જાન લગાવી દેશે. રાજસ્થાન તેની છેલ્લી મેચમાં હારી ગયું હતું. આવી સ્થિતિમાં તે પાછલી મેચની ભૂલોમાંથી શીખવા માંગશે અને આ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કરશે. બેંગ્લોર એ જ રમત ચાલુ રાખવાનો પ્રયાસ કરશે જે તેણે લખનૌ સામે બતાવ્યો હતો.

બેંગલોર બદલાશે નહીં!

છેલ્લી મેચ બેંગ્લોર માટે શાનદાર રહી હતી. રજત પાટીદારે જોરદાર રમત બતાવતા સદી ફટકારી હતી અને અણનમ 112 રન બનાવ્યા હતા. પ્લેઓફમાં અનકેપ્ડ ભારતીય દ્વારા આ પ્રથમ સદી છે. આ ટીમે બોલિંગમાં પણ સારો દેખાવ કર્યો હતો. આવી સ્થિતિમાં, આ ટીમ તેના પ્લેઇંગ-11 માં ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે. ટીમ તેના વિનિંગ કોમ્બિનેશનને જાળવી રાખવા માંગશે જેથી ટીમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે અને ટીમ ફાઈનલ સુધી પહોંચે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજસ્થાનની ટીમ બદલાશે?

રાજસ્થાન માટે છેલ્લી મેચમાં તેની બોલિંગ અસરકારક સાબિત થઈ ન હતી. યુઝવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિન નિષ્ફળ રહ્યો હતો. ઓબેદ મેકકોય પણ ચાલી શક્યો ન હતો, પરંતુ આ ટીમમાં ફેરફારની શક્યતા હજુ પણ પાતળી લાગે છે. યશસ્વી જયસ્વાલનું બેટ પણ ચાલ્યું ન હતું, જોકે ટીમ તેને વધુ એક તક આપશે કારણ કે તે આ પહેલા સારી ઇનિંગ્સ રમી ચૂક્યો છે.

બંને ટીમના સંભવિત પ્લેઈંગ-11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, મહિપાલ લોમરોર, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ, ઓબેદ મેકકોય.

Published On - 10:00 am, Fri, 27 May 22

Next Article