RCB vs GT IPL Match Result: વિરાટ કોહલીની વિજયી ઈનીંગ, અડધી સદીની મદદ થી બેંગ્લોરને ગુજરાત સામે 8 વિકેટે અપાવી જીત

|

May 20, 2022 | 8:54 AM

Royal Challengers Bangalore vs Gujarat Titans IPL Match Result: બેંગ્લોર માટે આજે મેચ જીતવી એ કરો યા મરો બરાબર હતી. ખરા સમયે વિરાટ કોહલીની બેટ ચાલ્યુ હતુ અને જેને લઈ બેંગ્લોરને જીત આસાન થઈ હતી.

RCB vs GT IPL Match Result: વિરાટ કોહલીની વિજયી ઈનીંગ, અડધી સદીની મદદ થી બેંગ્લોરને ગુજરાત સામે 8 વિકેટે અપાવી જીત
RCB vs GT: વિરાટ કોહલીની શાનદાર ઈનીંગ વડે બેંગ્લોરની જીત

Follow us on

IPL 2022 ની 67મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈન્ટસ (Royal Challengers Bangalore vs Gujarat Titans) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. વિરાટ કોહલી (Virat Kohli) અડધી સદીની રમત વડે બેંગ્લોરની જીતનો પાયો નંખાયો હોચ. બેંગ્લોરે 19મી ઓવરમાં જ 8 વિકેટ થી જીત મેળવી લીધી હતી.  ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. ગુજરાતે 168 રન 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને સ્કોર કર્યો હતો. હાર્દિક પંડ્યાએ ગુજરાત માટે અડદી સદી ફટકારી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL-2022 ના પ્લેઓફમાં રહેવા માટે બેંગ્લોરને આ મેચમાં જીતની જરૂર હતી. આવી સ્થિતિમાં આ મેચમાં કોહલી અને ડુ પ્લેસિસે પોતાના ફોર્મમાં પરત ફરીને ટીમને રેસમાં જાળવી રાખી છે.

169 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની શરૂઆત શાનદાર રહી હતી. જ્યારે વિરાટ કોહલી તેના જૂના રંગમાં દેખાયો, ત્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પણ તેના બેટથી રન લીધા. બંનેએ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. જોકે ચોથી ઓવરમાં જ રાશિદ ખાને વિરાટ કોહલીનો કેચ છોડ્યો હતો. કોહલીએ આનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.

કોહલીએ અડધી સદી ફટકારી હતી

આનો ફાયદો ઉઠાવીને કોહલીએ આ સિઝનની બીજી અડધી સદી ફટકારી હતી. અગાઉ તેણે આ સિઝનમાં જે અડધી સદી ફટકારી હતી તે પણ ગુજરાત સામે હતી. આ દરમિયાન કોહલીએ ટી-20માં RCB માટે પોતાના 7000 રન પૂરા કર્યા. બંનેએ પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી, જે આ સિઝનમાં બેંગ્લોર માટે પ્રથમ વિકેટ માટે બીજી સદીની ભાગીદારી છે. રાશિદ ખાને આ ભાગીદારી તોડી હતી. રાશિદે 15મી ઓવરના ત્રીજા બોલ પર ડુ પ્લેસિસને પંડ્યાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે અડધી સદી પૂરી કરી શક્યો નહોતો. કેપ્ટને 38 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મેક્સવેલનો સાથ મળ્યો

ડુ પ્લેસિસની વિદાય બાદ મેદાન પર ગ્લેન મેક્સવેલ. મેક્સવેલના નસીબે તેને પહેલા જ બોલ પર સાથ આપ્યો. રાશિદનો બોલ મેક્સવેલના લેગ સ્ટમ્પ પર અથડાયો પરંતુ બેલ્સ ન પડી અને મેક્સવેલ બચી ગયો. આ પછી મેક્સવેલે પોતાની તોફાની સ્ટાઈલ બતાવી. પંડ્યા દ્વારા ફેંકવામાં આવેલી 16મી ઓવરમાં તેણે બે સિક્સર અને એક ફોર ફટકારીને કુલ 18 રન બનાવ્યા હતા.

રાશિદે કોહલીનો શિકાર કર્યો

કોહલી આક્રમક બની રહ્યો હતો પરંતુ રાશિદ ખાનની ગુગલીએ તેને પકડી લીધો. મેથ્યુ વેડે 17મી ઓવરના ચોથા બોલ પર કોહલીને સ્ટમ્પ આઉટ કર્યો હતો. કોહલીએ પોતાની ઇનિંગમાં 54 બોલનો સામનો કર્યો અને આઠ ચોગ્ગા સાથે બે છગ્ગા ફટકાર્યા.

સાહાએ ઝડપી શરૂઆત કરી હતી

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે સારી શરૂઆત કરી હતી. રિદ્ધિમાન સાહાએ આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. પરંતુ શુભમન ગિલ (1) અને મેથ્યુ વેડ (16)ના વહેલા આઉટ થવાને કારણે આ ટીમ પાછળ રહી ગઈ હતી અને પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવીને માત્ર 38 રન જ બનાવી શકી હતી. ગિલને ગ્લેન મેક્સવેલે સ્લિપમાં શાનદાર કેચ કરીને પેવલિન પાસે મોકલ્યો હતો જ્યારે વેડ એલબીડબલ્યુ હતો. તેણે રિવ્યુ પણ લીધો પણ તે ટકી શક્યો નહીં. જો કે, વેડ રિવ્યૂના મળેલા નિર્ણયથી ઘણો નારાજ હતો.

સાહાને પંડ્યાનો સાથ મળ્યો

સાહાએ કેટલાક સારા શોટ રમ્યા હતા. બીજા છેડે કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેને ટેકો આપ્યો હતો. પરંતુ સાહા (31) કમનસીબ હતો અને રનઆઉટ થયો હતો.ફાફ ડુ પ્લેસિસના સીધા થ્રોએ તેનો પારો ખતમ કરી દીધો હતો. અહીંથી પંડ્યા અને ડેવિડ મિલરે જોરશોરથી બેટિંગ કરી અને ટીમને 14 ઓવરમાં 100થી આગળ લઈ ગઈ. હસરંગાએ આ ભાગીદારી તોડી. 17મી ઓવરમાં મિલર (34) હસરાંગાના બોલ પર કેચ આઉટ થયો હતો. તેણે પંડ્યા સાથે 47 બોલમાં 61 રનની ભાગીદારી કરી હતી.

Published On - 11:17 pm, Thu, 19 May 22

Next Article