રોહિત શર્માનો રુંવાડા ઉભો કરી દેતો વીડિયો, એશિયા કપ જીતવાની પ્રતિજ્ઞા લીધી

|

Aug 04, 2022 | 6:16 PM

એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે, જે પહેલા કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

રોહિત શર્માનો રુંવાડા ઉભો કરી દેતો વીડિયો, એશિયા કપ જીતવાની પ્રતિજ્ઞા લીધી
રોહિત શર્માનો વિડિયો
Image Credit source: TWITTER

Follow us on

Asia Cup : ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા હાલ વેસ્ટ ઈન્ડિઝમાં છે જ્યાં વનડે સીરીઝ જીત્યા બાદ ભારતીય ટીમે હવે ટી20 સીરીઝ (T20 Series)માં પણ 2-1થી લીડ મેળવી લીધી છે. જોકે, ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન આ ટીમનું આગળનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ લક્ષ્ય એશિયાની ચેમ્પિયન બનવાનું છે. તમને જણાવી દઈએ કે એશિયા કપ (Asia Cup)નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે અને 27 ઓગસ્ટથી એશિયા કપ શરૂ થશે. આ ટૂર્નામેન્ટ પહેલા રોહિત શર્માનો એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તે એશિયા કપ જીતવા માટે કહી રહ્યો છે.

રોહિત શર્માનો વિડિયો તમારા રુંવાડા ઉભા કરી દેશે

એશિયા કપની બ્રોડકાસ્ટર ચેનલે ટૂર્નામેન્ટનો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં રોહિત શર્મા જોવા મળી રહ્યો છે. પ્રોમોમાં રોહિત શર્મા કહેતો જોવા મળે છે કે, 7 વખત એશિયા કપ ઉપાડીને, વિશ્વની નંબર 1 ટીમ બનવા તેમજ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવો. પરંતુ આ બધામાં ગર્વમાં 140 કરોડ ભારતીય ચાહકોના મોઢેથી ઈન્ડિયા ઈન્ડિયા સાંભળવું એ અલગ જ વાત છે. રોહિત શર્માનો આ વીડિયો ખરેખર તમારામાં એક અલગ જ ભાવના ભરી દેશે. આ સાંભળીને તમારા રુંવાડા ઉભા થઈ જશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

એશિયા કપની સૌથી સફળ ટીમ

તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા એશિયા કપની સૌથી સફળ ટીમ છે. ભારતે 7 વખત એશિયા કપ જીત્યો છે. આ ટીમે છેલ્લી બે ટુર્નામેન્ટ પણ જીતી છે. હવે જો ભારત રોહિતના નેતૃત્વમાં એશિયા કપ જીતશે તો તેની હેટ્રિક પૂર્ણ થઈ જશે. તમને જણાવી દઈએ કે, ભારત તેની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમશે અને T20 વર્લ્ડ કપ 2021 પછી બંને ટીમોની આ પહેલી મુલાકાત હશે. અગાઉના મુકાબલામાં પાકિસ્તાને એક તરફી મેચમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયા ખાતું સરભર કરવા ઈચ્છશે.

Next Article