Rohit Sharma: પાકિસ્તાનના ઝડપી બોલરે સ્વિકાર્યુ, રોહિત શર્મા સામે બોલીંગ કરવી એટલે ખૂબજ પડકારજનક

|

Jun 03, 2021 | 10:11 AM

હસન અલી (Hasan Ali) એ એક વાતચીત દરમ્યાન ભારતીય સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) ની બેટીંગ લઇને વાત કરી હતી. તેણે રોહિત શર્મા સામે બોલીંગ કરવી મુશ્કેલ ગણાવી હતી.

Rohit Sharma: પાકિસ્તાનના ઝડપી બોલરે સ્વિકાર્યુ, રોહિત શર્મા સામે બોલીંગ કરવી એટલે ખૂબજ પડકારજનક
Rohit Sharma-Hasan Ali

Follow us on

પાકીસ્તાન (Pakistan) ના ઝડપી બોલર હસન અલીએ નેશનલ ટીમમાં ફરી એક વાર સ્થાન બનાવી લીધુ છે. તેણે પરત ફરીને રમેલી ચાર ટેસ્ટ મેચ દરમ્યાન 26 વિકેટ હાંસલ કરી છે. હસન અલી (Hasan Ali) એ એક વાતચીત દરમ્યાન ભારતીય સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) ની બેટીંગ લઇને વાત કરી હતી. તેણે રોહિત શર્મા સામે બોલીંગ કરવી મુશ્કેલ ગણાવી હતી.

રોહિત શર્મા ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન છે. મીડીયા રિપોર્ટનુસાર પાકિસ્તાનના ઝડપી બોલીર હસન અલીએ એ રોહિત શર્માની બેટીંગને પડકારજનક ગણાવી હતી. તેણે ટીમ ઇન્ડીયાના મર્યાદીત ઓવર ફોર્મેટના વાઇસ કેપ્ટન રોહિત શર્માને શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો હતો. હસન અલીએ કહ્યુ જો કોઇ બેટ્સમેન મને પડકાર આપી શકે, તો તે રોહિત શર્મા છે.

એશિયા કપ અને વિશ્વકપ 2019 માં મે તે જોયુ હતુ. જોકે ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં મને તેની સામે બોલીંગ કરવાનો વધારે મોકો નહોતો મળ્યો હતો. જો રોહિત શર્માનો દિવસ હોય છે, તો તે હકિકતમાં તમને મુશ્કેલીમાં મુકી શકે છે અને તે મને પરેશાન કરે છે. તેણે રોહિત શર્મા પાસે ખૂબ ક્ષમતા છે. તે તમને ક્યાંય પણ શોટ ફટકારી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હસને આગળ વાત કરતા કહ્યુ, તે બોલને ખૂબ લેટ રમે છે અને બોલની બીલકુલ પાછળ રહે છે. તેમનો પિકઅપ શોટ ગજબનો છે, જે આસાન નથી. દરેક ખેલાડી તેમના જેવો શોટ નથી રમી શકતો, જોકે રોહિતમાં તે ક્ષમતા છે. હસન અલી PSL માં ઇસ્લામાબાદ યુનાઇટેડનુ પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે. પીએસએલ બાદ પાકિસ્તાન ઇંગ્લેંડના પ્રવાસે (England Tour) જવા માટે તૈયાર છે. જ્યાં તે ત્રણ વન ડે અને ત્રણ T20 મેચની સિરીઝ રમશે.

Next Article