
ટીમ ઈન્ડિયાના પૂર્વ ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા છેલ્લા 2 મહિનાથી વધારે સમયથી ક્રિકેટ એક્શનથી દુર છે. ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસના કારણે રોહિત શર્માએ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની સાથે નથી પરંતુ તેમ છતાં બેટ્સમેન અલગ અલગ કારણોસર ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્મા યુરોપમાં વેકેશન મનાવી રહ્યો છે અને હવે ભારત પરત ફર્યો છે. ભારત પરત ફરતાની સાથે રોહિત શર્માના ઘરે એક કાર પહોંચી ગઈ છે. જેના માટે હિટમેને 5 કરોડ રુપિયા ખર્ચ્યા છે. પરંતુ આ કારમાં સૌથી ખાસ વાત છે.રજિસ્ટ્રેશન નંબર જેને આટલી મોંઘી કારને વધુ સ્પેશિયલ બનાવી છે.
ટીમ ઈન્ડિયાના વનડે કેપ્ટન રોહિત શર્માને ફાસ્ટ બેટિંગ જેટલી પસંદ છે તેટલી જ તેને ફાસ્ટ ડ્રાઈવિંગ પણ પસંદ છે. તેમને સ્પોર્ટસ કાર ખુબ પસંદ છે. રોહિત શર્મા પાસે અનેક મોંઘી કાર છે. જેમાં સ્પોર્ટસ કાર પણ છે હવે તેમણે એક મોંઘી કાર પોતાના ગેરેજમાં સામેલ કરી છે. ભારતીય કેપ્ટને લેમ્બોર્ગિની કાર ખરીદી છે.
NEW ORANGE LAMBORGHINI OF ROHIT SHARMA
“Rohit Sharma bought a new orange colour Lamborghini Urus Se which has been delivered in Mumbai and bRO will be seen driving it soon.” pic.twitter.com/vY0aWTzGZZ
— ⁴⁵ (@rushiii_12) August 9, 2025
સોશિયલ મીડિયા પર શનિવારના રોજ એક વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોહિત શર્માની આ કાર જોવા મળી રહી છે. ભારતના વનડે કેપ્ટને નારંગી રંગની લેમ્બોર્ગિની ઉરુસ એસઈ કાર ખરીદી છે. જેની ભારતમાં એક્સ શોરુમની કિંમત અંદાજે 4.57 કરોડ રુપિયા છે. મુંબઈમાં તેની ઓન રોડ કીંમત અંદાજે 5.25 કરોડ રુપિયા સુધી પહોંચી જાય છે.
આટલી મોંઘી કારમાં તેની નંબર પ્લેટ સામે આવી છે. જેમણે દરેક ચાહકોનું દિલ જીતી લીધું છે. રોહિત શર્માએ પોતાની નવી લેમ્બોર્ગિની માટે 3015 રજિસ્ટ્રેશન નંબર લીધો છે. આ નંબર એટલા માટે ખાસ છે કારણ કે, આ બંન્ને બાળકોના જન્મની તારીખ સાથે જોડાયેલો છે. તેની દીકરીનો જન્મ 30 ડિસેમ્બરના રોજ થયો હતો. જ્યારે દીકરા અહાનનો જન્મ 15 નવેમ્બરના રોજ આવે છે.
આમ તો રોહિત શર્મા પાસે પહેલા પણ એક લેમ્બોર્ગિની ઉરુસ કાર હતી. તેની નંબર પ્લેટ પણ ખુબ ખાસ હતી. રોહિતે આ માટે 264નો નંબર લીધો હતો. જે વનડે ક્રિકેટમાં તેનો સૌથી મોટો સ્કોરના વર્લ્ડ રેકોર્ડનું પ્રતિક હતુ. રોહિત શર્માં હંમેશા કારમાં એરપોર્ટથી મુંબઈના અલગ અલગ વિસ્તારમાં ફરતો જોવા મળે છે. આ સિવાય રોહિત શર્માની પાસે મર્સિડીસ અને બીએમડબલ્યુના પણ અલગ અલગ મોડલ છે.