ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માનું ‘શું સપનું છે’? હિટમેને પોતે કર્યો ‘મોટો ખુલાસો’, આ વાત સાંભળીને કરોડો ક્રિકેટ ફેન્સ ઝૂમી ઉઠ્યા

ભારતીય ક્રિકેટ ટીમને સફળતાના શિખરે પહોંચાડ્યા પછી પણ કેપ્ટન રોહિત શર્માનું એક એવું સપનું છે કે, જે હજુ પૂરું થવાનું બાકી છે. તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન હિટમેને પોતાના દિલની વાત શેર કરતા એક ‘મોટો ખુલાસો’ કર્યો છે કે, તે ટીમ ઇન્ડિયાને કયા મુકામ પર લઈ જવા માંગે છે.

ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માનું શું સપનું છે? હિટમેને પોતે કર્યો મોટો ખુલાસો, આ વાત સાંભળીને કરોડો ક્રિકેટ ફેન્સ ઝૂમી ઉઠ્યા
Image Credit source: BCCI Image
| Updated on: May 24, 2026 | 6:35 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એક એવું નિવેદન આપ્યું છે કે, જેણે કરોડો ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા છે. રોહિતે માત્ર ટીમ ઈન્ડિયાની વર્તમાન સફળતાના વખાણ જ નથી કર્યા પરંતુ આગામી સમય માટે પણ એક મોટું સપનું દુનિયા સમક્ષ રાખ્યું છે. આમાં ખાસ વાત એ રહી કે, તેણે ભારતીય ક્રિકેટના ભવિષ્ય, યુવા ખેલાડીઓની વિચારસરણી અને રમતના બદલાતા અંદાજ વિશે પણ ખુલ્લીને પોતાના વિચારો વ્યક્ત કર્યા.

ભારત બને ક્રિકેટનું ‘પાવરહાઉસ’

મુંબઈ ઈન્ડિયન્સના ESA ડે ઇવેન્ટમાં રોહિત શર્માએ કહ્યું કે, તેનું સપનું ‘ભારત’ને વર્લ્ડ ક્રિકેટની સૌથી મોટી તાકાત બનાવવાનું છે. રોહિતનું માનવું છે કે, ભારતીય ક્રિકેટ સાચી દિશામાં આગળ વધી રહ્યું છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમે દરેક સ્તરે શાનદાર પ્રદર્શન કર્યું છે.

રોહિતે કહ્યું કે, “હું ઈચ્છું છું કે, ભારત વર્લ્ડ ક્રિકેટનું પાવરહાઉસ બને અને સૌથી શ્રેષ્ઠ ટીમ બને. છેલ્લા ત્રણ વર્ષમાં આપણે જે મેળવ્યું છે, તે અદ્ભુત રહ્યું છે. વર્ષ 2024 વર્લ્ડ કપ, મહિલા વર્લ્ડ કપ, અંડર-19 વર્લ્ડ કપ, ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને વધુ એક T20 વર્લ્ડ કપ જીતવો એ ખૂબ જ ખાસ રહ્યું છે.” તેને આશા છે કે, આપણે આપણી જીતનો આ સિલસિલો ભવિષ્યમાં પણ ચાલુ રાખીશું.

રોહિત શર્માએ ક્રિકેટના બદલાતા સ્વરૂપ વિશે પણ વાત કરી હતી. રોહિતે કહ્યું કે, “જ્યારે તેણે કરિયરની શરૂઆત કરી હતી ત્યારે 130-140 રનનો સ્કોર ઘણો ગણાતો હતો પરંતુ હવે T20 ક્રિકેટ પૂરેપૂરું બદલાઈ ચૂક્યું છે. હવે સ્કોર ગમે તેટલો મોટો કેમ ન હોય, તે વધારે ભરોસાપાત્ર લાગતો નથી. આ પરથી કહી શકાય કે, આટલા વર્ષોમાં ક્રિકેટની રમત કેવી રીતે બદલાઈ ગઈ છે.”

રમતનો આનંદ માણવો સૌથી જરૂરી

રોહિતે યુવા ખેલાડીઓ અને બાળકો પર નાની ઉંમરે દબાણ લાવવાની વિરુદ્ધમાં પણ પોતાનો મત રજૂ કર્યો હતો. તેણે કહ્યું કે, બાળકોને રમતનો આનંદ લેવા દેવો જોઈએ નહીં કે શરૂઆતથી જ તેમના પર અપેક્ષાઓનો બોજ નાખવો જોઈએ.

ભારતીય કેપ્ટને કહ્યું કે, “6 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકો પર બહુ દબાણ ન લાવવું જોઈએ. તેમને તેમના મિત્રો સાથે રમતની મજા લેવા દેવી જોઈએ. મારી સાથે પણ શરૂઆતમાં આવું જ થયું હતું. રમતનો આનંદ માણવો સૌથી મહત્વનો છે. કોઈને પણ જબરદસ્તીથી કંઈ કરવા માટે મજબૂર ન કરી શકાય.”

રોહિત શર્માનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારતીય ક્રિકેટ સતત નવી ઊંચાઈઓને આંબી રહ્યું છે અને યુવા ખેલાડીઓની નવી પેઢી આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી પોતાની ઓળખ બનાવી રહી છે.

આ પણ વાંચો, IPL 2026 Qualifier 1 : ક્વોલિફાયર મેચ પહેલા RCB ટીમની તાકાત થઈ અડધી, સ્ટાર ઓપનર અચાનક લંડન રવાના !

Follow Us