દિનેશ કાર્તિક, પંત બાદ વધુ એક ખેલાડી બન્યો રોહિત શર્માનો ‘શિકાર’

|

Dec 05, 2022 | 12:22 PM

રોહિત શર્મા (Rohit Sharma)એ બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેમાં વોશિંગ્ટન સુંદર સાથે દુર્વ્યવહાર કર્યો, એક ભૂલ પર મર્યાદા તોડી નાંખી.

દિનેશ કાર્તિક, પંત બાદ વધુ એક ખેલાડી બન્યો રોહિત શર્માનો શિકાર
Image Credit source: Twitter

Follow us on

ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓ ઉત્સાહમાં અમુક ભૂલો કરે છે, જેના પછી તેમને ટીકાનો સામનો કરવો પડે છે. ખેલાડીઓ ઉત્સાહમાં ઘણી વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને ઘણી વખત તેમના વિરોધીઓ સામે આવું થાય છે, જ્યારે ટીમનો કેપ્ટન તેના ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર કરે ત્યારે પણ એવું બને છે. આવું જ કંઈક બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડે દરમિયાન થયું હતું. બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેમાં કેપ્ટન રોહિત શર્માએ વોશિંગ્ટન સુંદર સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

 

વોશિંગ્ટન સુંદરે મેહદી હસનનો કેચ પકડવાની કોશિશ પણ કરી ન હતી, જેના પછી કેપ્ટન રોહિત શર્મા પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો. તે વોશિંગ્ટન સુંદર સાથે દુર્વ્યવહાર કરતો જોવા મળ્યો હતો. આ પહેલા કેએલ રાહુલે મેહદી હસનનો એક સરળ કેચ છોડ્યો હતો, જેના કારણે અંતમાં ભારત મેચ હારી ગયું હતું.

રોહિત શર્મા કેપ્ટન કૂલ નથી

ધોનીની જેમ રોહિત શર્માને પણ કેપ્ટન કૂલ માનવામાં આવે છે. પરંતુ આ ખેલાડીએ ઘણી વખત મેદાન પર પોતાના જ ખેલાડીઓ સામે પોતાનો ગુસ્સો ગુમાવી દીધો છે.પ્રથમ વન ડેમાં ભારતીય ટીમ જીતની દાવેદાર માનવામાં આવતી હતી પણ બાંગ્લાદેશની ટીમે ભારત સામે રોમાંચક જીત મેળવી હતી. બાંગ્લાદેશમાં મેહેદી હસન મિરાજની શાનદાર બેટિંગને કારણે બાંગ્લાદેશની જીત થઈ હતી.

 

 

 

રોહિત શર્માને ગાળો આપવાની આદત

રોહિત શર્માએ સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હૈદરાબાદમાં રમાયેલી ટી20 મેચમાં દિનેશ કાર્તિકને ગાળો આપી હતી. વિશાખાપટ્નમમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રોહિત શર્માએ રિષભ પંતને ગાળો આપી હતી. આ મેચમાં પંતે ખોટા એન્ગલ પર થ્રો કર્યો હતો. ત્યારબાદ કેપ્ટન સાહેબ પોતાનો હોશ ગુમાવી બેઠા હતા. વર્ષે 2019માં વિશાખાપટ્ટનમ ટેસ્ટ દરમિયાન ચેતેશ્વર પુજારાને પણ રોહિત શર્માએ ગાળો આપી હતી. જેમાં તેણે એક રન લેવા માટે પુજારાને અપશબ્દો કહ્યા હતા. ભલે રોહિત શર્માએ આ ગાળો કોઈ ભાવનાથી આપી ન હોય પરંતુ લાઈવ મેચમાં આવી ઘટના ખોટો સંદેશ આપે છે સાથે યુવા ખેલાડી પર દબાવ પણ વધી જાય છે.

 

Published On - 12:21 pm, Mon, 5 December 22

Next Article