Rishabh Pant એ પોતાની જ વિકેટની ઉજવણી ભારતીય ખેલાડીઓ સાથે કરી, વીડિયો થયો વાયરલ

|

Jun 25, 2022 | 2:40 PM

Cricket : રિષભ પંત (Rishabh Pant) પ્રેક્ટિસ મેચમાં લેસ્ટરશાયર તરફથી રમી રહ્યો છે. પરંતુ આઉટ થયા બાદ પંત ભારતીય ખેલાડી (Indian Players) ઓ સાથે જશ્ન મનાવતો જોવા મળ્યો હતો.

Rishabh Pant એ પોતાની જ વિકેટની ઉજવણી ભારતીય ખેલાડીઓ સાથે કરી, વીડિયો થયો વાયરલ
Rishabh Pant (PC: Twitter)

Follow us on

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા (Team India) ના અભિયાનની શરૂઆત લેસ્ટરશાયર સામે રમાઈ રહેલી પ્રેક્ટિસ મેચથી થઈ છે. જો કે આ મેચમાં ભારત ના સ્ટાર ખેલાડી રિષભ પંત (Rishabh Pant) અને જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) લેસ્ટરશાયર તરફથી રમી રહ્યા છે. આ જ કારણ છે કે આ મેચમાં એક અલગ પ્રકારનો રોમાંચ જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં લેસ્ટરશાયર તરફથી રમતા પંતે ભારતીય ખેલાડીઓની સાથે પોતાના આઉટ થયાની ઉજવણી પણ કરી હતી.

ક્રિકેટની દુનિયામાં તે એક અનોખો પ્રસંગ હતો જ્યારે કોઈ બેટ્સમેન પોતાના આઉટ થયાની ઉજવણી કરી રહ્યો હતો. આઉટ થતાં જ રિષભ પંત (Rishabh Pant) એ તેના વિકેટ લેનાર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને ગળે લગાવ્યો હતો. આ સાથે રિષભ પંતે બાકીના ભારતીય ફિલ્ડિંગ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો અને તે પછી તે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો. પંતનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ મેચમાં પોતાના તમામ ખેલાડીઓને પ્રેક્ટિસની તક આપવા માંગતી હતી. એટલા માટે ભારતે રિષભ પંત, ચેતેશ્વર પૂજારા, જસપ્રિત બુમરાહ અને કૃષ્ણાને લેસ્ટરશાયર તરફથી રમવાની અપીલ કરી હતી. આ અપીલ સ્વીકારવામાં આવી હતી.

 

ભારતની સ્થિતી મજબુત

જો કે મેચ ના બીજા દિવસે ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતે ગઈકાલનો સ્કોર આઠ વિકેટે 246 રન પર જાહેર કર્યો હતો. લેસ્ટરશાયર ની ટીમે 138 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ પંતે કેટલાક શાનદાર શોટ્સ લઈને ટીમના સ્કોરને 200ની પાર પહોંચાડી દીધો હતો. પંતે 76 રન બનાવ્યા અને લેસ્ટરશાયર નો પ્રથમ દાવ 244 રન પર સમાપ્ત થયો.

ત્યાર બાદ ભારતે બીજા દાવમાં એક વિકેટે 80 રન બનાવ્યા હતા. શ્રીકર ભરત 31 અને શુભમન ગિલ (38) એ પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી નોંધાવી હતી. સ્ટમ્પના સમયે હનુમા વિહારી નવ રન બનાવીને ભરત સાથે ક્રિઝ પર હાજર હતો.

Next Article