RCB વિક્ટ્રી પરેડ : વિરાટ કોહલીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL ટ્રોફી ઉપાડવાનો ઈનકાર કર્યો, આ છે કારણ

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વિરાટ કોહલી અને કેપ્ટન રજત પાટીદારે ચાહકો સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી. જોકે, આ દરમિયાન વિરાટ કોહલીએ IPL ટ્રોફી ઉપાડવાનો ઈનકાર કર્યો, જાણો કારણ

RCB વિક્ટ્રી પરેડ : વિરાટ કોહલીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL ટ્રોફી ઉપાડવાનો ઈનકાર કર્યો, આ છે કારણ
Virat Kohli
Image Credit source: PTI
| Updated on: Jun 04, 2025 | 7:15 PM

IPL 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં આખી RCB ટીમ હાજર રહી હતી પરંતુ અહીં એક રસપ્રદ વાત જોવા મળી કે વિરાટ કોહલીએ IPL ટ્રોફી ઉપાડવાનો ઈનકાર કર્યો હતો. ચોંકશો નહીં, વિરાટ કોહલીએ ગુસ્સામાં આવું કર્યું ન હતું, હકીકતમાં તેણે કેપ્ટન રજત પાટીદારનું સન્માન કરવા માટે આ કર્યું હતું. ચાલો તમને જણાવીએ કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શણગારેલા સ્ટેજ પર ખરેખર શું થયું?

વિરાટે IPL ટ્રોફી ન ઉપાડી

આખી RCB ટીમ સ્ટેડિયમમાં સ્ટેજ પર ઉભી હતી. સૌ પ્રથમ, વિરાટ કોહલીએ ચાહકોને પોતાના દિલની વાત કહી અને ત્યારબાદ કેપ્ટન રજત પાટીદારે માઈક હાથમાં લીધું અને દરેક RCB ચાહકનો આભાર માન્યો. આ પછી, જ્યારે IPL ટ્રોફી ઉપાડવાનો સમય આવ્યો, ત્યારે રજત પાટીદારે વિરાટ કોહલીને ઉપાડવા કહ્યું પરંતુ આ દિગ્ગજ ખેલાડીએ તેમ કરવાનો ઈનકાર કરી દીધો. વિરાટે રજતને કહ્યું કે તમે કેપ્ટન છો અને તમારે આ ટ્રોફી ઉપાડવી જોઈએ. આ પછી, રજત પાટીદારે IPL ટ્રોફી ઉપાડી અને ચાહકો ખુશ થઈ ગયા.

 

રજત પાટીદાર માટે વિરાટે કહી મોટી વાત

IPL જીતવાના પ્રસંગે વિરાટ કોહલીએ કહ્યું કે હવે અમારા ચાહકો ‘E Sala Cup Namde’ નહીં પણ ‘E Sala Cup Namdu’ કહેશે. વિરાટે એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ રજત પાટીદાર માટે ઉત્સાહ વધારવો જોઈએ, કારણ કે તે લાંબા સમય સુધી RCBનું નેતૃત્વ કરશે. તમને જણાવી દઈએ કે રજત પાટીદારે પોતાની કેપ્ટનશીપમાં RCB માટે ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો છે. રજત પાટીદાર આ વર્ષે RCBનો કેપ્ટન બન્યો અને તેણે પહેલી જ સિઝનમાં ટીમને IPL જીતી અપાવી.

આ પણ વાંચો: RCB વિક્ટ્રી પરેડ : બેંગલુરુ મેટ્રો સ્ટેશન પર એટલી ભીડ કે ઊભા રહેવાની પણ જગ્યા નથી, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:12 pm, Wed, 4 June 25