એક તરફ રાજસ્થાન, કોલકાતા, લખનૌ, હૈદરાબાદની ટીમો IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહી છે તો બીજી તરફ RCBએ આ સિઝનમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન જેવા ખેલાડીઓથી સજ્જ આ ટીમ આ સિઝનમાં 8માંથી 7 મેચ હારી છે. RCB પોઈન્ટ ટેબલમાં તળિયે છે અને હવે તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઓછી છે. જો કે આ દરમિયાન વિરાટ કોહલી અને RCBના કેટલાક ખેલાડીઓએ કંઈક એવું કર્યું છે જેનાથી ફેન્સ ખૂબ નારાજ છે.
RCB તેની આગામી મેચ 25 એપ્રિલે હૈદરાબાદ સામે રમવાની છે. આ મેચ હૈદરાબાદમાં જ યોજાવાની છે જ્યાં વિરાટ કોહલીની પણ એક રેસ્ટોરન્ટ છે. વિરાટ કોહલી ખેલાડીઓને પોતાની રેસ્ટોરન્ટમાં પાર્ટી માટે લઈ ગયો હતો. અનુજ રાવત, મહિપાલ લોમરોર, કરણ શર્મા, સુયશ પ્રભુદેસાઈ, વિશાકે વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ વન 8 કોમ્યુનમાં પાર્ટી કરી હતી. જોકે, RCBના ચાહકો આનાથી નાખુશ થયા છે. ફેન્સે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓને ટ્રોલ કર્યા હતા.
They have no shame in doing all this, when your team has lost 7 out of 8 matches
— ` (@kurkureter) April 24, 2024
RCB આ સિઝનમાં આઠમાંથી સાત મેચ હારી ચૂક્યું છે અને નેટ રન રેટ પણ -1.046 છે. મતલબ, પ્લેઓફમાં પહોંચવાની RCBની આશા સમાપ્ત થઈ ગઈ છે. RCBના બોલરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. ટીમનો કોઈ બોલર પોતાને સાબિત કરી શક્યો નહીં અને આ જ RCBની હારનું મુખ્ય કારણ છે. RCB માટે આ સિઝનમાં એકમાત્ર સારી બાબત એ છે કે તેમના ટોચના ખેલાડી વિરાટ કોહલીએ રનનો વરસાદ કર્યો છે. ઓરેન્જ કેપની રેસમાં તે ટોપ પર છે. તેણે પોતાના બેટથી સદી પણ ફટકારી છે. જોકે વિરાટની શાનદાર બેટિંગ છતાં RCB માત્ર એક જ મેચ જીતી શક્યું છે.
આ પણ વાંચો : IPL 2024: MS ધોની ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે? T20 વર્લ્ડ કપને લઈને મોટો દાવો