IPL 2022માં છેલ્લી ઓવરોમાં મહેન્દ્ર સિંહ ધોનીની ( Ms Dhoni) તોફાની બેટિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) મુંબઈ ઈન્ડિયન્સને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. આ પરિણામ પછી CSKના કેપ્ટન રવિન્દ્ર જાડેજા તેની સામે ઝૂકી ગયા. આ સાથે અંબાતી રાયડુએ પણ એમએસ ધોનીની ફિનિશિંગ રમત જોઈને હાથ જોડ્યા હતા. મેચના પરિણામ બાદ મુંબઈ ઈન્ડિયન્સના ઘણા ખેલાડીઓ પણ ધોનીની રમતના ફેન બની ગયા હતા. CSK કેમ્પ સંપૂર્ણપણે ધોનીના સન્માનમાં જોવા મળતો હતો. મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) મેચ પર કબજો જમાવી હતી પરંતુ છેલ્લી ઓવરો જીતવામાં માહેર એવા એમ એસ ધોનીએ અંતમાં એ જ જૂની રમત બતાવી હતી અને ચેન્નાઈને જીતાડ્યુ હતુ.
મેચ જીતીને ધોની જ્યારે ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે રવિન્દ્ર જાડેજાએ તેને નમીને સલામ આપી હતી. CSKના કેપ્ટને જાડેજાએ આ રીતે, ધોનીનો એક પ્રકારે મેચ જીતાડવા બદલ આભાર માન્યો હતો. ટીમના સિનિયર બેટ્સમેન અંબાતી રાયડુ પણ આ જ અંદાજમાં જોવા મળ્યો હતો. ધોની સાથે હાથ મિલાવતા પહેલા તેણે બન્ને હાથ જોડીને બતાવ્યું કે તે તેની ક્ષમતાને સલામ કરે છે. સીએસકેના બાકીના ખેલાડીઓ પણ એમએસ ધોનીની રમતથી ખૂબ પ્રભાવિત થયા હતા. CSKના બેકટીમ તરીકે કામ કરતા સપોર્ટ સ્ટાફના એક સભ્યએ પણ તેમને સલામ કરી હતી.
Nobody finishes cricket matches like him and yet again MS Dhoni 28* (13) shows why he is the best finisher. A four off the final ball to take @ChennaiIPL home.
What a finish! #TATAIPL #MIvCSK pic.twitter.com/oAFOOi5uyJ
— IndianPremierLeague (@IPL) April 21, 2022
મેચ પછીના પ્રેઝન્ટેશનમાં રવિન્દ્ર જાડેજાએ ધોની અને મેચની છેલ્લી ઓવરો વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, જે રીતે મેચ ચાલી રહી હતી, અમે ખૂબ જ તણાવમાં હતા. પરંતુ અમે જાણતા હતા કે રમતનો મહાન ફિનિશર રમી રહ્યો છે અને જો તે છેલ્લો બોલ રમશે તો તે મેચનો અંત લાવશે. ધોનીએ દુનિયાને બતાવ્યું કે તે હજુ પણ મેચનો ફિનિશર છે.
How @imjadeja & Rayadu thanked #Dhoni for today’s #CSK win#CSKvsMi #IPL pic.twitter.com/GZkAzaSCrn
— Prashant (@prashantlohar7) April 21, 2022
CSKને છેલ્લી ત્રણ ઓવરમાં 42 રનની જરૂર હતી. ડ્વેન પ્રિટોરિયસ (22)એ 18મી ઓવરમાં સિક્સ ફટકારી અને ધોનીએ ચોગ્ગો ફટકારીને 14 રન ઉમેર્યા. CSKએ 19મી ઓવરમાં 11 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં છ બોલમાં 17 રન બનાવવાના હતા, જેમાં પ્રિટોરિયસ (22) પ્રથમ બોલ પર ઉનડકટના હાથે લેગ બિફોર આઉટ થયો હતો. બીજા પર, બ્રાવોએ એક રન બનાવ્યો અને ધોનીએ સાઈટ સ્ક્રીન તરફ સિક્સર ફટકારી અને પછી શોર્ટ ફાઈન લેગ પર ફોર ફટકારી. પાંચમા બોલમાં બે રન અને છેલ્લા બોલમાં ચાર રન બનાવવાના હતા. ધોનીએ આરામથી ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ