રવિન્દ્ર જાડેજાની ચપળતાએ ફરીએક વાર આશ્ચર્ય સર્જ્યુ, હોંગ કોંગના સુકાનીનો 5 સેકન્ડમાં ખેલ ખતમ, જુઓ VIDEO

|

Sep 01, 2022 | 11:06 AM

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) તેની શાનદાર ફિલ્ડિંગ માટે જાણીતો છે. બુધવારની મેચમાં ફરી એકવાર આવો જ નજારો જોવા મળ્યો હતો.

રવિન્દ્ર જાડેજાની ચપળતાએ ફરીએક વાર આશ્ચર્ય સર્જ્યુ, હોંગ કોંગના સુકાનીનો 5 સેકન્ડમાં ખેલ ખતમ, જુઓ VIDEO
Ravindra jadeja એ ગજબનો ડાયરેક્ટ થ્રો માર્યો

Follow us on

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એશિયા કપ ની દરેક મેચમાં પોતાની છાપ છોડી રહ્યો છે. તેનું બેટ પાકિસ્તાન સામે શાનદાર ચાલ્યુ, જ્યારે હોંગકોંગ (India Vs Hong Kong) સામે, ચાહકોને ફરી એકવાર જાડેજાની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી. આ વખતે હોંગકોંગનો કેપ્ટન નિઝાકત ખાન (Nizakat Khan) તેનો શિકાર બન્યો હતો. નિઝાકતને ખબર પણ ન પડી કે જાડેજાએ તેને ક્યારે આઉટ કર્યો.

રવિન્દ્ર જાડેજાની ચપળતાએ ચાહકોને ચોંકાવી દીધા

હોંગકોંગની ઇનિંગની છઠ્ઠી ઓવર ચાલી રહી હતી. આ ઓવરના છેલ્લા બોલ પર નિઝાકત ખાનને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના હાથમાં બોલ હતો. છેલ્લો બોલ નો બોલ હતો, જે બાદ અર્શદીપે ફ્રી હિટ ફેંકવી પડી હતી. નજાકત બોલ પર પાછો આવ્યો અને બોલ રમ્યો. બોલ બેકવર્ડ પોઈન્ટ તરફ ગયો. નિઝાકત ખાન રન લેવા દોડ્યો ત્યારે તેની નજર જાડેજા પર પડી. રવિન્દ્ર જાડેજાએ ઝડપથી બોલ ઉપાડ્યો અને લગભગ 23 મીટર દૂરથી ફેંક્યો. નિઝાકત ક્રિઝ પર પહોંચ્યો ત્યાં સુધીમાં સ્ટમ્પના બેલ વેરવિખેર થઈ ગયા હતા. રિપ્લે જોઈને નિઝાકત પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેનું બેટ લાઇન પર હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

કોહલીએ જબરદસ્ત રિએક્શન બતાવ્યુ

રવિન્દ્ર જાડેજાના આ થ્રો પર વિરાટ કોહલીએ ફની પ્રતિક્રિયા આપી હતી. બાઉન્ડ્રી પાસે ઊભેલા કોહલીએ હાથ વડે ઈશારો કર્યો. તેનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકો કહી રહ્યા છે કે કોહલી જાડેજાને કહેવાની કોશિશ કરી રહ્યો હતો કે આ ઓલરાઉન્ડર ખેલાડી બાળપણમાં ખૂબ માર્બલ રમ્યો છે. જાડેજા પણ હસી પડ્યો અને તેને અંગૂઠો બતાવ્યો.

હોંગકોંગની ટીમ 40 રને મેચ હારી ગઈ હતી

આ પહેલા ભારતે બેટિંગ કરતા હોંગકોંગને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ અણનમ 68 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં છ ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે વિરાટ કોહલી સાથે 98 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. કોહલીએ પણ લગભગ છ મહિના બાદ અડધી સદી ફટકારી હતી. ભારતે હોંગકોંગ સામે બે વિકેટે 192 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. હોંગકોંગની ટીમે પોતાની પૂરી તાકાત લગાવી દીધી અને 152 રન જ બનાવી શકી. ભારતે ગ્રુપ રાઉન્ડની તેમની બંને મેચો જીતીને સુપર 4માં જગ્યા બનાવી લીધી છે.

 

Published On - 11:04 am, Thu, 1 September 22

Next Article