Ranji Trophy Final 2022: સરફરાજ ખાનની સદી વડે મુંબઈ મજબૂત સ્થિતીમાં, પ્રથમ ઈનીંગમાં બનાવ્યા 374 રન

|

Jun 23, 2022 | 8:55 PM

સરફરાઝ ખાને (Sarfaraz Khan) રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં મુંબઈની પ્રથમ ઈનિંગમાં 134 રન બનાવ્યા હતા. 243 બોલનો સામનો કરતા તેણે 13 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

Ranji Trophy Final 2022: સરફરાજ ખાનની સદી વડે મુંબઈ મજબૂત સ્થિતીમાં, પ્રથમ ઈનીંગમાં બનાવ્યા 374 રન
Sarfaraz Khan એ શાનદાર સદી નોંધાવી

Follow us on

સરફરાઝ ખાનની શાનદાર સદી નોંધાવી હતી. જેની મદદથી 41 વખતની ચેમ્પિયન મુંબઈએ ગુરુવારે, રણજી ટ્રોફી ફાઈનલના બીજા દિવસે મધ્યપ્રદેશ (Madhya Pradesh vs Mumbai) સામે પ્રથમ દાવમાં 374 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાને 243 બોલમાં 134 રન ફટકારીને સિઝનની ચોથી સદી ફટકારી હતી. મુંબઈએ દિવસની શરૂઆત પાંચ વિકેટે 248 રનથી કરી હતી. જવાબમાં મધ્યપ્રદેશે દિવસની રમત પૂરી થવા સુધી એક વિકેટે 123 રન બનાવીને સારી શરૂઆત કરી હતી. યશ દુબે 44 જ્યારે શુભમ શર્મા 41 રને રમી રહ્યો છે. બંનેએ બીજી વિકેટ માટે 76 રનની અતૂટ ભાગીદારી કરી છે. રણજી ટ્રોફી (Ranji Trophy) ફાઈનલમાં આજના દિવસનુ ખાસ આકર્ષણ સરફરાઝ ખાન (Sarfaraz Khan) રહ્યો હતો , જેણે વર્તમાન સિઝનમાં માત્ર છ મેચમાં 937 રન બનાવ્યા છે. જો મુંબઈની ટીમ આ મેચમાં ફરી બેટિંગ કરશે તો તેની પાસે સેશનમાં 1000 રન બનાવવાની તક હશે.

સરફરાઝે સદી ફટકારી

સરફરાઝે પોતાની ઇનિંગમાં 243 બોલનો સામનો કર્યો અને 13 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. મુંબઈએ બીજા દિવસે પ્રથમ ઓવરમાં શમ્સ મુલાની (12) ની વિકેટ ગુમાવી દીધી હતી, જે ગૌરવ યાદવ (106 રનમાં 4 વિકેટ) દ્વારા લેગ-ફોર થયો હતો. સરફરાઝે લૂઝ બોલ્સ પર વાર કરવાનુ ચુક્યો નહોતો. જેના કારણે મધ્યપ્રદેશના કેપ્ટન આદિત્ય શ્રીવાસ્તવને ફિલ્ડરોને ફેલાવવાની ફરજ પડી હતી. સરફરાઝ હવે પરિપક્વ થઈ ગયો છે અને 2019-20 (તે સમયે 928 રન) સીઝન થી સારો દેખાવ કરી રહ્યો છે. તે તેની કારકિર્દીની શરૂઆતમાં શિસ્તની સમસ્યાઓમાંથી પણ બહાર આવી ગયો છે જેણે આ કારણ થી એક સિઝન માટે મુંબઈને છોડવાની ફરજ પડી હતી. આકાશમાં વાદળોના માહોલ વચ્ચે બોલ ફરતો હતો પરંતુ સરફરાઝ બેટિંગ માટે મુશ્કેલ પિચ પર એક છેડે રહ્યો હતો.

સરફરાઝે ટીમ ઈન્ડિયાનો દરવાજો ખટખટાવ્યો

મધ્યપ્રદેશના કેપ્ટને બાઉન્ડ્રી રોકવા માટે ફિલ્ડરોને ફેલાવ્યા છતાં, સરફરાઝે ઝડપી બોલર વેટરન અગ્રવાલને ડીપ એક્સ્ટ્રા કવર અને ડીપ પોઈન્ટથી ફોર ફટકારી. તેણે ટી20 શૈલીમાં વિકેટકીપરના માથા પર સ્કૂપ કરીને ચાર રન લીધા હતા. સરફરાઝે બોલરના માથા પર ચોગ્ગા લગાવીને 97ના સ્કોર પર તેની સદી પૂરી કરી જ્યારે ફિલ્ડરો લોંગ ઓન અને લોંગ ઓફ પર ઉભા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારતીય ટેસ્ટ ટીમના મિડલ ઓર્ડરમાં હજુ કોઈ સ્થાન નથી, પરંતુ સરફરાઝ જે રીતે બેટિંગ કરી રહ્યો છે, જો મુખ્ય કોચ રાહુલ દ્રવિડના શબ્દોમાં કહીએ તો, તે ટીમમાં પસંદગી માટેનો દરવાજો ખટખટાવી જ રહ્યો નથી પરંતુ જોરથી ધમાલ મચાવી રહ્યો છે.

દિવસની સ્થિતી આમ રહી

સરફરાઝે ચાર ટૂંકી પરંતુ અસરકારક ભાગીદારી કરી હતી. તેણે તનુષ કોટિયન (15) સાથે સાતમી વિકેટ માટે 40, ધવલ કુલકર્ણી (01) સાથે આઠમી વિકેટ માટે 26, તુષાર દેશપાંડે (06) સાથે નવમી વિકેટ માટે 39 અને છેલ્લી વિકેટ માટે મોહિત અવસ્થી (07) સાથે 21 રન ઉમેર્યા. જોકે મધ્યપ્રદેશના બેટ્સમેનોએ મુંબઈને જડબાતોડ જવાબ આપ્યો હતો. તુષાર દેશપાંડેએ હિમાંશુ મંત્રી (31)ને એલબીડબ્લ્યુ કરીને મુંબઈને દિવસની એકમાત્ર સફળતા અપાવી હતી.

Published On - 8:48 pm, Thu, 23 June 22

Next Article