Ranji Trophy Final : DRS ખૂબ મોંઘું હોવાને કારણે ઉપયોગમાં લેવાતું નથી: BCCI

|

Jun 26, 2022 | 1:08 PM

Ranji Trophy 2022 : વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) એ દલીલ કરી છે કે ડીઆરએસ (DRS) નો ઉપયોગ તેની કિંમતને કારણે થઈ રહ્યો નથી. આ સિવાય તેના કહેવા મુજબ તેને પોતાના અમ્પાયરો પર ઘણો વિશ્વાસ છે.

Ranji Trophy Final : DRS ખૂબ મોંઘું હોવાને કારણે ઉપયોગમાં લેવાતું નથી: BCCI
DRS (File Photo)

Follow us on

રણજી ટ્રોફી 2021-22 (Ranji Trophy 2022 Final) ની ફાઈનલ મુંબઈ અને મધ્યપ્રદેશ (MPvMUM) વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મહત્વની મેચમાં ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) એ દલીલ કરી છે કે ડીઆરએસનો ઉપયોગ તેની કિંમતને કારણે થઈ રહ્યો નથી. આ સિવાય તેના કહેવા મુજબ તેને પોતાના અમ્પાયરો પર ઘણો વિશ્વાસ છે.

DRS નો ઉપયોગ કેમ ન થયો ?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના એક અધિકારીનું કહેવું છે કે તેમને તેમના અમ્પાયરોમાં વિશ્વાસ છે. તેમણે વધુમાં ઉમેર્યું, “DRS નો ઉપયોગ કરવો ખૂબ જ ખર્ચાળ છે. જો તમારી પાસે ફાઈનલમાં ડીઆરએસ ન હોય તો તેનાથી શું ફરક પડશે. અમે મેચ માટે ભારતના બે શ્રેષ્ઠ અમ્પાયરોને રાખવામાં આવ્યા છે. જો તમે ફાઈનલમાં તેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો તો તમે તેનો ઉપયોગ લીગ તબક્કામાં પણ કરો.”

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

2019-20 સિઝનમાં મર્યાદિત DRS નો ઉપયોગ કરવામાં આવ્યો હતો

2018-19 ની સિઝનમાં સૌરાષ્ટ્ર તરફથી રમતા ચેતેશ્વર પૂજારાએ કર્ણાટક સામેની સેમિ ફાઈનલમાં બે વખત આઉટ થતા બચ્યો હતો. આ પછી બોર્ડે 2019-20 સિઝનમાં મર્યાદિત DRS નો ઉપયોગ કર્યો હતો. ટીમોને રિવ્યુ લેવાની તક હતી. પરંતુ રીવ્યું માટે હોકઆઈ આપવામાં આવ્યા ન હતા. રિવ્યુ સમયે આ બંને બાબતો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેના વગર DRS અસરકારક નથી.

 

 

DRS કેટલું મોંઘું હોય છે?

રણજી ટ્રોફીની મેચો ભલે ટીવી પર આવે પણ તેમાં કેમેરાનો ઉપયોગ બહુ ઓછા થાય છે. મોટા દેશોની આંતરરાષ્ટ્રીય મેચો અથવા T20 લીગની મેચોમાં દરેક ખૂણાને જોવા માટે ઘણા બધા કેમેરા લગાવવામાં આવે છે. DRS માટે ચાર કેમેરાના અલગ સેટ અને ઉપયોગ માટે વાયરિંગની જરૂર પડે છે. તેની કિંમત લગભગ 14 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

Next Article