ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ સૌ કોઈ જાણે છે અને તેમણે ભારતને અનેક મેચ પણ જીતાડી છે. જામનગરના આ લાલે દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. ત્યારે વધુ એક જામનગરના ક્રિકેટરે ખળભળાટ મચાવ્યો છે. આ ખેલાડીનું નામ છે પ્રિયજીત સિંહે રણજીટ્રોફીમાં ધમાલ મચાવી છે.
તો આજે આપણે વાત કરીશું રવિન્દ્ર જાડેજાની નહિ પરંતુ તેના જ ગામમાંથી આવેલા પ્રિયજીત સિંહ જાડેજા વિશે. પ્રિયજીત સિંહે એક ફાસ્ટ બોલર છે. બોલરે હાલમાં રમાઈ રહેલી રણજીટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેમણે 1-2 નહિ પરંતુ 10 વિકેટ લીધી છે. જેને લઈ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
Spectacular performance from Priyajitsinh Jadeja
A 1⃣0⃣-wicket haul in the match
Relive ️ his superb spell so far in the second innings @IDFCFIRSTBank | #RanjiTrophy | #PUNvGUJ
Scorecard ▶️ https://t.co/xtg11z49Je pic.twitter.com/JZ3VsqQVUj
— BCCI Domestic (@BCCIdomestic) February 12, 2024
એલીટ ગ્રુપ સીમાં ગુજરાત અને પંજાબ વચ્ચે મેચ રમાય હતી. આ મેચમાં ગુજરાત માટે રમી રહેલા પ્રિયજીત સિંહે ધમાલ મચાવી હતી. તેમણે પહેલી અને બીજી બંન્ને ઈનિગ્સમાં તેની તાકાત દેખાડી હતી. પહેલી ઈનિગ્સમાં 15.5 ઓવરમાં જાડેજાએ 60 રન આપી 5 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિગ્સમાં 39 રન આપી 5 વિકેટ લીધી હતી. તેના શાનદાર પ્રદર્શનના કારણે જાડેજા હવે લાઈમ લાઈટમાં આવી ગયો છે.
તમને જણાવી દઈએ કે, પ્રિયજીત સિંહ જાડેજાનું કરિયર શાનદાર રહી શકે છે જો તે આવું જ પ્રદર્શન કરતો રહ્યો. તેમણે અત્યાર સુધી માત્ર 3 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં તેના નામે 13 વિકેટ છે.
હવે આપણે મેચની વાત કરીએ તો પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતે પહેલા બેટિંગ કરી 339 રન સ્કોર કર્યો. જેના જવાબમાં પંજાબે 219 રન બનાવી ઓલ આઉટ થઈ, ત્રીજી ઈનિગ્સમાં ગુજરાતે 8 વિકેટ પર 290 રન બનાવ્યા હતા. પંજાબ સામે 411 રનનો ટાર્ગેટ હતો. પરંતુ પંજાબની બેટિંગ ફ્લોપ રહી અને તે 111 રન પર ઓલઆઉટ થઈ હતી. ગુજરાતે 299 રનથી મેચ જીતી લીધી હતી. અને આ મેચનો હિરો જામનગરનો પ્રિયજીત સિંહ જાડેજા રહ્યો હતો.
આ પણ વાંચો : IPL 2024 પહેલા નવા લૂકમાં જોવા મળ્યો રાહુલ તેવટિયા, ચાહકોએ જાવેદ મિયાનંદ સાથે સરખામણી કરી