Ranji Trophy: ઇશાંત શર્માની બોલીંગની ધાર રહી બેઅસર, દિવસમાં માત્ર 9 ઓવર જ કરી, તેની ટીમ પણ મુશ્કેલ સ્થિતીમાં

|

Feb 26, 2022 | 10:07 PM

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયેલા ઈશાંત શર્મા (Ishant Sharma) ને પસંદગીકારોએ રણજી ટ્રોફી (Ranji Trophy) માં સારો દેખાવ કરવા માટે કહ્યું હતું, પરંતુ તે પ્રથમ મેચમાં વધુ પ્રભાવ પાડી શક્યો ન હતો.

Ranji Trophy: ઇશાંત શર્માની બોલીંગની ધાર રહી બેઅસર, દિવસમાં માત્ર 9 ઓવર જ કરી, તેની ટીમ પણ મુશ્કેલ સ્થિતીમાં
Ishant Sharma શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટેની પસંદ કરાયેલ ટીમથી બહાર છે

Follow us on

ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું ચિત્ર ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. ટીમના કેટલાક અનુભવી ખેલાડીઓનો સમય જાણે કે હવે સમાપ્ત થઈ રહ્યો છે અને તેમને આ અંગે સંકેતો આપવામાં આવ્યા છે. ફાસ્ટ બોલર ઈશાંત શર્મા (Ishant Sharma) પણ તેમાંથી એક છે. આ ખેલાડીને પસંદગીકારોએ રણજી ટ્રોફીમાં રમીને ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) માં વાપસી કરવાનું સૂચન કર્યું છે, પરંતુ ઈશાંત શર્મા માટે અત્યારે રણજી ટ્રોફી (Ranji Trophy) માં પણ તે બહુ સારો દેખાઈ રહ્યો નથી. રણજી ટ્રોફીમાં તે દિલ્હીની ટીમ વતી રમી રહ્યો છે અને જેની હાલમાં ઝારખંડ સામે મેચ રમાઇ રહી છે. જેમાં તેણે શનિવારે દિવસભરમાં માત્ર 9 ઓવર કરી હતી અને જેમાં તેણે 1 વિકેટ ઝડપી હતી.

દિલ્હી ક્રિકેટ ટીમના સિનિયર ફાસ્ટ બોલર ઈશાંતે સિઝનની પ્રથમ મેચમાં ભાગ લીધો ન હતો. તે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ઝારખંડ સામેની બીજી મેચ માટે ટીમ સાથે જોડાયો હતો. પરંતુ અત્યાર સુધી તે ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.

શનિવારે 26 ફેબ્રુઆરીએ મેચના બીજા દિવસે ઇશાંતે ઝારખંડની બીજી ઇનિંગમાં માત્ર 9 ઓવર ફેંકી હતી. જો કે ઈશાંતની શરૂઆત સારી રહી હતી અને તેણે પહેલા સ્પેલમાં જ એક વિકેટ લીધી હતી, પરંતુ ત્યાર બાદ તેની બોલિંગમાં ધાર જોવા મળી ન હતી અને દિવસની રમતના અંત સુધી તે માત્ર 9 ઓવર જ કરી શક્યો હતો, જેમાં 1 વિકેટ પર 29 રનનો ખર્ચ થયો હતો. લીધો. આ દરમિયાન તે થોડા સમય માટે ગુસ્સામાં પણ જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

દિલ્હી ટૂર્નામેન્ટથી બહાર થવાને આરે

માત્ર બીજી ઈનિંગમાં જ નહીં, પરંતુ પ્રથમ દાવમાં પણ ઈશાંત ખાસ કંઈ કરી શક્યો નહોતો. આ દરમિયાન તેણે માત્ર 4 ઓવર ફેંકી હતી, જેમાં 14 રનનો ખર્ચ થયો હતો. ઈશાંતની જેમ દિલ્હીની પણ એવી સ્થિતિ હતી, જે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની આરે છે. ઝારખંડે પ્રથમ ઇનિંગમાં 27 રનની લીડ લીધી હતી અને પછી બીજી ઇનિંગમાં નાઝિમ સિદ્દીકી (110) અને કુમાર સૂરજ (129)ની ઇનિંગ્સના આધારે 5 વિકેટના નુકસાન પર 288 રન બનાવ્યા હતા. જો મેચ ડ્રો થશે તો દિલ્હીને ફરી માત્ર 1 પોઈન્ટ મળશે. તેને તમિલનાડુ સામે માત્ર 1 પોઈન્ટ મળ્યો હતો.

 

આ પણ વાંચોઃ Cricket Video: આ તો ખેલાડી છે કે સુપરમેન ! અકલ્પનિય કેચ ઝડપીને સૌને દંગ રાખી દીધા, જુઓ

આ પણ વાંચોઃ IPL 2022: મહેન્દ્રસિંહ ધોની જોવા મળ્યો નવા અવતારમાં, જોઇને ચાહકો પણ દંગ રહી ગયા, જુઓ Video

Published On - 9:21 pm, Sat, 26 February 22

Next Article