Ranji Trophy 2022: બિહારના 22 વર્ષના સાકિબુલ ગનીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ડેબ્યુ મેચમાં ફટકારી ત્રેવડી સદી

|

Feb 18, 2022 | 10:27 PM

રણજી ટ્રોફી 2022 ની સિઝનની શરૂઆત થઇ ગઇ છે. બિહારના સાકિબુલ ગનીએ શાનદાર પ્રદર્શન કરતા ડેબ્યુ મેચમાં ત્રેવડી સદી ફટકારીને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Ranji Trophy 2022: બિહારના 22 વર્ષના સાકિબુલ ગનીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ડેબ્યુ મેચમાં ફટકારી ત્રેવડી સદી
Sakibul Gani (PC: TV9)

Follow us on

રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022) સિઝનની શરૂઆત થઇ ગઇ છે. મહત્વનું છે કે આ સિઝન ખેલાડીઓ માટે ઘણી મહત્વની છે. કારણ કે કોરોના કહેરના કારણે છેલ્લા 2 વર્ષથી રણજી ટ્રોફી રમાતી ન હતી. ત્યારે આ બે વર્ષ બાદ રણજી ટ્રોફી ખેલાડીઓ એટલા માટે મહત્વની છે કારણ કે આ સિઝનમાં ઘણા અનુભવી ખેલાડીઓ પોતાની તાકાત ફરીથી દેખાડીને ભારતની રાષ્ટ્રીય ટીમમાં ફરીથી સ્થાન મેળવવા માટે પ્રયાસ કરશે તો યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્શન થકી ટીમ ઇન્ડિયાના દરવાજા ખખડાવશે. જેમાં આજે એક યુવા ખેલાડીનું નામ સામે આવ્યું છે જે બિહારનો સાકિબુલ ગની (Sakibul Gani) છે.

તમને જણાવી દઇએ કે સાકિબુલ ગની આ રણજી ટ્રોફી 2022 ની સિઝનથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે. બિહારના આ 22 વર્ષિય સાકિબુલે મિઝોરમ સામેની પોતાની ડેબ્યુ મેચમાં પહેલા સદી ફટકારીને ત્યારબાદ આ સદીના સ્કોરને ત્રેવડી સદીમાં બદલી હતી. ભલે આ સિઝનની પહેલી ત્રેવડી સદી છે પણ આ અવિશ્વસનીય ઇનિંગન સાથે તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

તમને જણાવી દઇએ કે સાકિબુલ ગની પ્રથમ શ્રેણીમાં ડેબ્યુ મેચમાં ત્રેવડી સદી ફટકારનાર પહેલો ખેલાડી બની ગયો છે અને આ સિદ્ધી મેળવવા માટે તેણે 387 બોલનો સામનો કરવો પડ્યો હતો.

સાકિબુલ ગનીની ત્રેવડી સદીને પગલે બિહારનો મજબુત સ્કોર

18 ફેબ્રુઆરી 2022 એક એવા દિવસ તરીકે યાદ કરવામાં આવશે જ્યારે ડેબ્યુ કરી રહેલ આ ખેલાડીએ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં પહેલી જ મેચમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવીને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ ત્રેવડી સદીની સાથે 22 વર્ષના ખેલાડીએ મધ્ય પ્રદેશના અજય રોહરાનો રેકોર્ડ પણ તોડી દીધો હતો. તેણે 2018-19 માં રણજી ટ્રોફીમાં હૈદરાબાદ સામે પ્રથમ શ્રેણીમાં ડેબ્યુ મેચમાં 267 રન કર્યા હતા.

ચોથી વિકેટ માટે 500+ ની ભાગીદારી નોંધાઇ

આ વચ્ચે પોતાના વ્યક્તિગત સ્કોર સહિત સાકિબુલ ગનીએ ચોથી વિકેટ માટે બાબુલ કુમાર સાથે 500+ રનની ભાગીદારી નોંધાવી હતી. બાબુલ કુમારે પણ બેવડી સદી ફટકારી હતી અને આ ભાગીદારીએ બિહારને પહેલી ઇનિંગમાં 600થી વધુનો સ્કોર કરવામાં મદદ મળી હતી.

આ પણ વાંચો : IND VS WI: વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને ભારતને પહેલા બેટીંગ માટે ઉતાર્યુ, જાણો ટીમ ઇન્ડિયાની પ્લેયીંગ ઇલેવન

આ પણ વાંચો : IND W vs NZ W: મહિલા ક્રિકેટ ટીમે સળંગ ચાર મેચ ગુમાવી, હેડ કોચે કહ્યુ, મને તેની કોઇ ચિંતા નથી

Next Article