Ranji Trophy: શુભમન ગિલે IPL માં ગુજરાતને ચેમ્પિયન બનાવવાની ભજવી ભૂમિકા, હવે ઈંગ્લેન્ડ માટે પંજાબ માટે રણજીમાં ઉતરી કરશે તૈયારી

|

Jun 05, 2022 | 8:54 PM

Ranji Trophy 2022, Punjab vs Madhya Pradesh: રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચો સોમવાર, 6 જૂનથી શરૂ થઈ રહી છે અને તેમાં શુભમન ગિલ (Shubam Gill) પંજાબ તરફથી મધ્યપ્રદેશ સામે મેદાનમાં ઉતરશે.

Ranji Trophy: શુભમન ગિલે IPL માં ગુજરાતને ચેમ્પિયન બનાવવાની ભજવી ભૂમિકા, હવે ઈંગ્લેન્ડ માટે પંજાબ માટે રણજીમાં ઉતરી કરશે તૈયારી
Shubam Gill મધ્યપ્રદેશ સામેની મેચમાં ઉતરશે

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ પૂરી થઈ ગઈ છે અને હવે રાહ ભારત-દક્ષિણ આફ્રિકા (IND vs SA) T20 શ્રેણીની છે. આ સિરીઝ 9 જૂનથી શરૂ થવા જઈ રહી છે, જેમાં આઈપીએલમાં પોતાની પ્રતિભા દેખાડનારા ઘણા યુવા ખેલાડીઓ પણ ભાગ લેવા જઈ રહ્યા છે. તમામની નજર આ શ્રેણી અને આ ખેલાડીઓ પર રહેશે. જો કે, IPL 2022 નો એક યુવા સ્ટાર પણ છે જેને આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ ખેલાડીઓ બીજું કોઈ નહીં પરંતુ ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલ (Shubam Gill) છે, જેણે પ્રથમ સિઝનમાં જ ગુજરાતને IPL ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે ગિલને ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનો છે, પરંતુ તે પહેલા તેને એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થવું પડશે. આ રણજી ટ્રોફી (Ranji Trophy Quarter-Final 2022) ની ક્વાર્ટર ફાઈનલ છે.

ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચો સોમવાર, 6 જૂનથી શરૂ થઈ રહી છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે 8 ટીમો વચ્ચે સ્પર્ધા થશે. તેમાંથી એક પંજાબ પણ છે, જેને તેની ક્વાર્ટર ફાઇનલમાં મધ્યપ્રદેશનો સામનો કરવો પડશે. આ મેચમાં પણ સૌની નજર શુભમન ગિલ પર રહેશે. આઈપીએલ 2022માં ગિલે જે રીતે પ્રદર્શન કર્યું હતું, પંજાબને આ મેચમાં પણ તેના યુવા સ્ટાર પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે. ગિલના પ્રદર્શન પર પણ નજર રાખવામાં આવી રહી છે કારણ કે તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર એકમાત્ર ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનો બેકઅપ ઓપનર છે.

શું ગિલ મધ્યપ્રદેશની નબળાઈનો ફાયદો ઉઠાવશે?

22 વર્ષીય મધ્યપ્રદેશના વિવિધ બોલિંગ આક્રમણનો સામનો કરશે જેમાં ડાબોડી સ્પિનર ​​કુમાર કાર્તિકેય સિંઘનો પણ સમાવેશ થાય છે, જેમણે તાજેતરમાં જ આઇપીએલની શરૂઆત કરી હતી. કાર્તિકેયે મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યુ કર્યું અને તેને મળેલી તકોથી પ્રભાવિત થયા. જો કે પંજાબ અને ગિલ માટે રાહતની વાત છે કે એમપીનો અગ્રણી ફાસ્ટ બોલર અવેશ ખાન આ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. બીજી તરફ ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર પણ ક્વાર્ટર ફાઈનલ રમી શકશે નહીં. બંને ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો ભાગ છે. આવી સ્થિતિમાં ગિલ પાસે એમપીની તુલનાત્મક રીતે નબળી બોલિંગ સામે મોટો સ્કોર કરવાની તક છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગિલનું પ્રદર્શન કેવું છે?

ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યુ કરતા પહેલા ગિલનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ શાનદાર હતો. તેણે રણજી ટ્રોફીમાં પંજાબ માટે 72ની એવરેજથી લગભગ 2 હજાર રન બનાવતા જોરદાર પ્રદર્શન કર્યું હતું. 2018-19ની રણજી સિઝનમાં, તેણે પંજાબ માટે માત્ર 5 મેચોમાં સૌથી વધુ 728 રન બનાવ્યા હતા, જેમાં 268 રનની જબરદસ્ત ઇનિંગ્સનો સમાવેશ થાય છે. તેણે 2 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. જો કે, હજુ પણ ગિલ

Next Article