AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રામ ચરણે ‘જસપ્રિત બુમરાહ’ની જાહેરમાં માફી કેમ માંગી? દુનિયાની સામે હાથ જોડીને સાઉથ સુપરસ્ટારે કબૂલી પોતાની ‘મોટી ભૂલ’

મનોરંજન અને ક્રિકેટ જગત વચ્ચેનો સંબંધ હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ ક્યારેક ઉત્સાહમાં એવી ભૂલ થઈ જાય છે કે, જેની કોઈ કલ્પના પણ નથી કરતું. તાજેતરમાં કંઈક આવું જ સાઉથના સુપરસ્ટાર રામ ચરણ સાથે બન્યું, જ્યારે તેની એક નાની લાપરવાહી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ.

Breaking News: રામ ચરણે 'જસપ્રિત બુમરાહ'ની જાહેરમાં માફી કેમ માંગી? દુનિયાની સામે હાથ જોડીને સાઉથ સુપરસ્ટારે કબૂલી પોતાની 'મોટી ભૂલ'
| Updated on: May 24, 2026 | 8:35 PM
Share

સાઉથ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા રામ ચરણે દુનિયાની સામે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર જસપ્રિત બુમરાહની માફી માંગી છે. એક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક માફીપત્ર જાહેર કરતા લખ્યું કે, “હું જસપ્રિત બુમરાહની માફી માંગું છું.” હવે સવાલ એ છે કે, આખરે રામ ચરણથી એવી તો શું ભૂલ થઈ ગઈ કે, જેના કારણે તેણે આ રીતે જાહેરમાં માફી માંગવી પડી?

રામ ચરણે જસપ્રિત બુમરાહની કેમ માફી માંગી?

પોતાની એક ફિલ્મના પ્રમોશન દરમિયાન જ્યારે રામ ચરણને ક્રિકેટરોને લઈને સવાલો પૂછવામાં આવી રહ્યા હતા, ત્યારે તેણે ભૂલથી બુમરાહને બોલરના બદલે ફૂટબોલર કહી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, તેને તમામ દિગ્ગજ ક્રિકેટરો વિશે પૂછવામાં આવી રહ્યું છે અને એ જ દરમિયાન તેનાથી બુમરાહને ફૂટબોલર ગણાવવાની આ ભૂલ થઈ ગઈ.

જાહેરમાં માંગી માફી

વીડિયો વાયરલ થયા બાદ રામ ચરણે એક્સ (X) પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, “ઉફ્ફ… હું ખરેખર ક્યારેક-ક્યારેક નામ ભૂલવામાં બહુ લાપરવાહ થઈ જાઉં છું. આ ગરબડ માટે જસપ્રિત બુમરાહની માફી ચાહું છું. ભીડભાડ અને ઉત્સાહની વચ્ચે આ એક માનવીય ભૂલ (Human Error) હતી.”

તેમણે આગળ લખ્યું, “હું તમારું ખૂબ સન્માન કરું છું અને તમારો બહુ મોટો ફેન છું. તમે સતત બેટ્સમેનોને બેકફૂટ પર ધકેલી દો છો, ત્યારે દરેક ભારતીયને ગર્વની અનુભૂતિ કરાવો છો.”

IPL 2026 માં જસપ્રિત બુમરાહનું પ્રદર્શન

મુંબઈ (MI) માટે રમતા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ તરફથી આ સીઝનમાં ઘણું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. તેણે 13 મેચની 13 ઇનિંગ્સમાં બોલિંગ કરતા માત્ર 4 વિકેટ જ પોતાના નામે કરી છે. આ માત્ર એવી ત્રીજી સીઝન છે, જ્યારે બુમરાહે 5 કરતાં ઓછી વિકેટ લીધી હોય.

ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માનું ‘શું સપનું છે’? હિટમેને પોતે કર્યો ‘મોટો ખુલાસો’, આ વાત સાંભળીને કરોડો ક્રિકેટ ફેન્સ ઝૂમી ઉઠ્યા

Follow Us
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
g clip-path="url(#clip0_868_265)">