Rajasthan Royals IPL 2022 : સંજુ સેમસન પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક, આવી રહી છે રાજસ્થાન રોયલ્સની સફર

|

May 29, 2022 | 10:06 AM

IPL 2022 Final : રાજસ્થાન રોયલ્સ (RR) એ ક્વોલિફાયર-2માં RCB ને 7 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2008 માં રાજસ્થાન રોયલ્સે એકમાત્ર IPL ટાઇટલ જીત્યું હતું.

Rajasthan Royals IPL 2022 : સંજુ સેમસન પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક, આવી રહી છે રાજસ્થાન રોયલ્સની સફર
Sanju Samson (PC: ESPNcricinfo)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટકરાશે. ફાઈનલમાં 14 વર્ષ બાદ રાજસ્થાનની નજર બીજી વખત આઈપીએલ ટાઈટલ જીતવા પર છે. આ પહેલા વર્ષ 2008 માં આઈપીએલની ડેબ્યૂ સિઝનમાં રાજસ્થાન રોયલ્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે શેન વોર્નની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 3 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું.

સંજુ સેમસનની પાસે ઇતિહાસ રચવાની તક

ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલ મેચ જીતી રાજસ્થાન રોયલ્સ તેનું બીજું ટાઇટલ જીતીને શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપવા માંગશે. શેન વોર્ન (Shane Warne) 2008-2011 દરમિયાન રાજસ્થાન રોયલ્સ માટે IPL રમ્યો હતો. આ દરમિયાન તેણે 55 મેચ રમી અને 25.39ની એવરેજથી 57 વિકેટ લીધી.

તો શેન વોર્નની કપ્તાની હેઠળ રાજસ્થાન રોયલ્સે 55 IPL મેચોમાંથી 30 મેચ જીતી હતી. સંજુ સેમસન પાસે હવે ઈતિહાસ રચવાની તક છે. શેન વોર્ન પછી રાહુલ દ્રવિડ, શેન વોટસન, સ્ટીવ સ્મિથ અને અજિંક્ય રહાણેએ પણ ટીમનું સુકાન સંભાળ્યું હતું. પરંતુ તેઓ રાજસ્થાન રોયલ્સ માટે કોઈ ખિતાબ જીતી શક્યા ન હતા.

આજનું રાશિફળ તારીખ : 30-11-2024
પુષ્પા 2 પછી અલ્લુ અર્જુન કરશે આ પહેલું કામ !
કામની વાત : વિદેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા વચ્ચે શું છે તફાવત ?
દ્વારકાના ફરવાલાયક 9 સ્થળો, સાતમુ સૌનું ફેવરિટ, જુઓ Photos
Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos

લીગ સ્ટેજમાં પહેલો તબક્કોઃ 5 જીત, 2 હાર

ઓપનર જોસ બટલર (Jos Buttler) એ આ સમયગાળામાં 3 સદી ફટકારી હતી. રાજસ્થાનની ટીમ પણ આ સમયગાળામાં ત્રણ વખત 200+ સ્કોર કરવામાં સફળ રહી હતી. બેટિંગ વિભાગમાં માત્ર કેપ્ટન સંજુ સેમસન અને શિમરોન હેટમાયર જ બટલરને ટેકો આપી શક્યા હતી. ખાસ વાત એ છે કે લીગ સ્ટેજના આ તબક્કામાં રાજસ્થાનના બેટ્સમેનો પણ કેટલાક પ્રસંગોએ ફ્લોપ સાબિત થયા હતા.

રાજસ્થાનને સીઝનની પ્રથમ હાર બેંગ્લોર સામે મળી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 3 વિકેટ ગુમાવીને માત્ર 169 રન બનાવ્યા હતા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5 બોલ બાકી રહેતા 4 વિકેટે મેચ જીતી લીધી હતી. રાજસ્થાનની સિઝનની બીજી હાર ગુજરાત ટાઇટન્સ સામે હતી. જ્યાં તેઓ 193 ના ટાર્ગેટનો પીછો કરતી વખતે માત્ર 155/9 રન બનાવી શક્યા હતા.

લીગ સ્ટેજમાં બીજો તબક્કોઃ 4 જીત, 3 હાર

લીગ સ્ટેજના બીજા હાફમાં જોસ બટલરનું ફોર્મ સારુ રહ્યું ન હતું. બટલરે લીગ તબક્કાની પ્રથમ 7 મેચોમાં 491 રન બનાવ્યા હતા. ત્યારે બીજા હાફમાં તે એટલી જ મેચોમાં માત્ર 138 રન જ બનાવી શક્યો હતો. દિલ્હી કેપિટલ્સ સામે 15 રનથી જીત મેળવ્યા બાદ રાજસ્થાન તેની પાંચમાંથી 3 મેચ હારી ગયું હતું.

બટલરના ફોર્મમાં ઘટાડો ઉપરાંત RR એ મેચમાં શિમરોન હેટમાયરનું ફોર્મ ખાસ રહ્યું ન હતું. જ્યાં તેઓ KKR સામે 7 વિકેટે હારી ગયા. આ તબક્કામાં સેમસને શરૂઆતમાં મોટો સ્કોર રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. જ્યારે યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ જેવા ખેલાડીઓના ફોર્મમાં પણ વધઘટ જોવા મળી હતી.

જોકે, રવિચંદ્રન અશ્વિનની બેટિંગ પ્લસ પોઈન્ટ હતી. જેણે આ સિઝનમાં 146.82ના સ્ટ્રાઈક રેટથી 185 રન બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સ બીજા હાફ દરમિયાન મુશ્કેલીમાં હતી. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 5 વિકેટે જીત મેળવીને પ્લેઓફની ટિકિટ મેળવી હતી. સંજુ સેમસનની ટીમ પોઈન્ટ ટેબલમાં 18 પોઈન્ટ સાથે ગુજરાત ટાઈટન્સ બાદ બીજા સ્થાને છે.

ક્વોલિફાયર 1ઃ ગુજરાત ટાઇટન્સ સામે 7 વિકેટથી હાર્યા

પ્રથમ ક્વોલિફાયર મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 6 વિકેટે 188 રન બનાવ્યા હતા. જોસ બટલરે 89 રનની ઇનિંગ રમી હતી. જેમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગાનો સામાવેશ થયો છે. આ સાથે જ સુકાની સંજુ સેમસને 47 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં ગુજરાત ટાઇટન્સે ડેવિડ મિલરના 38 બોલમાં અણનમ 68 રનની મદદથી 7 વિકેટે મેચ જીતી લીધી હતી. મિલરે છેલ્લી ઓવરના પહેલા ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારીને ગુજરાતને આ જીત અપાવી હતી.

ક્વોલિફાયર 2ઃ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું

ક્વોલિફાયર-2 માં રાજસ્થાને RCB ને 7 વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. રાજસ્થાનની જીતનો હીરો જોસ બટલર હતો. જેણે 60 બોલમાં 106 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થતો હતો. ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા RCB એ 8 વિકેટે 157 રન બનાવ્યા હતા. રજત પાટીદારે સૌથી વધુ 58 રનની ઇનિંગ રમી હતી.

Next Article