વુમન્સ પ્રીમિયર લીગ 2024નો ખિતાબ જીતી સ્મૃતિ મંધાનાની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રવિવારે ઈતિહાસ રચી દીધો છે. સોશિયલ મીડિયા પર આરસીબીને ચેમ્પિયન બનવાની શુભકામનાઓ પણ ચારેબાજુથી મળી રહી છે. જેમાં એક પોસ્ટ રાજસ્થાન રોયલ્સે પણ કરી છે. આ ફ્રેન્ચાઈઝીએ આરસીબીને ટોણો મારી શુભકામના પાઠવી છે.
વિરાટ કોહલી જેવા સ્ટાર આરસીબીની પુરુષ ટીમ માટે 16 વર્ષમાં એક પણ ટ્રોફી જીતી શકી નથી. ત્યારે આ કામ મહિલા ટીમે બીજા વર્ષમાં કર્યું છે. જેને લઈ લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો એક ફોટો શેર કર્યો છે અને રાજસ્થાન રોયલ્સે આરસીબીને ટોણો માર્યો છે.
Congrats, @RCBTweets pic.twitter.com/j0cAaNe12R
— Rajasthan Royals (@rajasthanroyals) March 17, 2024
આ ફોટોમાં જેઠાલાલ અને દાયને સિલેન્ડર ઉઠાવતા જોઈ શકાય છે. જઠાલાલને સિલેન્ડર ઉપાડવામાં તકલીફ થાય છે. તો દયા આને આરામથી ઉપાડી લે છે. જેને જોઈ જેઠાલાલ હેરાન રહી જાય છે. તેનું રિએક્શન પણ જોવા લાયક હોય છે. રાજસ્થાન રોયલ્સે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો અને આરસીબીને શુભકામના પાઠવી છે. રાજસ્થાન રોયલ્સે આરસીબીની પુરુષ ટીમની હાલતને જેઠાલાલ અને મહિલા ટીમને દયા બેન દેખાડવાનો પ્રયત્ન કર્યો છે.
THE MADNESS IN RCB’S BAR & CAFE AND STREETS….!!!!!!
– RCB fans are going Mad when team won the WPL Trophy. pic.twitter.com/ceBKn4Yc3m
— CricketMAN2 (@ImTanujSingh) March 17, 2024
આપણે ક્રિકેટના મેદાનની વાત કરીએ તો આ મેચમાં મેદાન પર ધમાલ જોવા મળી સાથે રસ્તાઓ પર પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જેમ ફુટબોલને લઈ ક્રેઝ યુરોપિયન દેશોમાં જોવા મળે છે.એવું લાગી રહ્યું છે કે, આખું શહેર એક જ જગ્યા પર ભેગું થયું છે.
આ પણ વાંચો : આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘા ખેલાડીની ભારતમાં થઈ એન્ટ્રી,1 બોલ નાંખવાના લેશે લાખો રુપિયા જુઓ ફોટો
Published On - 2:29 pm, Mon, 18 March 24