Rahul Tewatia: ફક્ત ટીમ બદલાઈ છે તેવર નહીં, ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીની રમતે ધોની વાળો રેકોર્ડ રિપીટ કર્યો

|

Apr 09, 2022 | 9:51 AM

રાહુલ તેવટિયા (Rahul Tewatia) છેલ્લી સિઝન સુધી રાજસ્થાન રોયલ્સ (RR) નો ભાગ હતો અને આ વખતે તેને ગુજરાત ટાઇટન્સ (GT) દ્વારા ફેબ્રુઆરીમાં યોજાયેલી IPL મેગા ઓક્શનમાં રૂ. 9 કરોડમાં ખરીદ્યો હતો.

Rahul Tewatia: ફક્ત ટીમ બદલાઈ છે તેવર નહીં, ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીની રમતે ધોની વાળો રેકોર્ડ રિપીટ કર્યો
Rahul Tewatia એ અંતમાં સળંગ 2 સિક્સર ફટકારી જીત અપાવી

Follow us on

IPL (IPL 2022) ના ઈતિહાસમાં જ્યારે પણ શાનદાર મેચોની ચર્ચા થશે, જ્યારે પણ શ્રેષ્ઠ ફિનિશર્સની વાત થશે, ત્યારે એમએસ ધોની (MS Dhoni), એબી ડી વિલિયર્સ, કિરોન પોલાર્ડ, આન્દ્રે રસેલ જેવા દિગ્ગજોના નામ લેવામાં આવશે. આટલો મહાન ખેલાડી, જેણે માત્ર IPL માં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ થોડા બોલમાં મેચનો ટર્ન બતાવ્યો છે. તેણે આઈપીએલમાં પોતાની ફ્રેન્ચાઈઝી માટે ઘણી વખત આ અદ્ભુત કામ કર્યું છે. હવે આ દિગ્ગજોની યાદીમાં એક નામ વધુ જોડાઈ ગયું છે, જેને 2020 સુધી બહુ ઓછા લોકો જાણતા હતા. જે ધોની, એબીડી, પોલાર્ડ કે પંડ્યા કે રસેલ જેટલો ફેમસ નથી અને ન તો સમાન મેચ રમ્યો છે, પરંતુ હવે તેની પણ એક ખાસ ઓળખ છે. નામ છે રાહુલ તેવટિયા (Rahul Tewatia).

ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના આ લડાયક ઓલરાઉન્ડરે છેલ્લા બે વર્ષમાં એક એવી ઓળખ બનાવી છે, જેને ઘણા મોટા ખેલાડીઓ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સફળ થયા નથી. બે વર્ષ પહેલા લગભગ દોઢ વર્ષ પહેલા શારજાહમાં અચાનક ધીમી બેટિંગને એક જ ઓવરમાં 5 સિક્સર ફટકારીને યાદગાર અને મેચ વિનિંગ ઇનિંગમાં ફેરવી દેતા રાહુલ તેવટિયાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, કે આઈપીએલ 2022 તેણે જે કર્યું તે કોઈ આસાન નથી.

ધોનીના રેકોર્ડનુ પુનરાવર્તન

તે ગયા વર્ષે રાજસ્થાનનો હિસ્સો હતો અને આ વર્ષે હરાજીમાં તેને ગુજરાત ટાઇટન્સે રૂ. 9 કરોડમાં ખરીદ્યો હતો. તેવતિયાએ ભલે દોઢ વર્ષમાં ટીમ બદલી હોય, પરંતુ તેનું વલણ નહીં. તેવટિયા શુક્રવારે પંજાબ સામે અંતિમ ઓવરમાં ક્રિઝ પર ઉતર્યો અને ટીમને 2 બોલમાં 12 રનની જરૂર હતી. આ બેટ્સમેને કોઈપણ ગભરાટ વિના, લોંગ ઓન અને ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર સતત બે છગ્ગા ફટકારીને આઈપીએલની તેની ભવ્ય કહાનીનુ વધુ એક પૃષ્ઠ ઉમેર્યું. તેવટિયાએ કંઈક એવું કર્યું જે આ પહેલા આઈપીએલમાં માત્ર ધોની જ કરી શક્યો.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

ધોનીએ 2016માં રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે પંજાબ કિંગ્સ સામે છેલ્લા બે બોલમાં જરૂરી 12 રન બનાવ્યા હતા. તેણે અક્ષર પટેલના બે બોલ પર બે સિક્સર ફટકારી હતી. જે બાદ હવે માત્ર તેવતિયા જ આ સિદ્ધિનું પુનરાવર્તન કરી શક્યો છે.

પછી દોઢ વર્ષ જૂની કહાનીનું પુનરાવર્તન કર્યું

ખાસ વાત એ છે કે તેવટિયાએ આ વખતે પણ શારજાહની તે ઇનિંગ્સના કેટલાક ખાસ પાસાઓનું પુનરાવર્તન કર્યું. દોઢ વર્ષ પહેલાં, જ્યારે તેવટિયાએ સિક્સર ફટકારીને અડધી સદી ફટકારી હતી અને રાજસ્થાન રોયલ્સને જીત તરફ દોરી હતી, ત્યારે તેની સામે પંજાબ કિંગ્સ (તે સમયે કિંગ્સ ઇલેવન પંજાબ) હતુ. આ વખતે પણ તે પંજાબ કિંગ્સ જ તેની સામે હતુ અને ફરીથી તેણે આ ટીમનું દિલ અને આશાઓ તોડી નાખી હતી. સંયોગ અહીં સમાપ્ત થતો નથી. શારજાહમાં વેસ્ટ ઈન્ડિઝનો બોલર શેલ્ડન કોટ્રેલ તેવટિયાના તોફાનનો શિકાર બન્યો હતો અને આ વખતે વેસ્ટ ઈન્ડિઝનો ઓડિયોન સ્મિથને તેવટિયાએ બાઉન્ડ્રી ક્રોસ કરાવીને રમતનો અંત આણ્યો હતો.

આ પણ વાંચો : Cheteshwar Pujara ને IPL માં ભલે મોકો ના મળ્યો હવે, 14 એપ્રિલથી ઇંગ્લેન્ડમાં દમ દેખાડશે!

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઈટન્સનો ખેલાડી પંજાબ સામેની દમદાર ભૂમિકાથી છવાયો, માતા વોલીબોલ પ્લેયર અને પિતા એથલેટ, જાણો પુરી કહાની

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

Next Article