Team India માં જગ્યા નહીં મળવાથા નારાજ થયો આ ખેલાડી, સોશિયલ મીડિયા પર કાઢી પોતાની નારાજગી

|

Jun 16, 2022 | 12:16 PM

Cricket : આ ખેલાડી ટીમ ઈન્ડિયા (Team India) માં સ્થાન ન મળવાનું દર્દ સહન ન કરી શક્યો અને તેણે પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ઉગ્ર રીતે ઠાલવ્યો. ટીમ ઈન્ડિયાને 26 જૂન અને 28 જૂને આયર્લેન્ડ સામે બે T20 મેચ રમવાની છે.

Team India માં જગ્યા નહીં મળવાથા નારાજ થયો આ ખેલાડી, સોશિયલ મીડિયા પર કાઢી પોતાની નારાજગી
Rahul Tewatia (File Photo)

Follow us on

આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા (Team India) ની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાને 26 જૂન અને 28 જૂને આયર્લેન્ડ સામે બે મેચની T20 સીરિઝ રમવાની છે. IPL 2022 વિજેતા કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને આ પ્રવાસ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આયર્લેન્ડના પ્રવાસે જવાની તક ન મળવાથી એક ભારતીય ખેલાડી ખૂબ જ નારાજ છે.

ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળથા નારાજ થયો આ ખેલાડી

આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળવાનું દુઃખ સહન ન કરી શક્યો અને તેણે પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ઉગ્રતાથી ઠાલવ્યો હતો. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર રાહુલ તેવટિયા (Rahul Tewatia) છે. ટીમ ઈન્ડિયા (Team India) માં સ્થાન ન મળતા રાહુલ તેવટિયાએ એક ટ્વિટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

 

સોશિયલ મીડિયા પર ભડાસ નિકાળી

આયર્લેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં તક ન મળવા પર રાહુલ તેવટિયાએ ટ્વિટર પર લખ્યું, “આશાઓને ઠેસ પહોંચી છે.” તમને જણાવી દઈએ કે, રાહુલ ટિયોટિયા ખતરનાક મેચ ફિનિશર છે. રાહુલ તેવટિયાની આ વર્ષની સૌથી યાદગાર IPL ઇનિંગ્સને જોતા, પંજાબ કિંગ્સ સામેની મેચ યાદ આવે છે. જ્યારે પંજાબ કિંગ્સ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સને 2 બોલમાં 12 રનની જરૂર હતી. ત્યાર બાદ રાહુલ તેવતિયાએ સતત 2 બોલમાં 2 છગ્ગા ફટકારીને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ને મેચ જીતાડ્યું હતું.

હાર્દિક પંડ્યાને મળી કેપ્ટનશીપ

સાઉથ આફ્રિકા સામેની વર્તમાન ટી20 સિરીઝમાં હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો છે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં ઋષભ પંતને કેપ્ટન અને હાર્દિકને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. IPL 2022માં હાર્દિકે ડેબ્યૂ સિઝનમાં જ તેની ટીમ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવી હતી. આ ટીમમાં એ ખેલાડીઓ સામેલ નથી કે જે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટનો ભાગ હશે કારણ કે તે ખેલાડીઓ આ સમયે મેચની તૈયારી કરી રહ્યા હશે.

ભારતીય ટીમ :
હાર્દિક પંડ્યા (સુકાની) , ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન (વિકેટકીપર) , ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર) , સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટકીપર) , યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, હર્ષલ પટેલ, આવેશ સિંહ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

Next Article