રાહુલ દ્રવિડે ટીમ સામે કહી એવી વાત કે શિખર ધવને જોડવા પડ્યા હાથ, જુઓ વીડિયો

|

Jul 28, 2022 | 8:18 PM

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને વનડે સિરીઝમાં તેના ઘર આંગણે 3-0થી હરાવ્યું હતું. હેડ કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) જીત બાદ જે પણ કહ્યું તેનો વીડિયો વાયરલ થયો છે.

રાહુલ દ્રવિડે ટીમ સામે કહી એવી વાત કે શિખર ધવને જોડવા પડ્યા હાથ, જુઓ વીડિયો
Rahul Dravid

Follow us on

ભારતની યુવા ટીમે વેસ્ટ ઈન્ડિઝને વનડે સિરીઝમાં હરાવ્યું હતું. પહેલી બે મેચ જીતીને વનડે સિરીઝ પર કબજો જમાવનાર ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડેમાં પણ 119 રનની મોટી જીત મેળવી છે અને આ રીતે તેમની પાસેથી સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું. ભારતીય ટીમના પ્રદર્શનથી હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ઘણા ખુશ હતા. તેણે ટીમના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તેણે કાર્યવાહક કેપ્ટન શિખર ધવનની (Shikhar Dhawan) કેપ્ટનશિપની પણ પ્રશંસા કરી હતી. ડ્રેસિંગ રૂમમાં વાતચીત દરમિયાન રાહુલ દ્રવિડે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને આ દરમિયાન ધવને હાથ જોડી દીધા.

ધવને દ્રવિડ સામે હાથ શા માટે જોડ્યા?

રાહુલ દ્રવિડે વનડે સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ કહ્યું, અમે ખૂબ જ યુવા ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝ આવ્યા હતા. આ પહેલા ઘણા ખેલાડીઓ અહીં રમ્યા પણ ન હતા. પરંતુ ખેલાડીઓએ પ્રોફેશનલ વલણ બતાવ્યું. દબાણમાં પણ ખેલાડીઓએ શાનદાર રમત રમી હતી. બંને મેચ ખૂબ જ નજીક હતી અને ખેલાડીઓએ પોતાની જાતને સાબિત કરી હતી. યુવા ટીમ માટે આ સારા સંકેતો છે. આ પછી દ્રવિડે ધવનના વખાણ કર્યા અને કહ્યું, ‘શિખર ધવને શાનદાર કેપ્ટનશિપ કરી. સમગ્ર ટીમને અભિનંદન. કમાલનું પ્રદર્શન.’ દ્રવિડની આ વાત સાંભળીને ધવને હાથ જોડી દીધા. તે દ્રવિડના શબ્દોથી ખુશ થઈ ગયો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ધવને ડ્રેસિંગ રૂમમાં અનોખી સ્ટાઈલમાં કર્યું સિલેબ્રેશન

આ પછી કેપ્ટન ધવને સિરીઝ જીત પર વાત કરી. શિખર ધવને કહ્યું, બેટ્સમેન અને બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં સપોર્ટ સ્ટાફનો મહત્વનો ફાળો હતો. સિરીઝ પહેલા જે રીતે પ્લાન બનાવવામાં આવ્યો હતો તે જ મેદાન પર પણ જોવા મળ્યું. તમે લોકો હજુ યુવાન છો અને મને લાગે છે કે તમે ખૂબ આગળ વધશો. ત્યારબાદ શિખર ધવને તમામ ખેલાડીઓને ઉભા થવા કહ્યું અને ડ્રેસિંગ રૂમમાં ધવને નારા લગાવ્યા.

ધવને ખેલાડીઓને પૂછ્યું- આપણે કોણ છીએ? આના પર ખેલાડીઓએ કહ્યું ચેમ્પિયન. ધવન પોતાની સ્ટાઈલમાં ખેલાડીઓને જીત માટે અભિનંદન આપતો જોવા મળ્યો હતો. બીસીસીઆઈએ ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે, જેને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Next Article