Rahul Dravid એ ભારતીય ફાસ્ટ બોલરોને લઇને આપ્યું મોટું નિવેદન, આવનારા ભવિષ્ય પર કરી ભવિષ્યવાણી

|

Jun 22, 2022 | 11:33 AM

Cricket : ભારતીય ટીમ (Team India) સાથે અત્યાર સુધીના તેના કોચિંગ કાર્ય વિશે વાત કરતા દ્રવિડે (Rahul Dravid) કહ્યું, "એવું કહેવું પડશે કે આ કોચિંગ ખૂબ જ રોમાંચક અને સારું રહ્યું છે."

Rahul Dravid એ ભારતીય ફાસ્ટ બોલરોને લઇને આપ્યું મોટું નિવેદન, આવનારા ભવિષ્ય પર કરી ભવિષ્યવાણી
Rahul Dravid (PC: Gulf News)

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ (Irfan Pathan) ને લાગે છે કે ભારતીય ક્રિકેટ માટે આ સારો સમય છે. કારણ કે યુવા ફાસ્ટ બોલરો (Fast Bowler) ની સંખ્યા વધી રહી છે અને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં તેમાંથી ઘણા ટી-20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળી શકે છે. મહત્વનું છે કે હાલ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં છે અને 1 જુલાઇથી ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટ મેચ માટે તૈયારી કરી રહ્યું છે.

IPL 2022 પુરી થયા બાદ ઉભરી આવનારા ઝડપી બોલરોમાં ઉમરાન મલિક (Umran Malik) નો સમાવેશ થાય છે. જેણે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે 157 kmphની ઝડપે બોલિંગ કરી હતી. જ્યારે અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ સેને પણ સારું પ્રદર્શન કર્યું હતું.

ભારતીય ટીમ સાથે અત્યાર સુધીના તેના કોચિંગ કાર્ય વિશે વાત કરતા રાહુલ દ્રવિડે કહ્યું, “એવું કહેવું પડશે કે આ કોચિંગ ખૂબ જ રોમાંચક અને સારું રહ્યું છે.”

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

છેલ્લા 8 વર્ષમાં મે લગભગ 6 સુકાનીઓ જોડે કામ કર્યું છે

રાહુલ દ્રવિડ (Rahul Dravid) એ સ્ટાર સ્પોર્ટસને કહ્યું, “આ રોમાંચક અને પડકારજનક પણ રહ્યું છે. છેલ્લા આઠ મહિનામાં લગભગ છ કેપ્ટનો હતા કે જેની સાથે મારે કામ કરવું પડ્યું. જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે તેનું ખરેખર આયોજન ન હતું. પણ આ કોરોનાના કારણે આવું કરવા પર મજબુર થવું પડ્યું. જેના કારણે ટીમના મેનેજમેન્ટ અને કેપ્ટનશિપમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

રાહુલ દ્રવિડે IPL ને આપ્યો શ્રેય

આગામી વર્ષોમાં ભારતીય ટીમ માટે રમવા માટે ઘણા યુવા બોલરોને સુધારવા માટે દ્રવિડે IPLને શ્રેય આપ્યો. દ્રવિડે કહ્યું, “(આઈપીએલ દરમિયાન) અમારી પાસે જે ઝડપી બોલિંગ પ્રતિભા છે તે જોવું અવિશ્વસનીય હતું, ખાસ કરીને કેટલાક બોલરો ઝડપી બોલિંગ કરે છે. ઘણા યુવાનોને તેમની કુશળતા બતાવવાની તક મળી અને તેમાંથી ઘણા સારા બોલરો સામે આવ્યા છે. આવનારા સમયમાં ભારતીય ક્રિકેટ માટે ખરેખર સારા સંકેતો છે.” ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પઠાણે મલિકને ICC T20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન આપવા માટે સમર્થન આપ્યું હતું.

Next Article